Home> Gujarat
Advertisement
Prev
Next

તમારા ફ્લેટનાં ધાબે ધુમાડો દેખાય તો સાવધાન, નહી તો પોલીસ બધાને જેલ ભેગા કરશે

ડ્રગ્સ સામે સખ્ત કાર્યવાહી કરવામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચે નવા નરોડા વિસ્તારમાં મીની લેબ બનાવી MD ડ્રગ્સનું ઉત્પાદન કરતા આરોપી સહિત વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીએ ઘરની જ છત પર આ લેબ શરૂ કરી આશરે બે કરોડ રૂપિયાનું ડ્રગ્સ બનાવી દીધું હતું. 7 મી ડિસેમ્બરએ થલતેજમાંથી ક્રાઇમ બ્રાન્ચે પકડેલ 23.86 ગ્રામ ડ્રગ્સની તપાસમાં પોલીસને મોટી સફળતા મળી છે. એક પછી એક આરોપીઓની પૂછપરછ કરતાં કરતાં પોલીસ નવા નરોડા વિસ્તારમાં એમ ડી ડ્રગ્સ બનાવતી મીની લેબ સુધી પહોંચી ગઈ અને ડ્રગ્સનું ઉત્પાદન કરનાર આરોપી બિપીન પટેલ, મુખ્ય સપ્લાયર પંકજ પટેલ અને બે ડ્રગ્સ પેડલરને ઝડપી લીધા. 

તમારા ફ્લેટનાં ધાબે ધુમાડો દેખાય તો સાવધાન, નહી તો પોલીસ બધાને જેલ ભેગા કરશે

મૌલિક ધામેચા/અમદાવાદ : ડ્રગ્સ સામે સખ્ત કાર્યવાહી કરવામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચે નવા નરોડા વિસ્તારમાં મીની લેબ બનાવી MD ડ્રગ્સનું ઉત્પાદન કરતા આરોપી સહિત વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીએ ઘરની જ છત પર આ લેબ શરૂ કરી આશરે બે કરોડ રૂપિયાનું ડ્રગ્સ બનાવી દીધું હતું. 7 મી ડિસેમ્બરએ થલતેજમાંથી ક્રાઇમ બ્રાન્ચે પકડેલ 23.86 ગ્રામ ડ્રગ્સની તપાસમાં પોલીસને મોટી સફળતા મળી છે. એક પછી એક આરોપીઓની પૂછપરછ કરતાં કરતાં પોલીસ નવા નરોડા વિસ્તારમાં એમ ડી ડ્રગ્સ બનાવતી મીની લેબ સુધી પહોંચી ગઈ અને ડ્રગ્સનું ઉત્પાદન કરનાર આરોપી બિપીન પટેલ, મુખ્ય સપ્લાયર પંકજ પટેલ અને બે ડ્રગ્સ પેડલરને ઝડપી લીધા. 

fallbacks

179 નવા કેસ: ટ્રાવેલ હિસ્ટ્રી વગરનાં 2 ઓમિક્રોન કેસ નોંધાયા, ગુજરાતીઓ હવે નહી ચેતે તો સ્થિતિ વિકરાળ બનશે

આરોપી બિપીન પટેલે તેના મકાન રાધેશ્યામ રેસીડેન્સી નવા નરોડા ખાતે લિફ્ટનો કબ્જો રાખી તેમાં મીની લેબ તૈયાર કરી હતી. ગત નવરાત્રી દરમિયાન એમ.ડી ડ્રગ્સ બનાવવાનું શરૂ કર્યું હતું. જેણે અત્યાર સુધીમાં લગભગ રૂપિયા 2 કરોડનું એમ ડી ડ્રગ્સ બનાવ્યું હોવાનુ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું છે. આરોપી બિપીન પટેલ છત્રાલ ખાતે આવેલ ઓસવાલ કેમિકલ કંપનીમાં છ મહિનાથી ટેકનિકલ મેનેજર તરીકે નોકરી કરે છે. તેમજ તેણે એમ એસ સી સુધીનો અભ્યાસ કર્યો છે. 

હાઇ-ફાઇ ક્વોલિટીના દારૂના નામે દેશી દારૂ તો નથી ઠપકારી રહ્યા ને જુઓ ચોંકાવનારો કિસ્સો

પોતે વર્ષ 2003 થી 2012 સુધી દિસ્માન ફાર્મા કંપનીમાં પ્રોડક્શન મેનેજર તરીકે નોકરી કરતો હતો ત્યારે પંકજ પટેલ નામનો આરોપી પણ ત્યાં નોકરી કરતો હતો. તે સમયે બંનેની ઓળખાણ થઈ હતી. અને છ મહિના પહેલા આ પંકજ પટેલ તેને મળ્યો હતો. જેણે આ એમ ડી ડ્રગ્સ બનાવી આપવા માટે જણાવ્યું હતું. અને બિપીન પટેલ પોતે ડ્રગ્સ એન્ડ કેમેસ્ટ્રી વિષય માં સ્નાતક હોય પંકજ દ્વારા આપવામાં આવતા કી મટીરીયલ ફોર મીથાઈલ પ્રોપ્યોફીનોનથી અન્ય મટીરીયલ મેળવી આ ડ્રગ્સ બનાવતો હતો.

મકરપુરા GIDC બ્લાસ્ટ: ફેક્ટરી માલિકો બધુ જ જાણતા હોવા છતા મજુરોના જીવને જોખમમાં મુક્યો

જ્યારે આરોપી પંકજ પટેલ જે વૈષ્ણવદેવી સર્કલ નજીક રહે છે. અને છત્રાલ ખાતે એક કેમિકલ કંપનીમાં એક્ઝક્યુટીવ તરીકે નોકરી કરે છે. ગત જૂન મહિના માં તેને કોરોના થતાં તે ચરાડા હેલ્થ સેન્ટર માં સારવાર માટે ગયો હતો. જ્યાં તેની મુલાકાત અસિત પટેલ સાથે થઈ હતી. અસિત પટેલ એ તેને એમ ડી ડ્રગ્સ બનાવવા માટે મટીરીયલ આપવાનુ કહેતા પંકજ એક લિટરના રૂપિયા 15 હજાર ચૂકવી ફોર મીથાઈલ પ્રોપ્યોફીનોન મેળવતો અને તે રૂપિયા 25 હજારમાં બિપીનને આપતો હતો. આરોપી બિપીન પટેલ એક ગ્રામના રૂપિયા 400 ના ભાવે ડ્રગ્સ પંકજ ને આપતો. જ્યારે પંકજ 700 થી 800 માં અસિત પટેલને આપતો. અને બાદમાં આસિત અગાઉ પકડાયેલ આરોપી રવી શર્મા ને સપ્લાય કરતો. જ્યારે રવી શર્મા નાના નાના પેડલરો ને આપતો હતો. 

યુરિયા ખાતરના દૂધમાં ઉપયોગ વિશે તો સાંભળ્યું હશે પણ હવે તો હદ કરી નાખી...

ક્રાઇમ બ્રાન્ચે મીની લેબમાંથી એમ ડી ડ્રગ્સ બનાવવાં અંગેની ચીજ વસ્તુઓ અને પદાર્થો જપ્ત કર્યા છે. જેને એફ એસ એલમાં મોકલતા રિપોર્ટમાં એમ ડી ડ્રગ્સ અને અન્ય રાસાયણિક પદાર્થોની હાજરી મળી આવેલ છે. જો કે ડ્રગ્સ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા પદાર્થોનો ધુમાડો માત્ર પણ સ્વાસ્થ્ય માટે ખૂબજ હાનિકારક હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીઓને ડ્રગ્સ બનાવવા માટેનું કી મટીરીયલ જે કંપનીઓ દ્વારા પુરૂં પાડવામાં આવતું હતું તે કંપનીઓને લઈને પણ તપાસ શરૂ કરવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More