Cristiano Ronaldo not Play against Liverpool: દિગ્ગજ ફૂટબોલ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના નવજાત જોડિયા બાળકોમાંથી એકનું મોત થઈ ગયું છે. હવે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ મોટો નિર્ણય લીધો છે. રોનાલ્ડોના બાળકના મોતની જાહેરાત રોનાલ્ડો અને તેની સાથી જોર્જીના રોડ્રિગેજે કરી છે.
રોનાલ્ડોએ લીધો આ નિર્ણય
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ તેના બાળકના મોતના કારણે મેનચેસ્ટર યુનાઈટેડ તરફથી લિવરપૂલ સામે યોજનાર મેચમાં રમશે નહીં. યુનાઈટેડે નિવેદનમાં કહ્યું, પરિવાર સર્વોપરિ છે અને રોનાલ્ડો આ સમયે ખુબ જ મુશ્કેલ સમયમાં પોતના પરિવાર સાથે રહેવા માંગે છે. નિવેદન અનુસાર તેથી અમે પુષ્ટી કરી શકીએ છે કે તે મંગળવારની સાંજે એનફીલ્ડમાં લિવરપૂલ સામે મેચમાં રમશે નહીં અને અમે પરિવારની ગોપનીયતા જાળવવાની વિનંતીને માન આપીએ છીએ.
બોલીવુડ એક્ટ્રેસના ઘરમાં ગુંજશે બાળકની કિલકારી, કાજલ અગ્રવાલે પુત્રને આપ્યો જન્મ
ડોક્ટર્સનો આભાર માન્યો
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ડોક્ટર્સનો આભાર માન્યો છે. રોનાલ્ડોએ ડોક્ટર્સ અને નર્સોને તેમના બાળકોની સારી રીતે સાળસંભાર કરવા માટે આભાર માન્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું - 'અમારી બાળકીનો જન્મ અમને આ ક્ષણને થોડી આશા અને ખુશી સાથે જીવવાની શક્તિ આપે છે.'
કર્મચારીઓ માટે સારા સમાચાર! આ 4 ભથ્થામાં થશે વધારો, પગારમાં થશે બમ્પર વધારો
પહેલાથી 4 બાળકનો પિતા છે રોનાલ્ડો
37 વર્ષનો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને જાર્જિના રોડ્રિગેજની એક પુત્રી છે જેનું નામ અલાના માર્ટિના છે. આ ઉપરાંત રોનાલ્ડો જોડિયા બાળક ઇવા અને માતેઓનો પણ પિતા છે. ત્યારે તેના પુત્ર ક્રિસ્ટિયાનો જૂનિયરની માતા તેની પૂર્વ પાર્ટનર છે. તમને જણાવી દઈએ કે રોનાલ્ડો અને જોર્જિનાએ ઓક્ટોબરમાં કહ્યું હતું કે તે જોડિયા બાળકના માતા-પિતા બનાવાના છે. બંનેએ હોસ્પિટલની તસવીર શેર કરી તેની જાણકારી આપી હતી. તેમાંથી એક પુત્રનું નિધન થઈ ગયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે