Home> Gujarat
Advertisement
Prev
Next

બનાવટી દસ્તાવેજો બનાવી લાખો રૂપિયાની દુકાન પચાવવાનો પ્રયાસ કરનાર લાકડા ગેંગના સભ્યો ઝડપાયા

દુકાનના માલિકને જ બનાવટી દસ્તાવેજોના આધારે ડરાવી ધમકાવી કબજો મેળવવાની કોશિશ કરનાર લાકડા ગેંગના મુખ્ય સાગરીત વિરુદ્ધ અમરાઈવાડી પોલીસે ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી છે. સાથે બનાવટી દસ્તાવેજ ક્યાં બનાવ્યા તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે આ ગુનામાં ફરાર અન્ય બે આરોપીની શોધખોળ હાથ ધરી છે.

બનાવટી દસ્તાવેજો બનાવી લાખો રૂપિયાની દુકાન પચાવવાનો પ્રયાસ કરનાર લાકડા ગેંગના સભ્યો ઝડપાયા

મૌલિક ધામેચા/અમદાવાદ : દુકાનના માલિકને જ બનાવટી દસ્તાવેજોના આધારે ડરાવી ધમકાવી કબજો મેળવવાની કોશિશ કરનાર લાકડા ગેંગના મુખ્ય સાગરીત વિરુદ્ધ અમરાઈવાડી પોલીસે ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી છે. સાથે બનાવટી દસ્તાવેજ ક્યાં બનાવ્યા તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે આ ગુનામાં ફરાર અન્ય બે આરોપીની શોધખોળ હાથ ધરી છે.

fallbacks

બેકાર યુવકોએ નોકરી મેળવવા માટે હજારો લોકોનાં જીવ લઇ લેવાનું આયોજન કર્યું પણ...

અમરાઈવાડી પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીઓના નામ યોગેશ ગુપ્તા અને શ્રીકાંત ઉર્ફે લાલો છે. જે બંને લાકડા ગેંગ સાથે સંકળાયેલ છે. યોગેશ ગુપ્તા લાકડાંનો મુખ્ય સાગરીત છે. પરંતુ પોલીસે આરોપીઓની ધરપકડ અન્ય કોઈ જુના ગુનામાં નહીં પરંતુ તાજેતરમાં જ નોંધાયેલા છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજ બનાવવાના ગુનામાં કરી છે. એટલે કે આરોપી યોગેશ ઉર્ફે દાદા ગુપ્તાએ અમરાઈવાડીના પિલ્લર નંબર 55 સામે આવેલી દુકાનના મૂળ માલિક સંદિપ ગુપ્તાને ડરાવી બનાવટી દસ્તાવેજોની મદદથી દુકાન પર કબ્જો મેળવવા માંગતો હતો.

આણંદના બોચાસણમાં ગરીબ કલ્યાણ મેળો, મહેસુલ મંત્રીએ કહ્યું દરેકને ધંધો-રોજગાર મળે તે માટે સરકાર કટિબદ્ધ

જે અંગે પોલીસને હકિકત મળતા તપાસ બાદ ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી છે. બનાવટી દસ્તાવેજો અંગે તપાસ કરતા હકીકત સામે આવી કે, સંદીપ ગુપ્તાએ આ દુકાન 17 જાન્યુઆરીના રોજ દુકાનના મૂળ માલિક નારાયણ સિંહ ચૌહાણ પાસેથી ખરીદી હતી. જે દુકાનના ડોક્યુમેન્ટ જોવાના બહાને તેના ફોટા પાડી તેના આધારે બનાવટી દસ્તાવેજો બનાવી તેને આગની જ્વાળા પાસે રાખી પેપરના પીળા બનાવીને જુના હોવાનો ડોળ કર્યો હતો. 

યુક્રેનથી પરત ફરેલા ગુજરાતી વિદ્યાર્થીઓની વાત સાંભળી આંખે અંધારા આવી જશે, સ્થિતિ હજી વણસી શકે

જોકે પોલીસે તપાસમા હકિકત સામે આવી કે, મુખ્ય માલિક નારાયણ સિંહને 20 દિવસ પહેલા ડરાવી ઝેરોક્ષ પર સહી લેવામા આવી હોવાનુ સામે આવ્યુ છે. જોકે આરોપી ત્યાં ન અટકી પોતાના ડોક્યુમેન્ટ સાચા હોવાનો દાવો કરી કોર્ટ કમિશન પણ મેળવવા કાર્યવાહી કરી હતી. ઝડપાયેલ આરોપીની પુછપરછ કરતા સામે આવ્યુ કે, પોલીસ કાર્યવાહી ન કરે અને કબ્જો મેળવી લેવાય તે માટે કોર્ટ મા પણ અમરાઈવાડીના બે પીએસઆઇ વિરુદ્ધ અરજી કરી હતી. જેથી પોલીસ પર દબાણ લાવી શકાય. જોકે પોલીસે આ ગુનામા સંડોવાયેલ અન્ય ફરાર 2 આરોપી ની શોધખોળ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More