Home> Gujarat
Advertisement
Prev
Next

આવા મિત્રો! પૈસાની લેતી દેતીમાં મિત્રોએ ભેગા થઈને સગીર મિત્રનું કર્યું અપહરણ, પછી રાજસ્થાન લઈ ગયા...

પૈસાની લેતી દેતીમાં મિત્રોએ ભેગા મળીને સગીર મિત્રનું અપહરણ કર્યું..અપહરણ કર્યા બાદ મિત્રો સગીરને લઇને રાજસ્થાન પહોચ્યાં..જો કે મામાને રૂપીયા આપીને આંગડિયા પેઢીમાં મોકલ્યા બાદ સગીરનો કોઇ પત્તો ના લાગતા સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી અને પોલીસએ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગણતરીની કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓેને ઝડપી લીધા છે.

આવા મિત્રો! પૈસાની લેતી દેતીમાં મિત્રોએ ભેગા થઈને સગીર મિત્રનું કર્યું અપહરણ, પછી રાજસ્થાન લઈ ગયા...

ઉદય રંજન/અમદાવાદ: શહેરના ગુજરાત યુનીવર્સિટી ત્રણ રસ્તા પાસેથી સગીરનું અપહરણ થયું હોવાની ફરીયાદ મળતા જ પોલીસ દોડતી થઇ ગઇ હતી. અને ટેકનિકલ સર્વેલન્સથી અપહરણકર્તાઓને પકડવા માટે અલગ અલગ ટીમો કામે લગાડવામાં આવી હતી. જેમાં સફળતા મળતા જ ગણતરીના કલાકોમાં જ પોલીસએ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

fallbacks

કાલે સક્રિય થશે સિસ્ટમ: ઉ.ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ અને ભોગ બનનાર સગીર મિત્રો જ હતાં. સગીરએ આરોપીઓ પાસેથી કૂલ મળીને 9 લાખ 40 હજાર ઉછીના લીધા હતાં. જે રૂપીયા ઓનલાઇન પરત આપવા માટેની વાતચીત થઇ હતી. પરંતુ સગીરએ રૂપીયા પરત ના આપતાં તે મેળવવા માટે સગીરનું અપહરણ કરવામાં આવ્યું હતું. અને તેને રાજસ્થાનના નાગોર જીલ્લાના ખીવસેર ગામ ખાતે લઇ ગયા હતાં. જ્યાંથી પરત અમદાવાદ આવતા જ પોલીસએ તેઓને ઝડપી પાડ્યાં છે. 

'દિલ્હી કા બટર ચિકન, કાશ્મીર કી વાઝવાન બિરયાની', હવે આપણા રાજકોટમાં મળશે! આ જાહેરાત

પોલીસએ જયકિશન ચૌધરી, મેહુલ ભરવાડ અને પૃથ્વી વાઘેલા નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરીને ગુનામાં ઉપયોગમાં લેવાયેલ ગાડી પણ કબ્જે કરી છે. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે સગીરએ જયકિશન પાસેથી 5 લાખ, મેહુલ પાસેથી 4 લાખ અને પૃથ્વી પાસેતી 40 હજાર રૂપીયા એમ કૂલ 9 લાખ 40 હજાર ઉછીના લીધા હતાં. જ્યારે સગીરએ આ રૂપીયા હર્ષ નામના યુવકને આપ્યા હતાં. જેણે સગીરને ઉંચો નફો કમાવી આપવાની લાલચ આપીને રૂપીયા મેળવ્યા હોવાનું સામે આવ્યું છે. 

નિવૃત્તિ પછી EPFO તરફથી કેટલું મળશે પેન્શન? આ ફોર્મૂલાથી જાતે કરી શકો છો ગણતરી

સગીર તેના મામા સાથે ગુજરાત યુનિ. ત્રણ રસ્તા પાસે ગયો હતો. જ્યાં તેણે તેના મામાને હર્ષ નામના યુવકને આંગડિયું કરવા માટે મોકલ્યા હતાં. જો કે જ્યારે તે પરત આવ્યા ત્યારે સગીર ત્યાં મળી આવ્યો ના હતો. અને તેનો ફોન પણ સ્વીચઓફ આવતો હતો. જેથી આ બાબતની જાણ તાત્કાલિક ગુજરાત યુનિવર્સિટી પોલીસને કરવામાં આવી હતી. 

'31 મે સુધી બેંક એકાઉન્ટમાં 500 રૂપિયા રાખવા જરૂરી, બાકી 4 લાખનું થશે નુકસાન'

પકડાયેલ આરોપીમાંથી જયકિશન મોબાઇલની દુકાન ધરાવે છે, મેહુલ ડ્રાઇવીંગનું કામકાજ અને પૃથ્વી ડીલવરી બોય તરીકે કામ કરે છે. આરોપી અને સગીર જીમમાં સાથે જતા હોવાથી મિત્રતા બંધાઇ હતી. જો કે તેણે હર્ષને ક્યા કારણોસર રૂપીયા આપ્યા હતાં. અને હર્ષ કોણ છે તે અંગે પોલીસએ વધુ તપાસ શરૂ કરી છે. હાલમાં પોલીસએ આરોપીઓની પૂછપરછ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More