Home> Sports
Advertisement
Prev
Next

ચીની મોબાઇલ કંપની VIVO નહી હોય IPLની સ્પોન્સર, વિરોધ બાદ બદલ્યો નિર્ણય

ચીની મોબાઇલ કંપની વીવો ઇન્ડીયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના આગામી એડિશનમાં લીગ સ્પોન્સર નહી હોય. દેશમાં ભારે વિરોધ બાદ વીવો કંપની તરફથી આ નિર્ણય મંગળવારે લેવામાં આવ્યો છે.

ચીની મોબાઇલ કંપની VIVO નહી હોય IPLની સ્પોન્સર, વિરોધ બાદ બદલ્યો નિર્ણય

નવી દિલ્હી: ચીની મોબાઇલ કંપની વીવો ઇન્ડીયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના આગામી એડિશનમાં લીગ સ્પોન્સર નહી હોય. દેશમાં ભારે વિરોધ બાદ વીવો કંપની તરફથી આ નિર્ણય મંગળવારે લેવામાં આવ્યો છે. જૂનમાં પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી ભિડંત બાદથી જ ઘણા લોકોએ ચીની સામાનોનો બહિષ્કાર કરવાની વાત કહી હતી. 

fallbacks

આ ઉપરાંત આઇપીએલ ગર્વિંગ કાઉન્સિલે જ્યારે સ્પોન્સર રિટેન કરવાની વાત કહી હતી, તો પણ સોશિયલ મીડિયા પર લોકોએ આ વિરોધ વ્યક્ત કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર કંપની આગામી વર્ષે એટલે કે 2021માં સ્પોન્સર રહેશે જે ડીલ 2023 સુધી ચાલશે. આ વર્ષ માટે નવા સ્પોન્સરની જલદી જાહેરાત કરવામાં આવશે. 

આઇપીએલના 13મી સિરીઝ યૂએઇએમાં આગામી મહિનામાં 19 સપ્ટેમ્બરના રોજ શરૂ થશે. તેની ફાઇનલ મેચ 10 નવેમ્બરના રોજ રમાશે. પહેલાં આ લીગ માર્ચમાં ભારતમાં જ રમાવવાની હતી, પરંતુ ઘાતક કોરોના વાયરસના લીધે પ્રકોપને જોતાં તેને ત્યારે સ્થગિત કરવામાં આવી હતી. 

રાષ્ટ્રીય સ્વંસેવક સંઘે પણ ચીની મોબાઇલ કંપનીના સ્પોન્સર બની રહેવા પર સોમવારે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેના એક દિવસ બાદ જ વીવોના સ્પોન્સરશિપ દૂર કરવાના સમાચાર આવ્યા. આરએસએસ (એસજેએમ)એ સોમવારે કહ્યું હતું કે લોકોને ટી-20 ક્રિકેટ લીગનો બહિષ્કાર કરવાનો વિચાર કરવો જોઇએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More