રવિ અગ્રવાલ, વડોદરાઃ વડોદરામાં ગંદી હરકત કરનાર એક મૌલાના ઝડપાયો છે. સામે આવેલા સીસીટીવી પ્રમાણે મૌલાના રસ્તા પર પસાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક રોકાઈ જાય છે અને ઘરની દીવાલ પાસે મોબાઈલ રાખીને કંઈક કરી રહ્યો છે. તમે વિચારશો આ વ્યક્તિ કરી શું રહ્યો છે. આ નરાધમ વ્યક્તિ બીજુ કઈ નહીં બાથરૂમમાં નહાતી મહિલાનો વીડિયો બનાવી રહ્યો છે.
સંસ્કારીનગરીમાં ગંદી હરકત કરનાર આ કોઈ બીજું નહીં પવિત્ર ઈસ્લામના પાઠ ભણાવનારો મૌલાના છે. ઇસ્લામ ધર્મમાં એક મૌલવીનું આગવું મહત્વ હોય છે. મૌલવીનું કામ સમાજને ધાર્મિક માર્ગદર્શન આપવું, સમાજના લોકોને ઇસ્લામના પવિત્ર વિચારોથી અવગત કરાવવાનું હોય છે. પરંતુ કલ્યાણનગરમાં રહેતા મૌલાના હારુન હાફિઝ પઠાણ એવી ગંદી હરકત કરીને આખા સમાજને બદનામ કર્યો છે.
આખી ઘટનાની વાત કરીએ તો, ફતેગંજની 28 વર્ષીય મહિલા બાથરૂમમાં ન્હાવા ગઈ હતી. સાસુ ઘરમાં નમાજ અદા કરી રહ્યા હતા. નહાતા સમયે મહિલાએ અચાનક મોબાઈલ જોયો. બાથરૂમની બારીમાંથી કોઈ વીડિયો બનાવી રહ્યુ હતુ. મહિલાએ સાસુને બુમ પાડતા એ નરાધમ ભાગી ગયો હતો.
આ પણ વાંચોઃ ખેડૂતો ઉનાળામાં બસ આ બાબતોનું રાખે ધ્યાન, પાકને નહીં થાય નુકસાન
વીડિયો બનાવનાર મૌલાના જ હોવાનો મહિલાએ દાવો કરતા કોઈ તે માનવા તૈયાર નહોતું, પરંતુ જ્યારે CCTV ચેક કરાયા ત્યારે મૌલાના હારુન હાફિઝ પઠાણનો ગંદો ચહેરો લોકોની સામે આવી ગયો હતો.
હવસખોર મૌલાના સામે મહિલાએ ફરિયાદ નોંધાવતા હરકતમાં આવેલી સયાજીગંજ પોલીસે મૌલાના હારૂન પઠાણની ધરપકડ કરી લીધી છે. પોલીસે નરાધમ મૌલાના પાસેથી મોબાઈલ તો કબજે લીધો છે, પરંતુ મોબાઈલમાં કોઈ આપત્તિજનક વીડિયો મળ્યા નથી. પોલીસને શંકા છે આરોપીએ વીડિયો ડિલીટ કરી દીધા છે.
ઈસ્લામના નામે કલંક સમાન આ મૌલાના હવસનો પુજારી છે. તેણે ઘણી મહિલાઓના આવા વીડિયો બનાવ્યા હોય શકે છે. ત્યારે હવે મૌલાનાના ફોનની તપાસમાં વધુ ખુલાસા થઈ શકે છે. ઈસ્લામના પાઠ ભણાવનારો મૌલાના આવી હરકત કરે તે બિલકુલ યોગ્ય નથી, ત્યારે આવા હવસખોર મૌલાના સામે કડક કાર્યવાહી થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે