અમરેલી : રાજકોટ જઇ રહેલી અને અમરેલીના ખાંભાના સમઢીયાળા નજીકથી પસાર થઇ રહેલી મિનિ બસમાં અચાનક ભીષણ આગ લાગી ગઇ હતી. જેના કારણે બસમાં અચાનક આગ લાગી ગઇ હતી. આગ જોત જોતામાં વિકરાળ બની ગઇ હતી અને આખી બસ બળીને ખાક થઇ ગઇ હતી. એસી બસનાં વાયરિંગમાં શોર્ટ સર્કિટનાં કારણે આગ લાગી ગઇ હતી. જોત જોતામાં અચાનક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગ સહિતનું તંત્ર ઘટના સ્થળે પહોંચી ગયું હતું.
અમદાવાદ: શાહીબાગમાં CAAના સમર્થનમાં ત્રિરંગા યાત્રાનું આયોજન કરાયું
જો કે સૌથી સારી બાબત હતી કે, શોર્ટ સર્કિટની માહિતી મળતાની સાથે જ ડ્રાઇવરે સમયસુચકતા વાપરીને બસ રોડની સાઇડમાં લગાવી દીધી હતી. બસની અંદર રહેલા તમામ 6 પેસેન્જર્સને નીચે ઉતારી દીધા હતા. શક્ય તેટલો સામાન પણ બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જેથી કોઇ પણ પ્રકારની જાનહાની ટળી હતી. જો કે આગ ભડભડ કરતી બળી ગઇ હતી. અચાનક આગ લાગી જતા સ્થાનિક લોકો પણ કુતુહલવશ એકત્ર થઇ ગયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે