Home> Gujarat
Advertisement
Prev
Next

રાજ્યભરના MBBS ઇન્ટર્ન તબીબો સરકાર સામે લડી લેવાના મૂડમાં, આજથી હડતાળ પર

રાજ્યની તમામ સરકારી, GMERS ઇન્ટર્ન તબીબો કામકાજથી અળગા થશે. અંદાજે 2,000 જેટલા ઇન્ટર્ન તબીબો હડતાળ પર ઉતરતા કોવિડ હોસ્પિટલમાં મુશ્કેલી ઉભી થઈ શકે છે. ઇન્ટર્ન તબીબોની માંગ રાજ્ય સરકારે હજુ સુધી ના સ્વીકારતા ઇન્ટર્ન તબીબો લડી લેવાના મૂડમાં છે.

રાજ્યભરના MBBS ઇન્ટર્ન તબીબો સરકાર સામે લડી લેવાના મૂડમાં, આજથી હડતાળ પર

અતુલ તિવારી/ અમદાવાદ: રાજ્યની તમામ સરકારી, GMERS ઇન્ટર્ન તબીબો કામકાજથી અળગા થશે. અંદાજે 2,000 જેટલા ઇન્ટર્ન તબીબો હડતાળ પર ઉતરતા કોવિડ હોસ્પિટલમાં મુશ્કેલી ઉભી થઈ શકે છે. ઇન્ટર્ન તબીબોની માંગ રાજ્ય સરકારે હજુ સુધી ના સ્વીકારતા ઇન્ટર્ન તબીબો લડી લેવાના મૂડમાં છે.

fallbacks

આ પણ વાંચો:- 15 ડિસેમ્બરે PM નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે, અહીં નાખશે ડિસેલીનેશન પ્લાન્ટનો પાયો

હાલ મળતા સ્ટાઈપેન્ડમાં વધારો, કોવિડ ડ્યુટી બદલ ઈનસેન્ટિવની માગ સાથે ઇન્ટર્ન તબીબો અનેકવાર રજુઆત કરી ચુક્યા છે. એપ્રિલ મહિનાથી અત્યાર સુધી બજાવેલી ફરજના સમયગાળાને બોન્ડ સમયગાળામાં 1:1 ગણીને ઇન્ટર્નશીપ પૂર્ણ થયે તમામ ઇન્ટર્ન તબીબોને બોન્ડ મુક્ત ગણવાની માંગ કરાઈ રહી છે. ઇન્ટર્ન તબીબોની ઇન્ટર્નશીપ ફેબ્રુઆરી મહિનામાં પૂર્ણ થઈ રહી છે.

આ પણ વાંચો:- સામાન્ય ઝઘડો બન્યો હિંસક, પત્નીની લાશ કોથળામાં પેક કરી રાત વિતાવી અને પછી...

હાલ MBBS ઇન્ટર્ન ડોક્ટરોને સ્ટાઈપેન્ડ પેટે 12,800 રૂપિયા આપવામાં આવે છે જે વધારીને 20,000 કરવા માંગ થઈ રહી છે. સ્ટાઈપેન્ડમાં વધારો એપ્રિલ 2020થી સ્વીકારી બાકીની રકમ સરકાર એરિયર્સરૂપે આપે. કોવિડમાં બજાવેલી ફરજના ભાગરૂપે પ્રોત્સાહિત માનદ મહેનતાણું ઓછામાં ઓછું પ્રતિદિન 1 હજાર લેખે આપવામાં આવે તેવી ઇન્ટર્ન તબીબોએ માંગ કરી છે.

આ પણ વાંચો:- ગઢડા સ્વામીનારાયણ મંદિર વિવાદ: હું જ ચેરમેન છું, એસ પી સ્વામી માત્ર એક કોમન મેન છે: હરિજીવન સ્વામી

રાજ્ય સરકારે હજુ સુધી ઇન્ટર્ન તબીબોની એકપણ માંગ ના સ્વીકારતા આજથી કોવિડ તેમજ નોન કોવિડ સહિત તમામ પ્રકારની ડ્યુટીથી અળગા થશે. ઇન્ટર્ન તબીબો ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, આરોગ્ય સચિવ, આરોગ્ય કમિશનર, ડીન સહિત અધિકારીઓને રૂબરૂ તેમજ લેખિતમાં અનેકવાર રજૂઆત કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More