Home> Sports
Advertisement
Prev
Next

IPL Match Fixing: ફરી એકવાર વિવાદોમાં ઘેરાઈ IPL સીઝન, મેચ ફિક્સિંગ મામલે CBI એ ત્રણ લોકોની કરી ધરપકડ

IPL Match Fixing: આઇપીએલ સીઝન 15 ની વચ્ચે એક ચોંકાવનારી વાત સામે આવી છે. તમને જણાવી દઈએ કે, સીબીઆઇએ મેચ ફિક્સિંગના આરોપમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે. 

IPL Match Fixing: ફરી એકવાર વિવાદોમાં ઘેરાઈ IPL સીઝન, મેચ ફિક્સિંગ મામલે CBI એ ત્રણ લોકોની કરી ધરપકડ

IPL Match Fixing: દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ આઇપીએલ હંમેશા વિવાદોથી ઘેરાયેલી રહે છે. ખાસ કરીને આઇપીએલમાં મેચ ફિક્સિંગને લઇને આઇપીએલ હંમેશા ચર્ચામાં રહે છે. હવે આઇપીએલ સીઝન 15 ની વચ્ચે એક ચોંકાવનારી વાત સામે આવી છે. તમને જણાવી દઈએ કે, સીબીઆઇએ મેચ ફિક્સિંગના આરોપમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે.

fallbacks

સમાચાર આ પણ સામે આવ્યા છે કે, મેચ ફિક્સિંગ કરનારાઓનું પાકિસ્તાન સાથે પણ કનેક્શન છે. જાણકારી મળી છે કે, આ લોકોને પાકિસ્તાનમાંથી આઇપીએલ મેચ ફિક્સ કરવાના ઇનપુટ મળે છે. આઇપીએલ વચ્ચે આ સમાચારે સૌ કોઇને ચોંકાવી દીધા છે. કેમ કે, આ લીગ પર વારંવાર ફિક્સિંગને લઇને આરોપ લાગ્યા છે. ઘણી વખત આઇપીએલમાં પહેલા પણ ખેલાડીઓ અને ટીમોને ફિક્સિંગના આરોપમાં બેન કરવામાં આવી છે. આ પહેલા પણ 2013 માં આઇપીએલ ફિક્સિંગનો કાળો ડાઘ લાગ્યો હતો. ત્યારે બીસીસીઆઇએ એક સાથે ત્રણ ખેલાડીઓને બેન કર્યા હતા.

આઇપીએલની ટીમ રાજસ્થાન રોયલ્સના ખેલાડી શ્રીસંત, અંકિત ચૌહાણ અને અજિત ચંદીલાની આઇપીએલ મેચમાં સ્પોટ ફિક્સિંગના આરોપામાં ઘરપકડ કરવામાં આવી હતી. તેમની સાથે વિંદૂ દારા સિંહ અને મયપ્પન પર સ્પોટ ફિક્સિંગ માટે બુકીઓ સાથે સંપર્કના આરોપ લાગ્યા હતા. જે બાદ મુંબઇ પોલીસે બંનેની ધરપકડ કરી હતી. બાદમાં અંકિત અને અજિતને લાઈફટાઈમ માટે ક્રિકેટથી બેન કરવામાં આવ્યા હતા. પરંતુ શ્રીસંતને 7 વર્ષ બાદ બેન હટાવી મુક્ત કરવામાં આવ્યો હતો.

જો કે, આ ખેલાડીએ બાદમાં રિટાયરમેન્ટ લઇ લીધું છે. તે સમયે રાજસ્થાન રોયલ્સને તપાસ સુધી સસ્પેન્ડ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે દાવો કર્યો છે કે શ્રીસંત અને ચૌહાણે સ્પોટ ફિક્સિંગમાં સામેલ થવાની વાત સ્વીકારી લીધી છે. આવો જ આરોપ સીએસકેની ટીમ પર પણ લાગ્યો હતો જે બાદ તેમને પણ આઇપીએલમાંથી સસ્પેન્ડ કરવામાં આવી હતી. આ બંને ટીમ બે વર્ષ માટે બેન કરવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More