Home> Sports
Advertisement
Prev
Next

હારના દુ:ખ વચ્ચે પાકિસ્તાનની ટીમને ICCએ આપી મોટી સજા, જાણો શું છે સમગ્ર મામલો

Pakistan Cricket : પાકિસ્તાની ટીમને ન્યૂઝીલેન્ડના T-20 પ્રવાસ બાદ વનડે શ્રેણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ફરી પાકિસ્તાની ટીમને મોટો ઝટકો આપ્યો છે. મોહમ્મદ રિઝવાનની આગેવાની હેઠળની પાકિસ્તાની ટીમને દંડ ફટકારવામાં આવ્યો છે.

હારના દુ:ખ વચ્ચે પાકિસ્તાનની ટીમને ICCએ આપી મોટી સજા, જાણો શું છે સમગ્ર મામલો

Pakistan Cricket : ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર પાકિસ્તાની ક્રિકેટ ટીમનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું હતું. પાકિસ્તાનને પ્રથમ પાંચ મેચની T20 શ્રેણીમાં 1-4થી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારપછી પાકિસ્તાનને ન્યૂઝીલેન્ડના સામે વનડે શ્રેણીમાં 0-3થી હાર મળી હતી. તાજેતરની ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ પાકિસ્તાનનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું.

fallbacks

પાકિસ્તાની ટીમ સામે ICCની કાર્યવાહી

હવે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ પાકિસ્તાની ટીમને ફરી એક મોટો ઝટકો આપ્યો છે. મોહમ્મદ રિઝવાનની આગેવાની હેઠળની પાકિસ્તાની ટીમને ધીમી ઓવર રેટ માટે મેચ ફીના 5 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડ એટલા માટે લગાવવામાં આવ્યો છે કારણ કે માઉન્ટ મૌનગાનુઈમાં ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી ત્રીજી ODIમાં પાકિસ્તાની ટીમે નિર્ધારિત સમયમાં એક ઓવર ઓછી ફેંકી હતી.

પિતા કરતા હતા દરજીકામ, બે ટંક ખાવાના પણ હતા ફાંફાં...આ ગરીબ છોકરાનું બદલાયું ભાગ્ય

નોંધનીય છે કે ખેલાડીઓ અને ખેલાડીઓના સપોર્ટ સ્ટાફ માટે ધીમી ઓવર રેટ સાથે સંબંધિત ICC આચાર સંહિતાની કલમ 2.22 મુજબ, નિર્ધારિત સમયમાં ઓવર પૂરી ન કરવા બદલ પ્રતિ ઓવર મેચ ફીના 5 ટકાનો દંડ કરવામાં આવે છે. રિઝવાન બ્રિગેડે નિર્ધારિત સમયમાં એક ઓવર ઓછી ફેંકી હોવાથી આ સજા આપવામાં આવી છે. મેચ રેફરી જેફ ક્રોએ પાકિસ્તાની ટીમને દંડ ફટકાર્યો હતો.

 

પાકિસ્તાનના કેપ્ટન મોહમ્મદ રિઝવાને આરોપો સ્વીકારી લીધા છે, જેનો અર્થ છે કે વધારાની સુનાવણીની જરૂર નથી. મેદાન પરના અમ્પાયરો ક્રિસ બ્રાઉન અને પોલ રાઈફલ, થર્ડ અમ્પાયર માઈકલ ગફ અને ફોર્થ અમ્પાયર વેઈન નાઈટ્સે ધીમી ઓવર રેટનો આરોપ મૂક્યો હતો.

કાવ્યા મારનને લાગ્યો રૂપિયા 28 કરોડનો ચૂનો...આ 2 ખેલાડી વિલન સાબિત થયા

પ્રથમ બે ODI મેચમાં પણ ફટકાર્યો હતો દંડ

ICCએ પ્રથમ બે ODI મેચ દરમિયાન ધીમી ઓવર રેટ માટે પાકિસ્તાની ક્રિકેટ ટીમને દંડ ફટકાર્યો હતો. મતલબ કે એક રીતે પાકિસ્તાની ટીમે દંડની બાબતમાં હેટ્રિક ફટકારી છે. મેદાન પર કારમી હારની સાથે જ પાકિસ્તાની ટીમને ICC તરફથી પણ આંચકાનો સામનો કરવો પડી રહ્યો છે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પાકિસ્તાની ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. ટુર્નામેન્ટની યજમાન પાકિસ્તાની ટીમ તેના ગ્રુપમાં સૌથી છેલ્લે રહી હતી. ન્યૂઝીલેન્ડે ઓપનિંગ મેચમાં પાકિસ્તાનને 60 રનથી હરાવ્યું હતું. ત્યાર બાદ ભારત સામે તેને 6 વિકેટે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે તેની બાંગ્લાદેશ સાથેની મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. પાકિસ્તાનની ટીમ છેલ્લી 10 મેચમાંથી 8 હારી છે અને માત્ર એક મેચ જીતી શકી છે. જ્યારે એક મેચ અનર્ણિત રહી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More