Tapi News તાપી : રામ રાખે એને કોણ ચાખે આ પંક્તિ તાપી જિલ્લામાં પ્રત્યક્ષ સાર્થક સાબિત થઈ હતી. ગઈકાલે શ્રી રામ ભગવાનની શોભાયાત્રા નીકળી હતી, એ દરમ્યાન ટ્રકની નીચે એક બાળક આવી ગયું હતું. પરંતુ બાળકનો આબાદ બચાવ થયો હતો. આખેઆખી ટ્રક પસાર થયા બાદ પણ બાળકનો વાળ પણ વાંકો થયો ન હતો. ત્યારે ભગવાન રામજીએ બાળકને બચાવ્યા તેવી વાતો વહેતી થઈ છે. તાપીના લોકો આ ઘટનાને રામજીનો ચમત્કાર માની રહ્યાં છે. આ અકસ્માતનો વીડિય હાલ વાયરલ થયો છે.
ગઈકાલે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમયે આખા દેશમાં દિવાળીનો માહોલ હતો. ભારતનું કોઈ શહેર નહિ બચ્યુ હોય જ્યાં રામ મંદિર માટે જશ્ન મનાવાયો ન હોય. ત્યારે તાપીના વાલોડ તાલુકાના સ્યદલા ગામે શોભાયાત્રા નીકળી હતી. ત્યારે અચાનક ટ્રક રોડ પરથી પસાર થતા સમયે એક બાળક ટ્રકની અડફેટે હતું. પરંતુ જાણે ભગવાનના આ બાળક પર ચાર હાથ હોય એમ આખી ટ્રક બાળક પરથી પસાર થઈ ગઈ હતી, લોકો બાળકને બચાવવા દોડ્યા. પરંતુ તેઓએ જોયુ કે, ટ્રક પસાર થઈ ગઈ, પણ બાળક સ્વસ્થ હતું. બાળકને કંઈ પણ થયુ ન હતું.
અયોધ્યામાં ભરાશે દાદાનો દરબાર : ભુપેન્દ્ર પટેલની આગામી કેબિનેટ અયોધ્યામાં થઈ શકે છે
Video : રામ રાખે તેને કોણ ચાખે : બાળકનો થયો ચમત્કારિક બચાવ
- ભગવાન રામની શોભાયાત્રામાં ટ્રક નીચે આવી ગયા બાદ પણ બાળકનો બચાવ#tapi #shreeram #gujarat #rammandir #ZEE24kalak pic.twitter.com/NDKnLsUkaS
— Zee 24 Kalak (@Zee24Kalak) January 23, 2024
ત્યારે લોકોએ આ ઘટનાને ભગવાન રામના આર્શીવાદ ગણ્યા હતા. હાલ તાપી જિલ્લાના સોશિયલ મીડિયાના ગ્રુપમાં વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જો રામ નામના પથ્થર તરી જતા હોય તો રામના નામે ચમત્કાર પણ થાય છે.
રામલલ્લાના સૌથી મોટા દાનવીર ગુજરાતી : સુરતી વેપારીએ આપ્યો 11 કરોડનો સોનાનો મુગટ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે