Home> Gujarat
Advertisement
Prev
Next

મહેસાણા: પાલિકાના 39 વૃક્ષોની હત્યા કરવાના નિર્ણય સામે પર્યાવરણ પ્રેમીઓની રેલી

મહેસાણાના બિલાડીબાગ સામે હેલ્થ સેન્ટર અને સ્વિમિંગ પુલ બનાવવા 39 વૃક્ષો કાપી નાખવાના પાલિકાના નિર્ણયના વિરોધમાં પર્યાવરણ પ્રેમીઓ મેદાનમાં ઉતર્યા છે. ગત શુક્રવાર અને આજે સોમવારે પણ પર્યાવરણની વિવિધ સંસ્થાઓ દ્વારા જિલ્લા કલેકટર કચેરીએ વિકાસના નામે ઘટાદાર વૃક્ષોનું નિંકદન કાઢવાનું બંધ કરો કહી રહી છે જ્યારે બે વખત પર્યાવરણ પ્રેમીની વાત બહેરા કાને પોહચી નથી અને 50 થી 70 વર્ષ જૂના વૃક્ષોનું કટિંગ અટકાવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી વૃક્ષ પ્રેમીઓ એ ઉચ્ચારી છે.

મહેસાણા: પાલિકાના 39 વૃક્ષોની હત્યા કરવાના નિર્ણય સામે પર્યાવરણ પ્રેમીઓની રેલી

તેજશ દવે/મહેસાણા: મહેસાણાના બિલાડીબાગ સામે હેલ્થ સેન્ટર અને સ્વિમિંગ પુલ બનાવવા 39 વૃક્ષો કાપી નાખવાના પાલિકાના નિર્ણયના વિરોધમાં પર્યાવરણ પ્રેમીઓ મેદાનમાં ઉતર્યા છે. ગત શુક્રવાર અને આજે સોમવારે પણ પર્યાવરણની વિવિધ સંસ્થાઓ દ્વારા જિલ્લા કલેકટર કચેરીએ વિકાસના નામે ઘટાદાર વૃક્ષોનું નિંકદન કાઢવાનું બંધ કરો કહી રહી છે જ્યારે બે વખત પર્યાવરણ પ્રેમીની વાત બહેરા કાને પોહચી નથી અને 50 થી 70 વર્ષ જૂના વૃક્ષોનું કટિંગ અટકાવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી વૃક્ષ પ્રેમીઓ એ ઉચ્ચારી છે.

fallbacks

પાલિકા વિકાસ કરવામાં આવશે અને પકૃતિ પ્રેમીને ખરા અર્થમાં સેવા કરવી હોય તો પાલિકા જમીન આપી રહી છે તેમાં વૃક્ષઓ ઉછેરો તેમ કહી ને વૃક્ષ પ્રેમી પર પ્રહાર કરી રહી છે. બિલાડીબાગ પાસે સર્વે નં. 5154, 5155માં સ્વિમિંગ પુલ અને જિમ્નેશિયમ બનવવા માટે તજવીજ કરવામાં આવી રહી છે. જેમાં નડતર રૂપ 39 વૃક્ષઓનું નિકંદન કરવા માટે પાલિકાએ જાહેર હરાજી માટે ટેન્ડર પણ આપી દીધું છે જે જોતા હાલમાં મામલો ચર્ચામાં આવ્યો છે કારણ કે વૃક્ષ પ્રેમી આ વૃક્ષને નિકંદન કરવા દેવા માગતા નથી.

નર્મદા નહેરની મુખ્ય કેનાલનું પાણી બંધ કરવા જાય તે પહેલા જ 1000 જેટલા BTP કાર્યકર્તાઓની અટકાયત

આ પહેલા પણ જિલ્લા કલેકટર સહિત પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને લેખિતમાં જાણ કરી હતી. અને આ વૃક્ષ ન કાપીને વિકાસ કરવામાં આવે તેમ પર્યાવરણ પ્રેમીઓ એ આજે તોરણવાળી માતાના ચોકથી રેલી યોજીને જિલ્લા કલેકટરને આવેદન આપવા તજવીજ કરી હતી જ્યારે જિલ્લા કલેકટર સહિત તંત્ર આ સમગ્ર મામલે કોઈ નક્કર પગલાં લીધા ન હતા અને પાલિકાએ તે 39 વૃક્ષઓ કાપવાનું મન બનાવી લીધું છે.

fallbacks

પાલિકા વૃક્ષો કાપવાના નિર્ણય પર આવી ગઈ છે અને તેની જાહેર હરાજી કરી વૃક્ષ કાપવાની તજવીજ કરી ચુકી છે. જેથી ચિંતીત ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ગુજરાત અને મહેસાણા પ્રકૃતિ મંડળ સહિત સીતારામ મિત્ર મંડળ, ગૌરક્ષાદળ, એબીવીપી, આર્યાવ્રત નિર્માણ પાટણ તેમજ પર્યાવરણપ્રેમી શહેરીજનો એ આજે ભેગા મળીને તોરણવાળી માતાના ચોક ખાતે એકત્ર થઇને કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં વૃક્ષો બચાવો, મહેસાણા બચાવો, વૃક્ષોની હત્યા બંધ કરો, વિકાસના નામે પ્રકૃતિનું નિકંદન બંધ કરોના પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.

પાણીમાંથી વેસ્ટ પ્લાસ્ટિકને દૂક કરવા આ ગુજ્જુ બાળકે બનાવ્યું અનોખું મશીન

આવા સમયે 39 વૃક્ષો વિકાસના નામે કાપી નાખવા પર્યાવરણ માટે ઘાતક હોવાનું પકૃતિ પ્રેમી એ જણાવ્યું હતું વૃક્ષો કાપવાના પાલિકાના નિર્ણયને રદ કરી બધા જ વૃક્ષોને અભયદાન આપવાની માંગ કલેકટર કચેરી ખાતે લેખિતમાં કરી હતી અને બે વખત કરેલી રજૂઆતના પગલે અવગણનામાં કંઇ અજુગતું બનશે તો તેના માટે તંત્ર અને સરકાર જવાબદાર રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. જ્યારે પાલિકા આ સમગ્ર મામલે પરવાનગી સહિત જાહેર હરાજી કરવા માં આવી ચુકી છે તેમ કહી ને વિકાસ કરવા મન બનવી લીધું છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More