Home> India
Advertisement
Prev
Next

સુપ્રીમ કોર્ટે નકારી કાઢી BJP પ્રવક્તાની PIL અરજી, કરી હતી પોર્નોગ્રાફી અને બાળ જાતીય શોષણ પર સ્ટડી કરવાની માંગ

અરજીમાં કોહલીનું કહેવું હતું કે આ રિસર્ચથી ભવિષ્યમાં આવા ક્રાઇમને રોકવામાં મદદ  મળશે પરંતુ સુપ્રીમ કોર્ટે ઇન્ટરનેટ પ્રતિબંધ અને દેખરેખ પર અમેરિકી ઉચ્ચ કોર્ટના ચૂકાદાનો હવાલો આપતાં કખ્યું કે 'સુઅરને રાંધવા માટે ઘરમાં આગ ન લગાવાય'.

સુપ્રીમ કોર્ટે નકારી કાઢી BJP પ્રવક્તાની PIL અરજી, કરી હતી પોર્નોગ્રાફી અને બાળ જાતીય શોષણ પર સ્ટડી કરવાની માંગ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ઇન્ટરનેટ પર પોર્નોગ્રાફીની ઉપલબ્ધતા બાળ જાતીય શોષણના કેસો વચ્ચે ચિંતાજનક સંબંધનનું રિસર્ચ કરવાના નિર્દેશ આપવાની અરજીને નકારી કાઢી છે. ભાજપ પ્રવક્તા નલિન કોહલીએ આ જનહિત અરજી દાખલ કરી હતી. કોર્ટમાંથી અરજી નકારી કાઢ્યા બાદ ભાજપ પ્રવક્તા અને વકીલ નલિન કોહલીએ સુપ્રીમ કોર્ટમાંથી પોતાની અરજી પરત લઇ લીધી છે. 

fallbacks

અરજીમાં કોહલીનું કહેવું હતું કે આ રિસર્ચથી ભવિષ્યમાં આવા ક્રાઇમને રોકવામાં મદદ  મળશે પરંતુ સુપ્રીમ કોર્ટે ઇન્ટરનેટ પ્રતિબંધ અને દેખરેખ પર અમેરિકી ઉચ્ચ કોર્ટના ચૂકાદાનો હવાલો આપતાં કખ્યું કે 'સુઅરને રાંધવા માટે ઘરમાં આગ ન લગાવાય'.

CJI યૂ યૂ લલિતે કોહલીને પૂછ્યું કે ''તો શું જે લોકો પોર્નોગ્રાફી જુએ છે, તેમાં એવી આપરાધિક પ્રવૃતિ થાય છે?'' તેના પર કોહલીએ કહ્યું 'એનસીઆરબીના આંકડામાં ફક્ત સંખ્યાઓ હોય છે. બાળકો અને મહિલાઓના વિરૂદ્ધ ક્રાઇમના ખતરાને રોકવા માટે અધિકારીઓને સક્રિય પગલાં ભરવામાં સક્ષમ બનાવવા માટે પ્રક્રિયા/દિશાનિર્દેશ લાગૂ કરવા અનિવાર્ય છે.''

કોહલીએ અરજીમાં બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ  ( BPR&D) ને પોર્નોગ્રાફી સુધી ફ્રી પહોંચ અને બાળ જાતીય શોષણના કેસ વચ્ચે ચિંતાજનક સંબંધનું રિસર્ચ કરવાના નિર્દેશ આપવાની માંગ કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More