ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ શહેરમાં બેફામ બનેલા લુખ્ખા તત્વોને જાણે કે પોલીસનો કોઇ ડર જ ના હોય તેમ લાગી રહ્યું છે. ખાનગી ટ્રાવેલર્સના સંચાલક પાસે પેસેન્જર દીઠ રૂપીયાની માંગણી કરીને ચાર લુખ્ખા તત્વોએ મારામારી કરી અને ધમકી આપી કે જો રોજનું ભરણ નહીં આપે તો ગાડી પસાર નહીં થવા દઇશું નહીં. જો કે ટ્રાવેલર્સના સંચાલકએ પોલીસને જાણ કરતા પોલીસએ બે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
કાલે સક્રિય થશે સિસ્ટમ: ઉ.ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ
પોલીસ સકંજામાં રહેલા આ બંન્ને આરોપીઓના નામ ફૈઝાન પઠાણ અને મંજુર છે..આ બંન્ને આરોપીઓની ગાયકવાડ હવેલી પોલીસએ ધરપકડ કરી છે. આરોપીઓ અન્ય બે આરોપીઓ સાથે મળીને ગીતામંદીર બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતી ખાનગી બસચાલકના સંચાલક પાસે ખંડણી માંગી હતી અને ખંડણી આપવાની ના પાડતા તેને માર મારીને સોનાની ચેઇન તેમજ રોકડ રૂપીયા 9 હજાર પડાવી લીધા હતાં. આ ગેંગનો મુખ્ય આરોપી શરીફખાન પઠાણ છે. જેની સામે અગાઉ પણ અનેક ગુના દાખલ થઇ ચુક્યા છે. હાલમાં તે ગુજસીટોકના ગુનામાં જામીન પર છુટ્યો છે. જ્યારે ફૈઝાન શરીફખાનનો પુત્ર છે.
'દિલ્હી કા બટર ચિકન, કાશ્મીર કી વાઝવાન બિરયાની', હવે આપણા રાજકોટમાં મળશે! આ જાહેરાત
ફરીયાદી સોહેબ સંધિ ઉત્તમનગર નિકોલ રોડ પર શ્યામ ટ્રાવેલર્સ નામથી ભાગીદારીમાં ટ્રાવેલર્સ એજન્સી ધરાવે છે. જેની ત્રણ લક્ઝરી બસ ઉત્તમનગરથી ગીતામંદિર થઇ વિસાવદર આવતી જતી હોય છે. એટલે શરીફખાનએ તેને કહ્યું હતું તમારે તમારી લક્ઝરી બસ અહીંથી પસાર કરવી હોય તો મને રોજનું ભરણ આપવું પડશે. નહીં તો તમારી ગાડીને અહીંથી પસાર થવા દઇશું નહીં. આમ 29 એપ્રિલના દિવસે રાબેતા મુજબ ફરીયાદીની લકઝરી બસ ગીતામંદિર ખાતે પેસેન્જર લેવા માટે ઉભી હતી.
નિવૃત્તિ પછી EPFO તરફથી કેટલું મળશે પેન્શન? આ ફોર્મૂલાથી જાતે કરી શકો છો ગણતરી
આ સમયે શરીફખાનનો દીકરો ફૈઝાન અને મંજુર બંન્ને આવીને ફરીયાદી પાસે બોલાચાલી ઝઘડો કર્યો હતો. અને ભરણ માંગીને માર મારવા લાગ્યા હતાં. જ્યારે શરીફખાન છરી લઇને આવી ફરીયાદીને છરીના બે ઘા મારી દીધા હતાં. એટલું જ નહીં ગળામાં પહેરેલ સોનાની ચેઇન તેમજ રૂપીયા 9 હજાર કાઢીને ચારેય આરોપીઓ ફરાર થઇ ગયાં હતાં. આરોપી શરીફખાન પઠાણ ગીતામંદિરથી બેસતા પેસેન્જર દીઠ રૂપીયા 200ની માંગણી કરતો હતો. હાલમાં પોલીસએ ચારેય આરોપીઓ વિરુ્દધ ગુનો દાખલ કરીને બે આરોપીઓની ધરપકડ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
માત્ર 7 રૂપિયાની બચતથી મળશે 5000 રૂપિયાનું માસિક પેન્શન, જાણો આ યોજના વિશે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે