નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં ગુનાનો ગ્રાફ સતત વધી રહ્યો છે. દિવસેને દિવસે દિલ્હીમાં લૂંટ, હત્યા, ચોરી અને સ્નેચિંગ જેવી ઘટનાઓ સતત વધી રહ્યો છે. એકવાર ફરી આવી જ ઘટના દિલ્હીના જનકપુર વિસ્તારમાં બની છે. જ્યાં રસ્તા વચ્ચે યુવકની ચેન સ્નેચ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ યુવકે બદામશોનો સામનો કર્યો અને એક બદમાશને પકડી લીધો હતો. ત્યારે નજીકમાં આવેલા પોલીસ સ્ટેશનથી પણ પોલીસકર્મી પણ આવી ગયા હતા. જો કે, અન્ય એક બદમાશ ઘટના સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી.
વધુમાં વાંચો:- ઈસરોએ ચંદ્રયાન 2ને સફળતાપૂર્વક લોન્ચ કર્યું, 48 દિવસ બાદ ચંદ્ર પર કરશે લેન્ડિંગ
વેસ્ટ ડિસ્ટ્રિકના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, 19 જુલાઇની રાત્રે લગભગ 10 વાગ્યે અંકિત ખત્રી નામનો યુવક જીમ બહાર તેની સ્કૂટી ચાલુ કરી રહ્યો હતો. તે દરમિયાન બાઇક પર સવાર બે યુવક આવ્યા અને તેના ગળામાં પહેરેલી સોનાની ચેન સ્નેચ કરવા લાગ્યા, તે સમયે અંકિતે બંને સ્નેચરનો સ્થળ પર જ સામનો કરવા લાગ્યો હતો. જોકે એક બદમાશ પાસે પિસ્તોલ પણ હતી.
બજાની નજીક પોલીસ સ્ટેશન આવેલું હતું. આ ઘટનાને લઇ પોલીસકર્મીઓ પણ ત્યાં દોડી આવ્યા હતા. પરંતુ એક બદમાશ સ્થળ પરથી ફરાર થઇ ગયો. જ્યારે પોલીસે અને અંકિતે ભેગા મળીને એક બદમાશને પકડી લીધો હતો. જેની ઓળખ ચેતન પાંડે તરીકે થઇ હતી. જે પાલમ વિસ્તારનો રહેવાસી છે. તેના પર પહેલાથી જ લૂંટ અને સ્નેચિંગના 26 કેસ નોંધાયેલા છે.
વધુમાં વાંચો:- કર્ણાટક Live: CMએ વિશ્વાસ મત પ્રાપ્ત કરવા સમય માગ્યો, સ્પીકરે ના આપ્યો જવાબ
પોલીસે જણાવ્યું હતું કે, બદમાશ ખુબ જ ચાલાક છે. તેની ધરપકડ બાદ 6 કેસનો પણ ઉકેલ આવ્યો છે. આ બદમાશની પેસાથી એક મોટર બાઇક, એક ચેન અને એક દેશી કટ્ટો પણ મળી આવ્યો હતો. હવે પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. સાથે સાથે તેની ગેંગમાં કોણ કોણ સામેલ છે અને અત્યાસ સુધીમાં કેટલા ગુનાઓ કર્યા છે તે સહિતની જાણકારી મેળવી રહ્યાં છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે