Home> World
Advertisement
Prev
Next

રશિયાના કબજા બાદ ન્યૂક્લિયર પ્લાન્ટમાં 100 ગણું વધ્યું રેડિએશન, ખતમ થઇ શકે છે મોટી વસ્તી!

યુક્રેનની ન્યુક્લિયર એનર્જી રેગ્યુલેટરી એજન્સીએ દાવો કર્યો હતો કે ચેર્નોબિલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં રેડિયેશનનું સામાન્ય સ્તર 3,150 છે. પરંતુ રશિયન સેનાના કબજા બાદ  આ પ્લાન્ટમાં રેડિયેશનનું સ્તર વધીને 92,700 થઈ ગયું છે. એજન્સીએ કહ્યું કે રેડિયેશનનું વધતું સ્તર યુક્રેન સહિત પડોશી દેશોની વસ્તી માટે મોટો ખતરો છે અને તેના માટે માત્ર રશિયા જ જવાબદાર છે.

રશિયાના કબજા બાદ ન્યૂક્લિયર પ્લાન્ટમાં 100 ગણું વધ્યું રેડિએશન, ખતમ થઇ શકે છે મોટી વસ્તી!

કિવઃ નાટોના મુદ્દે યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ડરાવનારા સમાચાર સામે આવ્યા છે. યુક્રેને દાવો કર્યો છે કે રશિયાના કબજા બાદ ચેર્નોબિલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં રેડિયેશનનું સ્તર 100 ગણું વધી ગયું છે. જેના કારણે યુક્રેન, બેલારુસ, રશિયા, પોલેન્ડ સહિત આસપાસના દેશોની વસ્તી માટે મોટો ખતરો બની ગયો છે.

fallbacks

100 ગણું વધ્યું રેડિયેશનનું સ્તર
યુક્રેનની ન્યુક્લિયર એનર્જી રેગ્યુલેટરી એજન્સીએ દાવો કર્યો હતો કે ચેર્નોબિલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં રેડિયેશનનું સામાન્ય સ્તર 3,150 છે. પરંતુ રશિયન સેનાના કબજા બાદ  આ પ્લાન્ટમાં રેડિયેશનનું સ્તર વધીને 92,700 થઈ ગયું છે. એજન્સીએ કહ્યું કે રેડિયેશનનું વધતું સ્તર યુક્રેન સહિત પડોશી દેશોની વસ્તી માટે મોટો ખતરો છે અને તેના માટે માત્ર રશિયા જ જવાબદાર છે.

ચેર્નોબિલ પરમાણુ પાવર પ્લાન્ટ કેસ
તમને જણાવી દઈએ કે ચેર્નોબિલ ન્યુક્લિયર પ્લાન્ટ યુક્રેનના પ્રિપયેત શહેરમાં સ્થિત છે. આ શહેર 1970માં સોવિયેત યુનિયનના સમયમાં વસ્યું હતું. ચેર્નોબિલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ રાજધાની કિવથી 108 કિમી ઉત્તરમાં છે. જ્યારે બેલારુસ બોર્ડરથી તેનું અંતર માત્ર 20 કિલોમીટર છે.

Russia-Ukraine War Live Update: કીવના નજીક પહોંચી રશિયન સેના, યૂક્રેનના રાષ્ટ્રપતિએ બંકરમાં લીધો આશરો

1986 માં થયો હતો પ્લાન્ટમાં વિસ્ફોટ
સોવિયત સંઘે ચેર્નોબિલમાં ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સ્થાપ્યો હતો. એપ્રિલ 1986 માં આ પ્લાન્ટના ચોથા રિએક્ટરમાં વિસ્ફોટ થયો અને છત ઉડી ગઈ. આ સાથે, રેડિયેશન આખા શહેરમાં ઝડપથી ફેલાઈ ગયું હતું. શરૂઆતમાં અધિકારીઓએ આ ઘટનાને ગુપ્ત રાખી હતી. લગભગ દોઢ દિવસ પછી અધિકારીઓએ કટોકટી જાહેર કરી અને શહેરમાં રહેતા 50 હજાર લોકોને તાત્કાલિક તેમના ઘર છોડીને અન્ય શહેરોમાં જવાનો આદેશ આપ્યો.

લગભગ 90 હજાર લોકોના થયા હતા મોત
તે અકસ્માતમાં પરમાણુ પ્લાન્ટ (ચેર્નોબિલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ) સંપૂર્ણપણે નાશ પામ્યો હતો. આ ઘટનામાં કોણે જીવ ગુમાવ્યા તેની ચોક્કસ માહિતી આજ સુધી સામે આવી નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે આ ઘટનામાં 90 હજારથી વધુ લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મૃત્યુ પામ્યા હતા.

રશિયન સેનાએ કરી લીધો હતો કબજો
યુક્રેનની રાજધાની કિવને ઘેરી લેવા માટે રશિયન દળોએ બેલારુસ સરહદની બાજુથી હુમલો કર્યો. તે દરમિયાન રસ્તામાં પડનાર ચેર્નોબિલ શહેર અને પરમાણુ પાવર પ્લાન્ટને પોતાના કબજે લેવામાં આવ્યું હતું. ત્યારથી શહેર અને પ્લાન્ટ રશિયન દળોના નિયંત્રણ હેઠળ છે. આવી સ્થિતિમાં રેડિયેશનને નિયંત્રિત કરવા માટે રશિયાને પણ જવાબદાર ગણવામાં આવી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More