Home> India
Advertisement
Prev
Next

J&K: હંદવાડામાં 3 દિવસ સુધી ચાલેલી અથડામણમાં 2 આતંકીઓ ઠાર, 5 જવાન શહીદ

જમ્મુ કાશ્મીરના કૂપવાડામાં 28 ફેબ્રુઆરીના રોજ રાતે 9 વાગ્યાથી શરૂ થયેલી અથડામણમાં આજે સુરક્ષાદળોએ 2 આતંકીઓને ઘેર્યા છે. હાલ મળતી માહિતી મુજબ હવે સેનાના પેરા કમાન્ડો પણ આ ઓપરેશનમાં સામેલ થયા છે.

J&K: હંદવાડામાં 3 દિવસ સુધી ચાલેલી અથડામણમાં 2 આતંકીઓ ઠાર, 5 જવાન શહીદ

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના કૂપવાડા જિલ્લાના હંદવાડામાં આતંકીઓ સાથે છેલ્લા 3 દિવસથી ચાલી રહેલી અથડામણમાં સુરક્ષાદળોને સફળતા મળી છે. આ એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર કરાયા છે. જ્યારે પાંચ સુરક્ષાકર્મીઓ શહીદ થયા છે. એન્કાઉન્ટર દરમિયાન 3 સીઆરપીએફના જવાનો અને જમ્મુ કાશ્મીર પોલીસના 2 જવાનો શહીદ થયા છે. 

fallbacks

રક્ષા મંત્રાલયના પ્રવક્તા કર્નલ રાજેશ  કાલિયાએ આજે કહ્યું કે બે આતંકીઓ માર્યા ગયા છે. અથડામણ હવે બંધ થઈ ગઈ છે. પરંતુ સર્ચ અભિયાન ચાલુ છે. માર્યા ગયેલા આતંકીઓની ઓળખ હજુ થઈ નથી. કૂપવાડા જિલ્લાના હંદવાડાના બાબાગુંડ ગામમાં શુક્રવારના રોજ અથડામણ શરૂ  થઈ હતી. આતંકીઓની હાજરીની સૂચના મળથા જ સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરી લીધો હતો. ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું. 

કોંગ્રેસના ગઢ અમેઠીમાં આજે PM મોદી હૂંકાર ભરશે, 538 કરોડ રૂપિયાની ભેટ આપશે

અથડામણ અંગે માહિતી આપતા કાશ્મીરના આઈજી એસપી પાણીએ કહ્યું કે ઓપરેશન લગભગ ખતમ થઈ ગયું છે. ફાઈનલ સર્ચ ઓપરેશન ચાલે છે. અથડામણના સ્થળેથી અમને 2 આતંકીઓના મૃતદેહ મળ્યા છે. જેમની ઓળખ કરવાની કોશિશ થઈ રહી છે. વિસ્તારની ભૌગોલિક સ્થિતિ અને ભીડભાડવાળા વિસ્તારના કારણે આ અથડામણ લાંબો સમય સુધી ચાલી. એન્કાઉન્ટરમાં અમે સીઆરપીએફના 3 જવાનો અને પોલીસને 2 જવાનો ગુમાવ્યાં. 

મૃત સમજી રહેલા આતંકીએ ફાયરિંગ કરી નાખ્યું
સીઆરપીએફના 3 જવાન અને બે પોલીસકર્મીઓ આ અથડામણમાં શહીદ થયાં. બન્યું એવું કે એક આતંકીને મૃત સમજી રહ્યાં હતાં તેણે અચાનક ઘરના કાટમાળમાંથી ઊભા થઈને સુરક્ષાદળો પર અંધાધૂંધ ફાયરિંગ કર્યુ હતું. પોલીસે કહ્યું કે એક ઘાયલ સીઆરપીએફના જવાનનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું. એક નાગરિકનું પણ મોત થયું હતું. પ્રદર્શનકારીઓ ઓપરેશનમાં વિધ્નો નાખી રહ્યા હતાં. 

આ અથડામણ શુક્રવારે કૂપવાડાના હંદવાડાના બાબાગુંડ વિસ્તારથી શરૂ થઈ હતી. બીજા દિવસે શુક્રવારે સુરક્ષાદળોએ આતંકીઓ જ્યાંથી ફાયરિંગ કરી રહ્યાં હતાં તે ઘરને જ વિસ્ફોટ કરીને ઉડાવી દીધુ હતું. ત્યારબાદ જો કે ફાયરિંગ બંધ થઈ હતી. પરંતુ સુરક્ષાદળો જેવા ઈમારતની અંદર દાખલ થયા કે ત્યાં છૂપાયેલા આતંકીઓએ તેમના પર ફાયરિંગ શરૂ કરી દીધુ અને આ હુમલામાં 4 જવાનો  શહીદ થયા હતાં. જ્યારે 9 ઘાયલ થયા હતાં. ત્યારબાદ આતંકીઓ બીજા રહેણાંક વિસ્તારમાં ઘૂસી ગયાં અને ત્યાં એક ઘરમાં છૂપાઈને ફાયરિંગ કરવા લાગ્યા હતાં. સુરક્ષાદળોએ તે ઘરને પણ ઉડાવી દીધુ. આ દરમિયાન અથડામણના સ્થળે પ્રદર્શન દરમિયાન એક નાગરિકના મોતના અહેવાલ મળ્યાં છે. 

એલઓસી પર પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનો ભંગ
આ દરમિયાન પાકિસ્તાને શુક્રવારે રાજોરી અને પૂંછ જિલ્લાઓમાં એલઓસી પર ચાર સેક્ટરોમાં ફાયરિંગ કરીને એકવાર ફરીથી યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. જેમાં એક મહિલા ઘાયલ થઈ ગઈ. અધિકારીઓએ જણાવ્યું કે પાકિસ્તાની સુરક્ષાદળોએ પૂંછમાં રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવા માટે હોવિત્ઝર 105 એમએમ તોપ સહિત મોટા હથિયારોનો ઉપયોગ કર્યો. એક અધિકારીએ જણાવ્યું કે પાકિસ્તાની સૈનિકોએ પૂંછ જિલ્લાના કૃષ્ણા ઘાટી સેક્ટરમાં નિયંત્રણ રેખા પર ફાયરિંગ કર્યું અને મોર્ટાર છોડ્યાં. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More