Home> World
Advertisement
Prev
Next

ભારતે ચીન-પાકિસ્તાનનો દાવ ઊંઘો પાડ્યો, SCO ના જોઈન્ટ સ્ટેટમેન્ટ પર સહીં કરવાની ઘસીને ના પાડી

SCO Summit 2025: ભારતે આતંકવાદ મુદ્દે ચાલબાજી કરી રહેલા ચીન અને પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે SCO Summitના જોઈન્ટ સ્ટેટમેન્ટ પર સહી કરવાની ચોખ્ખી ના પાડી દીધી. 

ભારતે ચીન-પાકિસ્તાનનો દાવ ઊંઘો પાડ્યો, SCO ના જોઈન્ટ સ્ટેટમેન્ટ પર સહીં કરવાની ઘસીને ના પાડી

ભારતે આતંકવાદના મુદ્દે બેવડું વલણ ધરાવતા ચીન અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. SCO સમિટમાં ભાગ લેવા ગયેલા રક્ષામંત્રી રાજનાથ સિંહે શાંઘાઈ સહયોગ સંમેલનના સંયુક્ત ઘોષણાપત્ર પર સહી કરવાની ના પાડી દીધી. ચીનના કિંગદાઓ પ્રાંતમાં યોજાયેલી આ બેઠક માટે તૈયાર થયેલા જોઈન્ટ સ્ટેટમેન્ટમાં આતંકવાદ પર ભારત સંલગ્ન ચિંતાઓને સામેલ કરવામાં ન આવી. ત્યારબાદ ભારતે કડક વલણ અપનાવ્યું. જેના કારણે જોઈન્ટ સ્ટેટમેન્ટ ઈશ્યું થઈ શક્યું નહીં. 

fallbacks

અત્રે જણાવવાનું કે ભારતનું આ વલણ આતંકવાદ પર ઝીરો ટોલરેન્સ સૈન્ય મોરચે માંડીને કૂટનીતિક મોરચે કોઈ પણ રીતે નરમ વલણ નહીં અપનાવવા અંગેનો મોટો સંકેત છે. ભારતના ઈન્કારે આતંકવાદ પર બેવડું વલણ અપનાવતા ચીનને પણ જોરદાર સબક શીખવાડ્યો છે. એસસીઓ સંમેલનમાં ભારત અને પાકિસ્તાન તથા ચીન ઉપરાંત 10 દેશોના રક્ષામંત્રી ભેગા થયા હતા. આ બેઠકમાં ક્ષેત્રીય શાંતિ અને સુરક્ષા, આતંકવાદ, આતંકવાદ વિરુદ્ધ સહયોગ અને સભ્ય દેશો વચ્ચે સહયોગ મહત્વનો એજન્ડા હતો. પરંતુ જ્યારે ભારતે આતંકવાદની હાલમાં જ ઘટેલી મોટી ઘટના પહેલગામ હુમલાને તેમાં પ્રમુખતા આપવાનો પ્રયત્ન કર્યો તો ચીન અને પાકિસ્તાન મોઢું છૂપાડવા લાગ્યા. પાકિસ્તાન બલુચિસ્તાનનો મુદ્દો ઉઠાવવા લાગ્યું. 

આ અગાઉ રાજનાથ સિંહે આતંકવાદને સરકાર પ્રાયોજિત નીતિની જેમ અપનાવતા પાકિસ્તાન પર પરોક્ષ રીતે આકરા પ્રહારો કર્યા. તેમણે લશ્કર એ તૈયબા તરફથી કરાયલા પહેલગામ આતંકી હુમલાનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે આતંકવાદ પર બેવડા માપદંડો હોઈ શકે નહીં. આતંકવાદને પોષતા લોકો, તેને સંરક્ષણ કે હથિયાર-ટ્રેનિંગ આપતા દેશોને ન્યાયના દાયરામાં લાવવા જોઈએ. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More