Home> Gujarat
Advertisement
Prev
Next

પોરબંદર : જલ્લાદ બનીને 2 બાળકો પર તૂટી પડ્યો આ શખ્સ, પાંજરામાં પૂરીને માર માર્યો

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી પોરબંદરનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં બે માસુમ બાળકોને માર મારતો વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયોમાં બે માસુમ બાળકોને બે વ્યક્તિઓ દ્વારા ઢોર માર મારવામાં આવી રહ્યો છે. આ મામલે પોરબંદર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તપાસના આદેશ આપી દેવાયા છે.

પોરબંદર : જલ્લાદ બનીને 2 બાળકો પર તૂટી પડ્યો આ શખ્સ, પાંજરામાં પૂરીને માર માર્યો

અજય શીલુ/પોરબંદર :સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી પોરબંદરનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં બે માસુમ બાળકોને માર મારતો વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયોમાં બે માસુમ બાળકોને બે વ્યક્તિઓ દ્વારા ઢોર માર મારવામાં આવી રહ્યો છે. આ મામલે પોરબંદર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તપાસના આદેશ આપી દેવાયા છે.

fallbacks

15 વર્ષના વિવેક દાસે 6 મહિના સુધી કરેલી રઝળપાટનું આખરે પરિણામ મળ્યું, જુઓ શું થયું

ઘરના આંગણામાં બે માસુમ બાળકોને લાકડીથી ફટકારતો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો કુછડી ગામનો હોવાનું સામે આવ્યું છે. આ ઘટના કોઇ શાળા કે હોસ્ટેલની નહિ, પણ અન્ય જગ્યાનુ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે વાઈરલ થયેલા વીડિયો બાદ લોકોએ જલ્લાદ જેવા લાગતા માણસો પર ફીટકાર વરસ્યો હતો. તો પોરબંદર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આ મામલે તપાસ કરવાના આદેશ આપ્યા છે. ડીઈઓએ જણાવ્યું કે, આ ઘટના કૂછડી ગામની ખિમેશ્વર ડેરીની ઘટના છે. વીડિયો વાઈરલ કરનાર પરબત કારા કુછડિયા, લીલા ભીમા કેશવાલા અને વેજા જીવા કુછડિયા સામે કુછડીના બાબુભાઈ મીઠાભાઈ ખરાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

અમદાવાદ : અંજારથી આવેલા પાર્સલને કારણે શાહીબાગ પોસ્ટ ઓફિસમાં આગ લાગી

કુછડીમાં ચોરીના આરોપસર 2 સગીરવયના બાળકોને આરોપી વેજા જીવા કુછડિયાના ઘરે કુતરા રાખવાના પાંજરામાં પુરી ઢોરમાર મારવામાં આવ્યો હતો. ત્યાર બાદ પાંજરાની બહાર કાઢી પ્લાસ્ટિકના પાઈપ વડે બેફામ માર માર્યો હતો અને ઈલેક્ટ્રીક શોર્ટ આપવાની ધમકી આપી હતી. એટલું જ નહિ, વારંવાર બાળકો ‘હવે નહિ કરું, હવે નહિ કરું’નું રટણ કરતા હતા, છતાં તેઓને નિર્દયી રીતે માર મારવામાં આવી રહ્યો હતો. વીડિયો સામે આવ્યા બાદ ગાંધીનગર શિક્ષણ વિભાગ દ્વારા વિડીયો બાબતે તપાસ કરવા આદેશ અપાયો હતો. ડીઈઓએ તપાસ બાદ અહેવાલ શિક્ષણ વિભાગને સુપરત કરાયો.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More