Home> Gujarat
Advertisement
Prev
Next

Gujarat Monsoon Rain: ગુજરાતમાં જામ્યું ચોમાસું, 10 દિવસમાં જ સિઝનનો 26.24% વરસાદ, છેલ્લા 24 કલાકમાં 140 તાલુકામાં મેઘમહેર

Gujarat Weather: ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ તેના હજુ માંડ 10 દિવસ થયા છે. પરંતુ રાજ્યમાં ખૂબ સારો વરસાદ પડી રહ્યો છે. અત્યાર સુધી સિઝનનો 26 ટકાથી વધુ વરસાદ ગુજરાતમાં પડ્યો છે. તો હવામાન વિભાગે હજુ વરસાદની આગાહી કરી છે.

Gujarat Monsoon Rain: ગુજરાતમાં જામ્યું ચોમાસું, 10 દિવસમાં જ સિઝનનો 26.24% વરસાદ, છેલ્લા 24 કલાકમાં 140 તાલુકામાં મેઘમહેર

Gujarat Monsoon Rain: રાજ્યમાં ગત ૨૪ કલાક દરમિયાન ૨૩ જિલ્લાના ૧૪૦ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં રાજ્યનો સૌથી વધુ ૬ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે, સુરતના ઉમરપાડા અને તાપીના ડોલવણ તાલુકામાં ૫ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. 

fallbacks

અન્ય તાલુકાઓની વાત કરીએ તો, છેલ્લા ૨૪ કલાકમાં ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં, વડોદરાના કરજણ, નવસારીના વાંસદા, તાપીના કુકરમુંડા, નર્મદાના ડેડીયાપાડા તેમજ મહિસાગરના લુણાવાડા તાલુકામાં ૪ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત નવસારીના ખેરગામ, તાપીના વ્યારા અને વલોદ તથા વલસાડ તાલુકામાં ૩ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તદુપરાંત રાજ્યના ૨૦ તાલુકામાં બે ઇંચથી વધુ, ૨૪ તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, ૮૩ તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. 

રાજ્યમાં આજે તા. ૨૬ જૂન, ૨૦૨૫ના રોજ સવારે ૬.૦૦ કલાક સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૨૬.૨૪ ટકા જેટલો નોંધાયો છે. જેમાં પૂર્વ મધ્ય ગુજરાતમાં સૌથી વધુ ૩૦ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૨૮.૪૨ ટકા, સૌરાષ્ટ્રમાં ૨૬.૩૫ ટકા, કચ્છ વિસ્તારમાં ૨૧.૬૫ ટકા અને ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો ૧૭.૨૯ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે. 

આ પણ વાંચોઃ ગુજરાતમાં જોવા મળશે મેઘતાંડવ, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ, અંબાલાલ-પરેશ ગોસ્વામીની આગાહી

હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસની આગાહી કહે છે કે, ગુજરાતમાં આજથી 1 જુલાઈ સુધી વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ તો અન્ય જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી છે. નર્મદા અને તાપીમાં અતિભારે વરસાદની આગાહી છે. તો દાહોદ, સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, અરવલ્લી અને પંચમહાલમાં ભારે વરસાદની આગાહી છે. 

હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ ભારે વરસાદ અને ભારે પવન ફૂંકવાની ચેતવણી જાહેર કરી છે. અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક અશોક કુમાર દાસના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, મહિસાગર, વડોદરા, દાહોદ, ભરૂચ, નર્મદા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More