Home> World
Advertisement
Prev
Next

Elon Musk એ આ મહત્વના મુદ્દે ભારતનું કર્યું સમર્થન, કહ્યું- શક્તિશાળી દેશો પાવર છોડવા માંગતા નથી

ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં વૈશ્વિક દેશોના સભ્યો વિશે પોતાનો મત રજૂ કર્યો છે અને તેમણે UNSC માં ભારતની સ્થાયી સદસ્યતાનું જોરદાર સમર્થન કર્યું છે. 

Elon Musk એ આ મહત્વના મુદ્દે ભારતનું કર્યું સમર્થન, કહ્યું- શક્તિશાળી દેશો પાવર છોડવા માંગતા નથી

ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં વૈશ્વિક દેશોના સભ્યો વિશે પોતાનો મત રજૂ કર્યો છે અને તેમણે UNSC માં ભારતની સ્થાયી સદસ્યતાનું જોરદાર સમર્થન કર્યું છે. વાત જાણે એમ છે કે તાજેતરમાં UN ના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે UNSC માં આફ્રિકી દેશોના પ્રતિનિધિત્વ પર અફસોસ વ્યક્ત કર્યો હતો. જેના પર ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે પ્રતિક્રિયા આપતા કહ્યું કે સૌથી વધુ વસ્તીવાળો દેશ હોવા છતાં ભારતનું સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં સ્થાયી સભ્ય તરીકે ન હોવું એ એકદમ બકવાસ છે. આ સાથે જ તેમણે UNSC માં આફ્રિકાની પણ પેરવી કરી. 

fallbacks

એલોન મસ્કે કહ્યું કે હવે સંયુક્ત રાષ્ટ્ર સાથે જોડાયેલી સંસ્થાઓના પુર્નગઠનની જરૂરિયાત છે. સમસ્યા એ છે કે એવા દેશો કે જેમની પાસે વધુ તાકાત છે તેઓ તેને પોતાના હાથમાંથી જવા દેવા માંગતા નથી. પૃથ્વી પર સૌથી વધુ જનસંખ્યાવાળો દેશ હોવા છતાં UNSC માં ભારતનું સ્થાયી સભ્ય ન હોવું એ બકવાસ છે. મસ્કે કહ્યું કે આફ્રિકાને પણ સામૂહિક રીતે જગ્યા મળવી જોઈએ. 

આ અગાઉ ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે પણ સ્થાયી યુએનએસસી સીટ વિશે વાત કરતા કહ્યું હતું કે દુનિયા સરળતાથી વસ્તુ આપતી થી, ક્યારેક ક્યારેક લેવી પણ પડે છે. 

UN ના સેક્રેટરી જનરલની ટ્વીટ બાદ ચર્ચા
મળતી માહિતી મુજબ સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે UNSC ના સ્થાયી સભ્ય દેશોમાં કોઈ પણ આફ્રિકી દેશનું પ્રતિનિધિત્વ ન હોવા પર અફસોસ વ્યક્ત કરતા આ ટ્વીટ કરી હતી. તેમણે કહ્યું હતું કે આપણે એ કેવી રીતે માની શકીએ કે સુરક્ષા પરિષદમાં આફ્રિકાનો એક પણ સભ્ય નથી? 

તેમણે વધુમાં કહ્યું કે સંસ્થાનોએ આજની દુનિયા પ્રમાણમાં કામ કરવું જોઈએ, 80 પહેલા બનાવેલા નિયમો પ્રમાણે નહીં. સપ્ટેમ્બરનું ભવિષ્ય શિખર સંમેલન વૈશ્વિક શાસન સુધારા પર વિચાર કરવા માટે અને વિશ્વાસના પુર્નનિર્માણની તક હશે. 

ગુટેરસની આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા અમેરિકી મૂળના ઈઝરાયેલી ઉદ્યોગપતિ માઈકર ઈસેનબર્ગે પૂછ્યું કે તમારો ભારત માટે શું ખ્યાલ છે? સારું રહેશે કે UN ને ખતમ કરવું જોઈએ અને રિયલ લીડરશીપ સાથે કઈક નવું બનાવવું જોઈએ. 

શું છે UNSC
અત્રે જણાવવાનુ કે સુરક્ષા પરિષદ સંયુક્ત રાષ્ટ્રની શાખા છે જે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા જાળવી રાખવા માટે કામ કરે છે. તેમાં 15 સભ્ય હોય છે. જેમાંથી 5 સ્થાયી અને 10 બિનસ્થાયી સભ્ય દેશ હોય છે. સ્થાયી સભ્યોમાં યુએસ, યુકે, ચીન, ફ્રાન્સ અને રશિયા સામેલ છે. જેમની પાસે વીટો પાવર હોય છે. જ્યારે 10 બિનસ્થાયી સભ્યોને મહાસભાના સભ્યો બે વર્ષના કાર્યકાળ માટે પસંદ કરે છે. UNSC માં સ્થાયી સદસ્યતા માટે ભારતે અનેક મંચો પર પોતાની દાવેદારી રજૂ કરી છે. પરંતુ ચીન સહિત કેટલાક દેશ ભારતની આ મુહિમમાં અડિંગો જમાવ્યા કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More