ઝી ન્યૂઝ/અમદાવાદ: રાજયકક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર વિરુદ્ધ મહિલાએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. પોલીસે ફરિયાદ ના લેતા મહિલાએ હાઈકોર્ટમાં અરજી કરી છે. આ ધટનામાં લગ્નની લાલચ આપી રાજયકક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમારે શારીરિક સંબંધ બાંધ્યાનો આરોપ લાગતા ખળભળાટ મચ્યો છે. મહિલાની ફરિયાદ સામે પોલીસે કોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, મહિલાની ફરિયાદ ખોટી છે. જેની જવાબ પોલીસે કોર્ટમાં રજૂ કર્યો હતો. એટલું જ નહીં, પોલીસે કોર્ટમાં રાજકીય અદાવત રાખી બદલો લેવાની આડમાં આ ષડયંત્ર ઘડ્યું હોવાનું જણાવ્યું હતું.
રાજયકક્ષાના મંત્રી ગજેન્દ્ર સિંહ સામે હાઇકોર્ટમાં અરજી થયા બાદ મહિલાની ફરિયાદ સામે પોલીસે કોર્ટમાં ખુલાસો કરતા ખળભળાટ મચ્યો છે. જેમાં મહિલાએ રાજ્યકક્ષાના મંત્રી પર રાજકીય અદાવત રાખી બદલો લેવાનો પોલીસે કોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો. પોલીસનો કોર્ટમાં જવાબ રજૂ કરતા જણાવ્યું હતું કે, મહિલાની ફરિયાદ ખોટી છે.
શિક્ષણને લાંછન લગાડતો કિસ્સો: શાળાના શિક્ષકે વિદ્યાર્થીનીઓ સાથે બીભત્સ વાતચીત કર્યાનો આરોપ
નોંધનીય છે કે, મહિલાએ લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યાનો રાજયકક્ષાના મંત્રી ગજેન્દ્ર સિંહ સામે આક્ષેપ કર્યો હતો. મહિલાએ સૌથી પહેલા પોલીસ ફરિયાદ કરી હતી, પરંતુ પોલીસે ફરિયાદ ના લેતા તેણે હાઈકોર્ટમાં અરજી કરી હતી. મહિલાની ફરિયાદ સામે પોલીસે કોર્ટમાં જવાબ રજૂ કર્યો છે અને વધુ સુનાવણી 15 જૂને હાથ ધરાશે.
તમને જણાવી દઈએ કે, અગાઉ પણ રાજ્યકક્ષાના મંત્રી પર દુષ્કર્મનો આરોપ મુકનારે ઝેર પી લીધું હતું. દુષ્કર્મનો આક્ષેપ કરનાર મહિલાએ સરકારના મંત્રીની ધમકી સામે ઝેર પીધું હોવાની વાત સામે આવી હતી. જેમાં ગાંધીનગર પોલીસે રાજકીય દબાણ હેઠળ કેસ ન લેતા મહિલાએ હાઇકોર્ટમાં દાદ માંગી હતી. જે પિટિશન પરત ખેંચવા દબાણ કરતા મહિલા કાર્યકરે ઝેર પીધું છે.
મોજ શોખ પુરા કરવા માટે યુવકે કર્યું એવું કામ કે આજની આધુનિક પોલીસ પણ ચોંકી ગઈ, જાણો સમગ્ર ઘટના
મહિલા કાર્યકરે લગ્નની લાલચ આપીને સદસ્ય નિવાસના શરીર સબંધ બાંધ્યા હોવાનો મહિલાએ દાવો કર્યો હતો. ત્યારે પત્નીને દરજ્જો આપવાની આનાકાની કરતા મહિલાએ ઝેર પીધું હોવાનું જાણવવામાં આવી રહ્યું છે. જો કે, અમદાવાદની મહિલાએ રાજ્યકક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર સામે તેની સાથે લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધ્યા હોવાના આક્ષેપો કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે