Home> Gujarat
Advertisement
Prev
Next

જામનગરનો અજીબ કિસ્સો : પોલીસની ફાયરિંગ પ્રેક્ટિસ દરમિયાન ખેત મજૂરને વાગી ગોળી

Jamnagar News : જામનગર નજીક વિજરખી ફાયરિંગ રેન્જમાં ફાયરિંગની પ્રેક્ટિસ દરમિયાન ત્યાંથી પસાર થતા પરપ્રાંતીય ખેત મજૂરને ગોળી વાગી

જામનગરનો અજીબ કિસ્સો : પોલીસની ફાયરિંગ પ્રેક્ટિસ દરમિયાન ખેત મજૂરને વાગી ગોળી

મુસ્તાક દલ/જામનગર :જામનગર નજીક વિજરખી ફાયરિંગ રેન્જમાં અજીબ કિસ્સો બન્યો હતો. ફાયરિંગની પ્રેક્ટિસ દરમિયાન ત્યાંથી પસાર થતા પરપ્રાંતીય ખેત મજૂરને ગોળી વાગી હતી. જેથી મજૂર યુવકને તાત્કાલિક જીજી હોસ્પિટલ સારવારમાં ખસેડવામાં આવ્યો છે.

fallbacks

આ ઘટનાની પ્રાથમિક વિગતો મુજબ, જામનગર નજીક વિજરખી ફાયરિંગ રેન્જ આવેલી છે. જ્યાં રોજ ફાયરિંગની પ્રેક્ટિસ કરવામાં આવે છે. રોજના મુજબ આજે પણ ફાયરિંગની પ્રેક્ટિસ કરવામા આવી રહી હતી એ સમયે મધ્યપ્રદેશનો મૂળ રહેવાસી અને જામનગરના વિજરખી ગામમાં ખેતીમાં મજૂરી કામ કરતો 35 વર્ષીય યુવક દરિયાભાઈ ત્યાંખી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન તેને ગોળી વાગી હતી. દરિયાભાઈને ગોળી વાગતા તે ગંભીરી રીતે ઈજાગ્રસ્ત થયો હતો. યુવાનને તાત્કાલિક જીજી હોસ્પિટલ સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના બાદ પોલીસ કાફલો પણ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. 

આ પણ વાંચો : આજે સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીને ભૂ-સમાધિ અપાશે, જાણો સંતોને કેમ અને કેવી રીતે અપાય છે ભૂ-સમાધિ?

જામનગર નજીક વિજરખી ફાયરિંગ રેન્જમાં સમયાંતરે પોલીસ વિભાગ દ્વારા ફાયરિંગ પ્રેક્ટિસ હાથ ધરવામાં આવતી હોય છે. જ્યારે ફાયરિંગ પ્રેક્ટિસ અંગેની તંત્ર દ્વારા આ વિસ્તારમાંથી અવર-જવર ન કરવા માટેનું જાહેરનામુ પણ બહાર પાડવામાં આવતું હોય છે, તેમ છતાં આ મામલે ધ્યન આપવામા આવતુ નથી. ગ્રામજનો આ જાહેરનામાની દરકાર લેતા નથી તેના પગલે આ પ્રકારની ઘટનાઓ જોવા મળી રહી છે. તો બીજી તરફ, ગામલોકો પણ વીજરખી ફાયરિંગ રેન્જમાં ફાયરિંગ પ્રેક્ટિસના કારણે ગ્રામજનોને સર્જાતી અનેક સમસ્યાઓ દૂર કરવા પણ માંગણી કરી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More