મૌલિક ધામેચા/અમદાવાદ : ભારતમાંથી વિદેશમાં ડ્રગ્સને પાર્સલ થકી થતું હેરાફેરીનો ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગના જોઇન્ટ ઓપરેશનથી ફરી એક વખત મોટા પ્રમાણમાં ડ્રગ્સની હેરાફેરી થતી અટકાવવામાં આવી છે. કરોડો રૂપિયાના કેટામાઈન હાઇડ્રોક્લોરાઇડ ડ્રગ્સનું પાર્સલ કસ્ટમ ફોરેન પોસ્ટ ઓફિસ શાહીબાગ ખાતેથી કબજે કરવામાં આવ્યુ છે.
રાહતનો શ્વાસ લો તેવા સમાચાર, જલ્દી જ ગુજરાતમાંથી ગાયબ થઈ જશે ગરમી
ક્રાઇમ બ્રાન્ચે જે કેટામાઇન હાઈડ્રોકલોરાઈડ ડ્રગ્સ પડકયું છે. આ ડ્રગ્સનો ઉપયોગ યુવાનો ઝડપી નશો કરવા માટે અને ખાસ કરી રેવ પાર્ટીઓમા થતો હોય છે. સાથે જ વિદેશમાં સૌથી વધુ આવા ડ્રગ્સની માંગ હોવાથી તેની હવે ગુજરાતમાંથી હેરાફેરી કરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પહેલીવાર ગુજરાતમાંથી મોટા પ્રમાણમાં કેટામાઇન હાઈડ્રોકલોરાઈડ ડ્રગ્સ જથ્થો પકડાયો છે. શહેર ક્રાઇમ બ્રાંચને એક બાતમી મળી હતી. જેના આધારે ક્રાઇમ બ્રાંચ અને કસ્ટમ વિભાગ જોઈન્ટ ઓપરેશન હાથ ધરી અમદાવાદમાંથી 2.95 કરોડ રૂપિયાનું ડ્રગ્સનો જથ્થો પકડ્યો છે.
ગોંડલ ભડભડ ભડકે બળતું હશે અને ફાયર ઓફીસર ધાબે બેઠા બેઠા ખજુર ખાતા હશે
ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ હકીકત મળી હતી કે, ડ્રગ્સની હેરાફેરી કસ્ટમના પાર્સલ થકી થાય છે. જેને પગલે ક્રાઈમ બ્રાન્ચે આ પાર્સલ કસ્ટમ વિભાગના અધિકારીઓને હોલ્ટ કરાવ્યું હતું. કસ્ટમ ફોરેન પોસ્ટ શાહીબાગ ઓફિસ ખાતે તપાસ કરતા કોસ્મેટિક સાધનો, મરી મસાલા અને કપડાની આડમાં ડ્રગ્સની હેરાફેરી થતું હોવાનું જાણવા મળ્યું હતું. એટલું જ નહીં આ પાર્સલ માં ચૂર્ણના 2 પ્લાસ્ટિકના ડબ્બા જેનું વજન 590 ગ્રામ જેટલું હતું તેની પર શંકા જતા FSLમાં તેનું પૃથ્થકરણ પણ ક્રાઇમ બ્રાન્ચે કરાવ્યું. જે અંગે FSLના પ્રાથમિક રિપોર્ટમાં સામે આવ્યું કે આ ડ્રગ્સ કેટામાઈન હાઇડ્રોક્લોરાઇડ છે..જે ડ્રગ્સ રાજસ્થાન પુષ્કરમાંથી સોનુ ગોયલ નામના શખ્સે પાર્સલ મોકલ્યું હતું. જે નવસારીથી USA મોકલવાનું હતું. પરતું ક્રાઇમ બ્રાંચની ટીમને આ અંગે માહિતી મળતા પાર્સલને અટકાવી કસ્ટમના અધિકારીને ડ્રગ્સ હોવાની માહિતીથી વાકેફ કરી તપાસ શરૂ કરી.
મોંઘવારી કોરોના મહામારી કરતા પણ ખરાબ છે... કહેતા રડી પડ્યા અમદાવાદના ગૃહિણી
ક્રાઇમ બ્રાંચની ટીમે ડ્રગ્સ સપ્લાય કરનાર સોનુ ગોયલની પકડી લઈ ડ્રગ્સ માફિયાઓ સુધી પહોંચવા કવાયત હાથ ધરી છે. ત્યારે પ્રાથમિક તપાસમાં પાર્સલ થકી અનેક વખત ડ્રગ્સ વિદેશ પહોંચ્યું હોવાની આશંકા છે. જે દિશામ ક્રાઇમ બ્રાંચે અગાઉ ગયેલા પાર્સલના ડેટાના આધારે તપાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છેકે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સતર્કતાથી ભારતમાંથી વિદેશમાં મોકલાતા માદક પદાર્થના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ થયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે