Home> Gujarat
Advertisement
Prev
Next

રાજ્યમાં 19 તાલુકામાં મેઘમહેર, વેરાવળમાં 5 ઇંચ, સુત્રાપાડામાં 4 ઇંચ વરસાદ

આજે 4 ઓગસ્ટથી 8 ઓગસ્ટ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર કેટલાક જિલ્લામાં નોંધપાત્ર વરાદ વરસ્યો છે. આજે સવારે 6 વાગ્યે બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યનાં 19 તાલુકામાં આજે વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે 5 ઇંચ વરસાદ ગીર સોમનાથના વેરાવળમાં નોંધાયો છે. જ્યારે જૂનાગઢના માંગરોળ અને ગીર સોમનાથનાં સુત્રાપાડામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. રાજુલામાં 2 ઇંચ, તળાજા અને જાફરાબાદમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે જૂનાગઢમાં માળીયામાં 29 મિમિ, તલાલામાં 27 મિમિ અને કોડીનારમાં 26 મિમિ વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં 19 તાલુકામાં મેઘમહેર, વેરાવળમાં 5 ઇંચ, સુત્રાપાડામાં 4 ઇંચ વરસાદ

ગાંધીનગર : આજે 4 ઓગસ્ટથી 8 ઓગસ્ટ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર કેટલાક જિલ્લામાં નોંધપાત્ર વરાદ વરસ્યો છે. આજે સવારે 6 વાગ્યે બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યનાં 19 તાલુકામાં આજે વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે 5 ઇંચ વરસાદ ગીર સોમનાથના વેરાવળમાં નોંધાયો છે. જ્યારે જૂનાગઢના માંગરોળ અને ગીર સોમનાથનાં સુત્રાપાડામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. રાજુલામાં 2 ઇંચ, તળાજા અને જાફરાબાદમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે જૂનાગઢમાં માળીયામાં 29 મિમિ, તલાલામાં 27 મિમિ અને કોડીનારમાં 26 મિમિ વરસાદ નોંધાયો છે.

fallbacks

સન ફાર્માએ લોન્ચ કરી Corona ની દવા FLUGUARD, કિંમત છે માત્ર 35 રૂપિયા

ગઇકાલે રાજ્યનાં 29 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે 4 ઇંચ જેટલા વરસાદ ગીર સોમનાથના સુત્રાપાડમાં નોંધાયો હતો. ત્યાર બાદ અમરેલીના બગસરામાં 33 મિમિ, ગીર સોમનાથના કોડીનારમા 32 મિમિ, ગીર સોમનાથના વેરાવળમાં 12 મિમિ અને વલસાડના ધરમપુરમાં 10 મિમિ વરસાદ નોંધાયો હતો. 

ગાંધીનગર: સચિવાલય તથા સ્વર્ણિમ સંકુલના 30થી વધારે કર્મચારીઓને CORONA થી ફફડાટ

બંગાળની ખાડીમાં મંગળવારથી લો પ્રેશર સક્રિય થવાની 4થી 8 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સાથે 3થી 6 ઓગસ્ટ દરમિયાન મુંબઇથી દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની વકી હવામાન વિશેષજ્ઞે કરી છે. અરબસાગરમાં દક્ષિણ પશ્ચિમ પવનોનો પ્રવાહ મજબુત બનશે. જેથી 3થી6 માં મુંબઇ સહિત દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારોમાં છવાશે. જેની અસર રૂપે રાજ્યમાં 4થી 6માં સાર્વત્રિક વરસાદ થઇ શકે છે.

ભાવનગર: બોટાદ સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂ.અમીચંદ્રના કાળધર્મથી જૈનોમાં શોક

બંગાળની ખાડીમાં 4 ઓગસ્ટે લો પ્રેશર સક્રિય થશે, તેની સાથે હાલમાં મોનસુન ટ્રફ પણ નોર્મલ સ્થિતીમાં છે, જે આગામી બે દિવસોમાં દક્ષિણ બાજુ સરકીને મજબુત બનશે. હાલમાં વાતાવરણમાં મધ્ય લેવલ પર પૂર્વ પશ્ચિમ પવનોનો કનર્વજન્સ ઝોન 17 ડિગ્રી નોર્થ પાસે રહેલો છે, જે ઉત્તર તરફ ખસશે. જેની અસરોથી અરબસાગરમાં તેમજ પશ્ચિમી કિનારા આસપાસ દક્ષિણ પશ્ચિમ પવનોનો પ્રવાહ મજબુત બનશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More