Home> Gujarat
Advertisement
Prev
Next

'કોઇને કહીશ તો વીડિયો વાયરલ કરીશ' કહીને પ્રેમી સગીરા સાથે બનાવતો હતો સંબંધ, જાણો દીકરી સાથે બનેલો કાંડ કેવી રીતે ખૂલ્યો?

નરાધમે ઉમંગે કિશોરી સાથે દુષ્કર્મ આચરતી વખતે અંગતપળોનો બિભત્સ વિડીયો ઉતાર્યો હતો અને ફોટા પણ પોતાના મોબાઇલમાં ક્લીક કર્યા હતા. આ બિભત્સ વિડીયો અને ફોટો બતાવી ઉમંગ કિશોરીને કહેતો હતો કે જો આ વાતની કોઇને જાણ કરશે તો તારો વિડીયો હું સોશ્યિલ મિડીયામાં વાયરલ કરી દઇશ.

 'કોઇને કહીશ તો વીડિયો વાયરલ કરીશ' કહીને પ્રેમી સગીરા સાથે બનાવતો હતો સંબંધ, જાણો દીકરી સાથે બનેલો કાંડ કેવી રીતે ખૂલ્યો?

ચેતન પટેલ/સુરત: શહેરમાં ફરી એક માસૂમ કિશોરીને નિશાન બનાવવામાં આવી છે. આ માસૂમ કિશોરીને ડિલીવરી બોયે પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી ચારથી પાંચ વખત દુષ્કર્મ કર્યુ હતું. ઉપરાંત હવસખોર નરાધમે અંગતપળોનો ઉતારેલો બિભત્સ વિડીયો બે મિત્રોને વ્હોટ્સએપ પર મોકલાવવાની સાથે સોશ્યિલ મિડીયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી. જે અંગે કિશોરી ના પિતાએ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે નરાધમ ની ધરપકડ કરી તેને જેલભેગો કર્યો હતો.

fallbacks

આ વિશે મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરના પાલનપુર ગામ વિસ્તારના અશોક વાટિકા સોસાયટીમાં રહેતા ઉમંગ ઉર્ફે બોની પ્રહલાદ પટેલ ડિલિવરી બોય તરીકે નોકરી કરે છે. ઉમંગએ પાલનપુર ગામ વિસ્તારમાં રહેતા ઇલેકટ્રીકના વેપારીની 14 વર્ષની કિશોરીને પ્રેમજાળમાં ફસાવી હતી અને બપોરના સમયે પોતાના ઘરે મળવા બોલાવતો હતો. જયાં લગ્ન કરવાની લાલચ આપી હવસખોર નરાધમ ઉમંગે કિશોરી સાથે ચારથી પાંચ વખત દુષ્કર્મ કર્યુ હતું. 

અમદાવાદના ચકચારી આયેશા કેસમાં આરોપીને ફટકારી સજા, કોર્ટે કહ્યું; 'સમાજમાં ઘરેલુ હિંસા ઘટાડવા આરોપીને બક્ષી ના શકાય'

નરાધમે ઉમંગે કિશોરી સાથે દુષ્કર્મ આચરતી વખતે અંગતપળોનો બિભત્સ વિડીયો ઉતાર્યો હતો અને ફોટા પણ પોતાના મોબાઇલમાં ક્લીક કર્યા હતા. આ બિભત્સ વિડીયો અને ફોટો બતાવી ઉમંગ કિશોરીને કહેતો હતો કે જો આ વાતની કોઇને જાણ કરશે તો તારો વિડીયો હું સોશ્યિલ મિડીયામાં વાયરલ કરી દઇશ. જેથી કિશોરી ડરી ગઇ હતી અને ઉમંગે તેના બે મિત્ર દીપ અને વીસ્પીને વ્હોટ્સએપ પર વિડીયો મોકલી આપ્યો હતો. 

જો કે આ અંગેની જાણ થતા કિશોરીના પિતાએ ઉમંગ વિરૂધ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે અડાજણના પીઆઇ સ્વપ્નીલ પંડયાએ નરાધમ ઉમંગની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

હું પાર્ટી પાસે કામ માંગું છું, જો કામ મળશે તો હું 110ની સ્પીડથી કામ કરીશ: હાર્દિક પટેલ

ઉલ્લેખનીય છે કે ઇલેકટ્રીક વેપારી મુંબઇમાં ધંધો કરતો હતા અને તાજેતરમાં જ સુરત શીફ્ટ થયા હતા. પત્ની સાથે મનમેળ નહીં હોવાથી છુટાછેડા લઇ 14 વર્ષની પુત્રી, 8 વર્ષનો પુત્ર અને માતા સાથે સુરતમાં સ્થાયી થવાનું નક્કી કર્યુ હતું. વેપારી ગત 24 એપ્રિલે બંને સંતાન સાથે મુંબઇ ગયા હતા જયાં રાતના સમયે પુત્રીનો મોબાઇલ ચેક કરતા તેમાં અસંખ્ય બિભત્સ મેસેજ જોઇ ચોંકી ગયા હતા. જેથી વેપારીએ કડકાઇથી પુત્રીને આ બાબતે પુછપરછ કરતા ઉમંગ સાથે પાંચ વખત શરીરસંબંધ બાંધ્યાની અને વિડીયો ઉતારી બ્લેકમેલ કરતો હોવાનું કહ્યું હતું. હાલ આ બનાવમાં પોલીસે આરોપી ઉમગને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More