Home> Gujarat
Advertisement
Prev
Next

કેન્દ્ર સરકારે ખેડૂત લક્ષી નિર્ણય લીધો, પરંતુ ખેડૂતોનો વિરોધી સૂર; કહ્યું- 'સબસિડી વધારવાથી અમને કોઈ જ મોટો ફાયદો નહિ થાય'

ભારત સરકારે યુરીયા ખાતરના ભાવમાં છેલ્લા કેટલાક વર્ષોથી કોઇ જ વધારો કર્યો નથી. પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં ડી.એ.પી અને એન.પી.કે ખાતરના તેમજ તેના કાચામાલમાં છેલ્લા કેટલાક સમયમાં ઘણો વધારો થયો છે. જેનાં પરિણામે ખાતરની પડતર કિંમતમાં ખૂબ વધારો થવા પામ્યો હતો.

કેન્દ્ર સરકારે ખેડૂત લક્ષી નિર્ણય લીધો, પરંતુ ખેડૂતોનો વિરોધી સૂર; કહ્યું- 'સબસિડી વધારવાથી અમને કોઈ જ મોટો ફાયદો નહિ થાય'

અલકેશ રાવ/બનાસકાંઠા: સતત વધતા જતા ખાતરના ભાવના કારણે ખેડૂતોની હાલત કફોડી બનતા હવે સરકાર દ્વારા ખેડૂતોને અપાતા ખાતરમાં 850 રૂપિયાની સબસીડીનો વધારો કરાયો છે જેને લઈને ખેડૂતોને મોટો ફાયદો થશે. જોકે ખેડૂતો કહી રહ્યા છે કે આ સબસિડી વધારવાથી ખેડૂતોને કોઈ જ મોટો ફાયદો નહિ થાય.

fallbacks

ભારત સરકારે યુરીયા ખાતરના ભાવમાં છેલ્લા કેટલાક વર્ષોથી કોઇ જ વધારો કર્યો નથી. પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં ડી.એ.પી અને એન.પી.કે ખાતરના તેમજ તેના કાચામાલમાં છેલ્લા કેટલાક સમયમાં ઘણો વધારો થયો છે. જેનાં પરિણામે ખાતરની પડતર કિંમતમાં ખૂબ વધારો થવા પામ્યો હતો. આ ભાવવધારાનો બોજ સીધો ખેડૂતો ઉપર ના આવે તે માટે ભારત સરકાર દ્વારા ડી.એ.પી. ખાતરમાં હાલ મળતી સબસીડી 1650 રૂપિયા પ્રતિ બેગ હતી, તેમાં વધારો કરી 2501 રૂપિયા પ્રતિ બેગ કરવામાં આવી છે. 

'કોઇને કહીશ તો વીડિયો વાયરલ કરીશ' કહીને પ્રેમી સગીરા સાથે બનાવતો હતો સંબંધ, જાણો દીકરી સાથે બનેલો કાંડ કેવી રીતે ખૂલ્યો?

આમ, પ્રતિ બેગ 850ની માતબર સબસીડીનો વધારો કરવામાં આવ્યો છે. જેનો લાભ રાજ્યના ખેડૂતોને પણ થશે. રાજ્યમાં ડીએપી ખાતરનો અંદાજે 5 લાખ મેટ્રિક ટન વાર્ષિક વપરાશ થાય છે. જેનાં કારણે રાજ્યના ખેડૂતોને વધારાની 850 કરોડની સબસીડીનો ફાયદો થશે. જોકે આ બાબતે ખાતર ડેપોના સંચાલકોએ ખેડૂતોને ફાયદો થશે તેવું કહી રહ્યા છે.

અમદાવાદના ચકચારી આયેશા કેસમાં આરોપીને ફટકારી સજા, કોર્ટે કહ્યું; 'સમાજમાં ઘરેલુ હિંસા ઘટાડવા આરોપીને બક્ષી ના શકાય'

તો બીજી બાજુ ખેડૂતો કહી રહ્યા છે કે, પહેલેથી જ ખાતરમાં અસહય ભાવ વધારો થતો જાય છે હવે ચૂંટણીઓ નજીક આવતા જ સરકારે સબસિડીના નામે આંકડાઓની માયાજાળ કરી છે જેનાથી કોઈ જ ફાયદો ખેડૂતોને થશે નહીં જો સરકારે ખેડૂતોને ફાયદો આપવો જ હોય તો સબસિડી આપ્યા વગર સીધો ખાતરમાં જ ભાવ વધારો કરી દે જેથી ખેડૂતોને સીધો ફાયદો થાય..

ટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More