Home> Gujarat
Advertisement
Prev
Next

અલ્યા ભાઈ બહુ કરી... પાંજરામાં બેસેલા કપિરાજે યુવકના હાથમાંથી મોબાઈલ ખેંચી લીધો

Viral Video :  દરેક પ્રાણીસંગ્રહાલયમાં બોર્ડ લગાવાયેલા હોય છે કે, પાંજરાની નજીક જવુ નહિ. ત્યારે યુવક કેવી રીતે પાંજરાની નજક પહોંચી ગયો. નિયમને તોડનાર યુવકને કપિરાજે તેનો મોબાઈલ તોડીને પાઠ ભણાવ્યો હોય તેવું લાગે છે
 

અલ્યા ભાઈ બહુ કરી... પાંજરામાં બેસેલા કપિરાજે યુવકના હાથમાંથી મોબાઈલ ખેંચી લીધો

Viral Video : પ્રાણીસંગ્રહાલયમાં અનેકવાર લોકો આવીને એવી મસ્તીએ ચઢતા હોય છે કે પ્રાણીઓ સાથે પણ મસ્તી કરતા હોય છે. આવામાં તેઓને પ્રાણીઓ સાથેની મસ્તી ભારે પડી જાય છે. વડોદરાના કમાટીબાગની એક ઘટના હાલ ચર્ચાના ચગડોળે ચઢી છે. કપિરાજની સાવ નજીક પહોંચેલા યુવકનો મોબાઈલ કપિરાજે છીનવી લીધો હતો. ત્યારે કપિરાજે પાંજરામાં મોબાઈલ તોડી નાંખ્યો હતો. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચામા આવ્યો છે. 

fallbacks

કમાટીબાગમાં ફરવા આવેલ યુવક સાથે આ ઘટના બની હતી. પાંજરામાં રહેલા કપિરાજે યુવકનો મોબાઈલ લઈ લીધો હતો, એટલુ જ નહિ, થોડો સમય તો કપિરાજ મોબાઈલને જોતો રહ્યો હતો. જેના બાદ કપિરાજે મોબાઈલ લઈ તોડી પણ નાંખ્યો હતો. 

આ પણ વાંચો : 

હોળીએ દ્વારકા મંદિરમાં દર્શનનો સમય બદલાયો, જાણીને જજો નહિ તો ફેરો ફોગટ જશે

આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સવાલ એ છે કે, યુવક કપિરાજના પાંજરાની એકદમ નજીક શુ કરતો. દરેક પ્રાણીસંગ્રહાલયમાં બોર્ડ લગાવાયેલા હોય છે કે, પાંજરાની નજીક જવુ નહિ. ત્યારે યુવક કેવી રીતે પાંજરાની નજક પહોંચી ગયો. નિયમને તોડનાર યુવકને કપિરાજે તેનો મોબાઈલ તોડીને પાઠ ભણાવ્યો હોય તેવું લાગે છે. 

ઉલ્લેખનીય છે કે, વડોદરાનું કમાટીબાગ પ્રાણીસંગ્રહાલય વર્લ્ડ ફેમસ છે. અહીં મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવતા હોય છે. અહીં દેશવિદેશથી લાવવામા આવેલા પ્રાણીઓ છે. તો સાથે જ અહીં બાગના મધ્યમમાં આવેલું મ્યૂઝિયમ પણ વર્લ્ડ સ્તરનું છે. જ્યાં વિદેશથી લાવવામા આવેલી અનેક કલાત્મક વસ્તુઓ સંગ્રહાયેલી છે. 

આ પણ વાંચો : 

અમદાવાદનું પોપ્યુલર બિલ્ડર ફરી ચર્ચામાં, ભત્રીજા અને સાળાના જમીન કૌભાંડ ખૂલ્યું

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More