ગુજરાત : ગુજરાતીઓને આગામી 36 કલાક વાદળછાયા વાતાવરણનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે અગામી 36 કલાકમાં ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે સવારથી જ ગુજરાતના આકાશમાં વાદળો મંડરાઈ રહ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉતર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર, કચ્છ, દ્વારકામાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. તો હવામાન વિભાગે આવી આગાહી છે.
ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડમાં હિમવર્ષા થઈ રહી છે. ભારે હિમવર્ષાને કારણે અહી રસ્તાઓ પર બરફના થર જામ્યાં છે. તો ઉત્તરાખંડમાં ગંગોત્રી-યમુનોત્રીના હાઇવે બંધ કરવાની ફરજ પડી છે. ભારે હિમવર્ષાને લીધે
જનજીવન પણ ઠપ્પ થઈ ગયું છે. બદ્રીનાથ, ઉત્તરકાશી, પિથોરાગઢ પર પહાડો પર સતત હિમવર્ષાથી મેદાની વિસ્તારમાં ઠંડી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે