Home> World
Advertisement
Prev
Next

બગદાદમાં અમેરિકી દૂતાવાસની પાસે ફરી રોકેટ હુમલો, મધ્ય પૂર્વમાં વધી શકે છે તણાવ

સમાચાર એજન્સીએ કહ્યું કે, તેના સંવાદદાતાઓએ ટિગરિશ નદીના પશ્ચિમી કિનારાથી ધમાકાના અવાજ સાંભળ્યા જ્યાં ઘણા દેશોના દૂતાવાસ આવેલા છે.

 બગદાદમાં અમેરિકી દૂતાવાસની પાસે ફરી રોકેટ હુમલો, મધ્ય પૂર્વમાં વધી શકે છે તણાવ

બગદાદઃ Rockets hit near US embassy in Baghdad: અમેરિકાની તમામ ચેતવણીઓ છતાં ઇરાકમાં તેના ઠેકાણા પર હુમલા બંધ થઈ રહ્યાં નથી. સમાચાર એજન્સી એએફપીએ સુરક્ષા સૂત્રોના હવાલાથી જણાવ્યું કે, રવિવારે બગદાદ સ્થિત અમેરિકી દૂતાવાસની નજીક ઘણા રોકેટ પડ્યા છે. આ તાજા ઘટનાક્રમથી મધ્ય પૂર્વમાં જારી તણાવ વધુ ઉગ્ર બની ગયો છે. 

fallbacks

સમાચાર એજન્સીએ કહ્યું કે, તેના સંવાદદાતાઓએ ટિગરિશ નદીના પશ્ચિમી કિનારાથી ધમાકાના અવાજ સાંભળ્યા જ્યાં ઘણા દેશોના દૂતાવાસ આવેલા છે. એક સુરક્ષા સૂત્રએ જણાવ્યું કે, ઉચ્ચ સુરક્ષા વાળા વિસ્તારમાં ત્રણ કોત્યુશા રોકેટ પડ્યા જ્યારે બીજા સૂત્રએ જણાવ્યું કે, આ વિસ્તારમાં પાંચ રોકેટ  Katyusha rocketsથી હુમલો થયો હતો. આ હુમલામાં હાલ કોઈ નુકસાન કે મોતની જાણકારી સામે આવી નથી. 

હજુ થોડા દિવસ પહેલા ઇરાકી રાજધાનીના હાઈ-સિક્યોરિટી ગ્રીન ઝોનમાં અમેરિકી દૂતાવાસ પર ત્રણ રોકેટથી હુમલો કરવામાં આવ્યો હતો. પરંતુ આ હુમલામાં કોઈ નુકસાન થયું નહતું. રોકેટ હુમલા બાદ પૂરા વિસ્તારમાં સાયરનનો અવાજ સંભળાયો હતો. મહત્વનું છે કે ગ્રીન ઝોન મધ્ય બગદાદમાં છે જ્યાં સરકારી ઇમારતો અને રાજદ્વારી સુવિધાઓ આવેલી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, છેલ્લા મહિનામાં અમેરિકી દૂતાવાસને ઘણીવાર નિશાન બનાવવામાં આવ્યું છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More