Home> Gujarat
Advertisement
Prev
Next

બીજીવાર વડાપ્રધાન બનવા જઈ રહેલા નરેન્દ્ર મોદીના પરિવારજનોએ આપ્યો ભાવભીનો સંદેશ

નરેન્દ્ર મોદી આજે બીજીવાર પીએમ પદ તરીકેના શપથ લેવાના છે. થોડા કલાક બાદ પીએમ મોદી અને તેમનું નવુ મંત્રીમંડળ એકસાથે શપથ લેશે. સમગ્ર દેશમાં પ્રચંડ બહુમત બાદ બીજેપી એકવાર ફરીથી સરકાર બનાવી રહી છે. દેશભરમાં મોદી દ્વારા બીજીવારા વડાપ્રધાન બનવા પર લોકો તેમને શુભકામનાઓ પાઠવી રહ્યાં છે. દેશની જનતા સાથે પીએમ મોદીનો પરિવાર પણ બહુ જ ખુશ છે. 

બીજીવાર વડાપ્રધાન બનવા જઈ રહેલા નરેન્દ્ર મોદીના પરિવારજનોએ આપ્યો ભાવભીનો સંદેશ

અમદાવાદ :નરેન્દ્ર મોદી આજે બીજીવાર પીએમ પદ તરીકેના શપથ લેવાના છે. થોડા કલાક બાદ પીએમ મોદી અને તેમનું નવુ મંત્રીમંડળ એકસાથે શપથ લેશે. સમગ્ર દેશમાં પ્રચંડ બહુમત બાદ બીજેપી એકવાર ફરીથી સરકાર બનાવી રહી છે. દેશભરમાં મોદી દ્વારા બીજીવારા વડાપ્રધાન બનવા પર લોકો તેમને શુભકામનાઓ પાઠવી રહ્યાં છે. દેશની જનતા સાથે પીએમ મોદીનો પરિવાર પણ બહુ જ ખુશ છે. 

fallbacks

સુરત આગકાંડમાં સૌથી મોટો ખુલાસો : બિલ્ડરે બંધ કર્યો હતો ચોથા માળે જતો દાદરો

આ પ્રસંગે તેમના પરિવારે પણ ખુશી વ્યક્ત કરી છે. પીએમ મોદીના મોટા ભાઈ પ્રહલાદ મોદીએ કહ્યું કે, સમગ્ર પરિવાર આજે બીજીવાર થઈ રહેલા તાજપોશીથી ખુશ અને આનંદિત છે. દેશની સરકાર એ જ રીતે લોકોના વિશ્વાસ પર ખરી ઉતરશે, જે વિશ્વાસની સાથે જનતાએ તેમને વોટ આપ્યો છે. તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદી એક નાનકડા પરિવારમાંથી આવે છે અને પોતાની તાકાત પર અહીં પહોંચ્યા છે. અમારી માતાને પણ આજે આ વાતનો ગર્વ થઈ રહ્યો છે કે, આજે તેઓ દેશની જનતાના દિલમાં રાજ કરી રહ્યાં છે. અમારી માતાએ જે સંસ્કાર આપ્યા છે, તે સંસ્કારનું પ્રતિબિંબ આજે ઉજાગર થઈ રહ્યું છે.  

ગુજરાતના આ નેતાઓને આવ્યો PMOમાંથી ફોન, બનશે કેન્દ્રીય મંત્રી

પ્રહલાદ મોદીએ કહ્યું કે, દેશની જનતાને ગરીબ સામાન્ય પરિવારના દીકરાને પોતાના ખભા પર બેસાડીને બીજીવાર તાજપોશી સ્વીકારવાનો મોકો આપ્યો છે. આ તાજપોશીનું માન વધારવાની જવાબદારી હવે સરકારના ખભા પર છે. તેમણે કહ્યું કે, દેશના જનતાની અપેક્ષાઓ પૂરી કરવી હવે પીએમ મોદના હાથમાં છે. હવે તેમની જવાબદારી વધી ગઈ છે.  

જાણો શુ કહ્યું તેમના બહેને...
નરેન્દ્ર મોદીના નાના બહેન વાસંતી મોદીએ કહ્યું કે, ચૂંટણી ચાલતી હતી ત્યારે જ લાગતુ હતું કે, તેઓ જ વડાપ્રધાન બનશે. આજે એટલો આનંદ છે કે તેને વ્યક્ત કરવા માટે કોઈ શબ્દો નથી. તેઓ નાનપણથી જ મક્કમ અને સાહસિક હતા. તેમના મનમાં જે પણ કામ હોય તે ચોક્કસ કરે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More