Home remedies for Open Pores: ત્વચા પર રહેલા રોમ છિદ્રો ત્વચાને શ્વાસ લેવામાં મદદ કરે છે. રોમ છિદ્રોના માધ્યમથી શરીરનું તેલ બહાર નીકળે છે અને ત્વચાને ઠંડક પણ મળે છે. પરંતુ જો આ રોમ છિદ્રો મોટા થવા લાગે તો ત્વચા પર ખાડા પડી ગયા હોય તેવું દેખાય છે. એક્ને અને હેર ફોલિકલ્સના કારણે પણ પોર્સ મોટા થવા લાગે છે. આ પોર્સ જો મોટા હોય તો ત્વચા ખરાબ દેખાય છે. ઓપન પોર્સને દુર કરી ત્વચાનું ટેક્સચર નેચરલી સુધારવા માટે અજમાવેલો નુસખો આજે તમને જણાવીએ.
ઓપન પોર્સ માટે ઘરેલુ ઉપાય
આ પણ વાંચો: Lauki Barfi: દૂધીમાંથી બનાવો સ્વાદિષ્ટ બરફી, દૂધી નહીં ભાવતી હોય તે પણ બે હાથે ખાશે
1. ચહેરા પર દેખાતા ઓપન પોર્સ ઓછા કરવા માટે મુલ્તાની માટીનો ફેસ પેક બનાવવાનો છે. આ ફેસ પેકનો યુઝ કરવાથી ઓપન પોર્સ ઓછા થવા લાગે છે. આ ફેસ પેક બનાવવા માટે એક વાટકીમાં 1 ચમચી મુલતાની માટી, ચંદન પાવડર, એલોવેરા જેલ મિક્સ કરો. આ વસ્તુમાં ગુલાબજળ મિક્સ કરી સ્કિન પર અપ્લાય કરો. આ પેકને ચહેરા પર 15 થી 20 મિનિટ લગાવો અને પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરો. સપ્તાહમાં 3 વખત આ પેકનો યુઝ કરવાથી ઓપન પોર્સ બંધ થવા લાગશે.
આ પણ વાંચો: Cucumber Drink: રોજ 1 ગ્લાસ આ ગ્રીન જ્યુસ પીવાનું રાખો, સ્કિન પર વધશે નેચરલ ગ્લો
2. ઓપન પોર્સ બંધ કરવા માટે ચણાનો લોટ, દહીં અને ઓલિવ ઓઈલ પણ ઉપયોગી સાબિત થઈ શકે છે. તેના માટે આ વસ્તુઓને બાઉલમાં મિક્સ કરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને સ્કિન પર 10 મિનિટ માટે લગાવો. આ પેસ્ટ યુઝ કરવાથી સ્કિન ટાઈટ થવા લાગશે.
3. ટમેટાની પેસ્ટ લગાડવાથી પણ ઓપન પોર્સ ઓછા થઈ શકે છે. ટમેટામાં સ્કિન ટાઈટનિંગ ગુણ હોય છે જે સ્કિનના ખાડા ઓછા કરે છે અને સ્કિનને ટાઈટ કરે છે. ટમેટાની પેસ્ટ બનાવી તેને સ્કિન પર અપ્લાય કરો અને 15 મિનિટ પછી ફેસ વોશ કરો.
આ પણ વાંચો: સાથળની ચરબીને ટાર્ગેટ કરતી 2 કસરત, રોજ 10 મિનિટ કરવાથી થોડા જ દિવસોમાં દેખાશે ફરક
4. ઓપન પોર્સ માટે મધ પણ ફાયદાકારક છે. ચહેરાને પહેલા પાણી વડે ભીનો કરી લો અને પછી સ્કિન પર મધ અપ્લાય કરો. થોડી મિનિટ મધ રાખો અને પછી સ્કિન સાફ કરી લો.
5. ઓટ્સનું માસ્ક પણ સ્કિનને ફાયદો કરે છે. એન્ટી ઈંફ્લેમેટરી ગુણથી ભરપુર ઓટ્સ સ્કિનને લાભ કરે છે. ઓટ્સને પીસી પાણી ઉમેરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને સ્કિન પર લગાડો. 10 થી 15 મિનિટ પછી ચહેરો પાણીથી સાફ કરો. આ પેસ્ટને સપ્તાહમાં 1 વાર જ લગાડવી.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે