Home> Health
Advertisement
Prev
Next

શિયાળામાં સતાવે છે Skin Problems?, તો ખાસ અપનાવો આ ઉપાય

ઠંડીમાં જો તમે અહીં જણાવેલા ઉપાય અપનાવશો તો આખો શિયાળો તમને સ્કીન પ્રોબ્લેમ્સ નહીં થાય. 

શિયાળામાં સતાવે છે Skin Problems?, તો ખાસ અપનાવો આ ઉપાય

હીના ચૌહાણ, અમદાવાદ: શિયાળામાં સ્કીનની દેખભાળ માટે અનેક ઘરેલું ઉપાયો છે. ઘરેલું ઉપાયથી જ તમે સ્કીનને એકદમ ચમકદાર રાખી શકો છો. પાણી સ્કીન માટે સૌથી ઉત્તમ ઉપાય છે, જેટલું  વધારે પાણી પીશો તેટલી જ સ્કીન સારી થશે.

fallbacks

શિયાળાની ઋતુમાં સ્કીનની સંભાળ રાખવી ખૂબ જરૂરી છે. કેમ કે શિયાળાની ઠંડીમાં લગભગ દરેક લોકોની સ્કીન ડ્રાય થઈ જાય છે. સ્કીન ફાટી જાય છે. અને તેના માટે લોકો અનેક પ્રોડક્સનો ઉપયોગ કરતાં હોય છે. ખાસ શિયાળામાં લોકો મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરે છે અને તેનાથી સ્કીન પણ સારી રહે છે. પણ એવા ઘણા ઘરેલું ઉપાયો છે જેનાથી તમે સ્કીનની સંભાળ રાખી શકો છો.

કોરોનાને હરાવી ચૂકેલા દર્દીઓ પર હવે નવી જીવલેણ બીમારીનું જોખમ, 2 લોકોના મૃત્યુ

સ્કીન કેર માટેના ઉત્તમ ઘરેલું ઉપાયો
શિયાળામાં લોકો ખાસ કરીને સ્કીન ડ્રાય ન થાય તે માટે નારિયેળના તેલનો ઉપયોગ કરતાં હોય છે. નારિયેળનું તેલ સ્કીન માટે ખૂબ ફાયદાકારક છે. પણ ઘણીવાર નાળિયેલના તેલથી ચહેરાની સ્કીન ખૂબ જ વધારે ઓઈલી થઈ જતી હોય છે. ત્યારે નાળિયેર તેલથી પણ ઉત્તમ ઉપાયો છે આ. જેના ઉપયોગથી તમને કોઈ આડઅસર નહીં થાય.

1. કેળા
શિયાળામાં સૂકી થઈ જતી સ્કીન માટે કેળા ખૂબ ફાયદાકારક છે. કેળા ખાવાથી તમારી શરીરમાં કેલ્શિયમ વધે છે. આ સાથે કેળા સ્કીનને પણ ચમકદાર બનાવે છે. કેળાને ક્રશ કરીને પેક બનાવો અને તેને ચહેરા પર લગાવો. થોડીવાર સુધી કેળાની પેસ્ટને ચહેરા પર રહેવા દો. ત્યારબાદ સાદા પાણીથી ચહેરાને સાફ કરી નાખો. આ ઉપાયથી તમારી સ્કીન એકદમ ચમકદાર થઈ જશે અને ચહેરાની શુષ્કતા પણ દૂર થઈ જશે.

2. મધ
મધ ચહેરાની ડેડ સેલ્સ કાઢવાનું કામ કરે છે. ચહેરા પર રહેલી ધૂળ અને ડેડ સેલ્સને કાઢવા માટે તમે મધનો ઉપયોગ કર શકો છો. મધનું સ્ક્રબ બનાવવા માટે  મીઠુ, દળેલી ખાંડ, લીંબુના એક ચમચી રસમાં મધ મિક્સ કરો. ત્યારબાદ તૈયાર કરેલી પેસ્ટને ચહેરા પર લગાવો. થોડીવાર રાખ્યાબાદ ઠંડા પાણીથી ચહેરાને સાફ કરી દો. આવુ કરવાથી તમારા ચહેરા પરના ડેડ સેલ નીકળી જશે અને ચહેરો એકદમ ચમકદાર થઈ થશે.

કઠોળ ખાવાના છે અધધધ...ફાયદા, આ 5 ગંભીર સમસ્યામાંથી પણ મળશે છૂટકારો

3. ઈંડા
ઈંડા પ્રોટીન આપે છે તે સૌ કોઈ જાણે છે. આ ઈંડા ચહેરા માટે ખૂબ ફાયદાકારક છે. કેમ કે ત્વચાને પ્રોટીનની ખૂબ જરૂર હોય છે. અને તેના માટે સારો ઉપાય છે ઈંડા. ઈંડાનો પેક ચહેરા પર લગાવવાથી ચહેરો એકદમ સાફ થઈ જાય છે, અને ફ્રેશ લાગે છે.

4. ગ્લીસરીન
ચહેરા પર ગ્લો લાવવા માટે સૌથી ઉત્તમ ઉપાય છે ગ્લીસરીન. કાચા દૂધમાં ગ્લીસરીન મીક્સ કરીને ચહેરા પર મસાજ કરો. જેનાથી તમારી સ્કીન પર એકદમ ગ્લો આવી જશે. અને ચહેરાનો રંગ પણ નીખરશે.

5. જૈતુનનું તેલ
જૈતુનનું તેલ ચહેરામાં ચમક લાવવા માટે ખૂબ જરૂરી છે. જૈતુનના તેલથી ચહેરા પર મસાજ કરવાથી ચહેરો ખીલી ઉઠે છે અને ચમકદાર થઈ જાય છે. શિયાળામાં સ્કીનને ચમકદાર બનાવવા માટે આ ઉત્તમ ઉપાય છે.

શિયાળામાં સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક વસાણા ઘરે જ બનાવો, જાણો રેસિપી

6. લીંબુ અને હળદરનો ઉપયોગ
હળદર અને લીંબુ સ્કીન માટે ખૂબ ફાયદાકારક છે. અડધુ લીંબુ અને હળદરની પેસ્ટ બનાવીને તેને ચહેરા પર લગાવો. આ પેકને અડધો કલાક સુધી ચહેરા પર રહેવા દો. અને પછી સાદા પાણીથી ચહેરાને ધોઈ લો. આવું કરવાથી ચહેરા પર ઝેરી બેક્ટિરીયાનો નાશ થશે. સ્કીન પર છીદ્રો ખૂલી જશે અને ચહેરાને ઓક્સિજન મળશે. ચહેરો સ્વચ્છ અને ચમકદાર બની જશે.

7. દહીં અને ખાંડને મિક્સ કરીને ચહેરા પર લગાવો
દહીં ચહેરા પર ગ્લો લાવવા માટે ખૂબ ઉપયોગી છે. દહીં અને ખાંડને મિક્સ કરી તેનાથી ચહેરા પર મસાજ કરો. તે સૂકાય તે બાદ ચહેરાને ગરમ પાણીથી ધોઈ નાંખો. આવું કરવાથી ચહેરા પર રહેલો મેલ નીકળી જાય છે અને ચહેરા પર એકદમ ચમક આવી જાય છે.

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More