Home> Gujarat
Advertisement
Prev
Next

વધુ એક પરિવારનો માળો વિખેરાયો, બગોદરામાં સામુહિક આપઘાતમાં 5 સભ્યો મોતને ભેટ્યા

Mass Suicide : એક જ પરિવારના પાંચ સભ્યનો સામૂહિક આપઘાત. મૂળ ધોળકાના રિક્ષાચાલક પરિવારે ઝેરી દવા ગટગટાવી; પતિ-પત્ની અને 3 બાળક મોતને ભેટ્યા, પોલીસ કાફલો ઘટનાસ્થળે

વધુ એક પરિવારનો માળો વિખેરાયો, બગોદરામાં સામુહિક આપઘાતમાં 5 સભ્યો મોતને ભેટ્યા

Ahmedabad New : અમદાવાદ પાસે આવેલ બગોદરામાં સામુહિક આપઘાતનો બનાવ બન્યો છે. ભાડાના મકાનમાં રહેતા રીક્ષાચાલક પરિવારના પાંચ સભ્યોએ મોત વ્હાલુ કર્યું છે. એક પરિવારના પાંચ સભ્યોએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી પ્રવાહી/પદાર્થ પીને આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તારણ છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 

fallbacks

મૃતકોના નામ 
1. વિપુલભાઈ કાનજીભાઈ વાઘેલા, ઉંમર 34 વર્ષ, પતિ 
2. સોનલબેન વિપુલભાઈ વાઘેલા, ઉંમર 26 વર્ષ, પત્ની
3. કરીના વિપુલભાઈ વાઘેલા, ઉંમર 11 વર્ષ, દીકરી 
4. મયુર વિપુલભાઈ વાઘેલા, ઉંમર 8 વર્ષ, દીકરો 
5. પ્રિન્સિ વિપુલભાઈ વાઘેલા, ઉમર 5 વર્ષ, દીકરી  

મૃતક પરિવાર ધોળકાના બારાકોઠા ગામનો રહેવાસી હતો. જે હાલ બગોદરા બસ સ્ટેન્ડ પાસે ભાડાના મકાનમાં રહેતો હતો. પરિવારે કયા કારણોસર આ પગલુ ભર્યુ તે હજી સામે આવ્યું નથી. પરંતુ સવારે આખો પરિવાર ખાટલામાં ઝેરી દવા પીને મૃત હાલમાં મળી આવ્યો હતો. 

 

 

ઘટનાની જાણ થતા જ બગોદરા પોલીસ અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક પહોંચી હતી. જેમાં તપાસ કરતા તમામ મૃત મળી આવ્યા હતા. હાલ તમામના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે બગોદરા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે. અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 

જુલાઈ-ઓગસ્ટ માટે અંબાલાલ પટેલની આગાહી ; આ તારીખથી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે

મૃતક વિપુલભાઈના સાળાએ માહિતી આપતા જણાવ્યું કે, અમને રાતે જાણ થતાં અમે સ્થળ પર પહોંચ્યા હતા. વિપુલભાઈ અને અન્ય સભ્યો જમીન પર પડેલા હતા અને ઊલટીઓ કરેલી હાલત હતી. રાતે સ્થળ પર તપાસ કરતા મૃત જણાઈ આવતા સોલા સિવિલ લાવ્યા હતા. વિપુલભાઈ મૂળ ધોળકાના અને બગોદરા ખાતે ભાડાના મકાનમાં રહીને રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતા હતા. હપ્તે રીક્ષા લીધી હતી, જેનું પ્રેશર હોવાથી આ પગલુ ભર્યુ હોવાનો અંદાજ છે. રીક્ષા બાબતે ઉઘરાણીઓ પણ ચાલતી હતી. 

પરિવારના ભોજનમાં દવા કોણે ભેળવી તે અંગે તપાસ થઈ રહી છે. 5 મહિના પહેલા જ આ પરિવાર બગોદરા રહેવા આવ્યો હતો અને બાદમાં રીક્ષા ફાઇનાન્સ પર લીધી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More