Home> India
Advertisement
Prev
Next

માયાવતીએ તમામ હદો પાર કરી PM મોદી પર કર્યો વ્યક્તિગત પ્રહાર, જેટલીએ આપ્યો જડબાતોડ જવાબ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વ્યક્તિગત ટિપ્પણી કરનાર માયાવતીની આકરી ટીકા કરતા ભાજપના વરિષ્ઠ નેતા અરુણ જેટલીએ કહ્યું કે તેઓ સાર્વજનિક જીવનને લાયક નથી. જેટલીએ ટ્વિટ કર્યાના ગણતરીના  કલાકો પહેલા જ માયાવતીએ આરોપ લગાવ્યો હતો કે ભાજપના નેતાઓની પત્નીઓ તેમના પતિઓ પીએમ મોદીને મળે તેનાથી ડરે છે. તેમને એ ડર સતાવે છે કે ત્યાંક તેઓ પણ તેમની પત્નીઓને છોડી ન દે...

માયાવતીએ તમામ હદો પાર કરી PM મોદી પર કર્યો વ્યક્તિગત પ્રહાર, જેટલીએ આપ્યો જડબાતોડ જવાબ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વ્યક્તિગત ટિપ્પણી કરનાર માયાવતીની આકરી ટીકા કરતા ભાજપના વરિષ્ઠ નેતા અરુણ જેટલીએ કહ્યું કે તેઓ સાર્વજનિક જીવનને લાયક નથી. જેટલીએ ટ્વિટ કર્યાના ગણતરીના  કલાકો પહેલા જ માયાવતીએ આરોપ લગાવ્યો હતો કે ભાજપના નેતાઓની પત્નીઓ તેમના પતિઓ પીએમ મોદીને મળે તેનાથી ડરે છે. તેમને એ ડર સતાવે છે કે ત્યાંક તેઓ પણ તેમની પત્નીઓને છોડી ન દે...

fallbacks

અમિત શાહે મમતા બેનર્જીને ફેંક્યો પડકાર, કહ્યું- 'હું જય શ્રી રામ બોલું છું, ધરપકડ કરી બતાવો'

જેટલીએ લખ્યું કે બહેન માયાવતી... વડાપ્રધાન બનવા મુદ્દે અટલ છે. તેમનું શાસન, નૈતિકતા અને રાજનીતિ સૌથી નીચલા સ્તરે છે. વડાપ્રધાન પર આજે તેમણે વ્યક્તિગત હુમલો કરીને સાબિત કરી દીધુ કે તેઓ સાર્વજનિક જીવનને લાયક નથી. માયાવતીએ સવારે વડાપ્રધાન મોદી પર વ્યક્તિગત હુમલો કરતા કહ્યું હતું કે રાજનીતિક લાભ માટે પોતાની પત્નીને છોડી ચૂકેલા મોદી બહેન અને પત્નીઓની ઈજ્જત કરવાનું શું જાણે. એટલું જ નહીં તેમણે એમ પણ કહ્યું કે ભાજપના નેતાઓની પત્નીઓ તેમના પતિ પીએમ મોદી પાસે જાય તેનાથી ડરે છે. 

જુઓ LIVE TV

માયાવતીએ આજે કહ્યું હતું કે, "મને તો એ પણ ખબર પડી કે ભાજપ સરકારમાં ખાસ કરીને પરણિત મહિલાઓ તેમના પતિઓને મોદીની નજીક જતા જોઈને એ વિચારીને ગભરાય છે કે ત્યાંક મોદી તેમની પત્નીની જેમ તેઓને પણ તેના પતિઓથી અલગ ન કરાવી દે." બસપા પ્રમુખે કહ્યું કે, "મહિલાઓને મારી  ખાસ ભલામણ છે કે તેઓ આ પ્રકારના વ્યક્તિને મત ક્યારેય ન આપે અને આ જ તમારો મોદી દ્વારા ત્યજી દેવાયેલા તેમના પત્ની પ્રત્યે યોગ્ય સન્માન પણ હશે."

'થયું તે થયું' એ માત્ર ત્રણ શબ્દ નથી... પરંતુ હવે જનતા કહે છે કે 'હવે બહુ થયું': પીએમ મોદી

તૃણમૂલ કોંગ્રેસ શાસિત પશ્ચિમ બંગાળમાં ચૂંટણી હિંસા પર જેટલીએ કહ્યું કે વિપક્ષના નેતાઓને રાજ્યમાં રેલીઓ કરવા દેવામાં આવતી નથી. તેમણે કહ્યું કે, મમતાદીદી...બંગાળમાં લોકતંત્રને વેરવિખેર થઈ ગયું છે. વિપક્ષી કાર્યકર્તાઓની હત્યા થઈ રહી  છે. ઉમેદવારો પર હુમલા થાય છે, વિપક્ષી નેતાઓને રેલી કરવા દેવામાં આવતી નથી. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More