Rajkot News રાજકોટ : સ્વામીનારાયણ સંતોના સનાતન ધર્મ પર થઈ રહેલા બેફામ નિવેદનબાજી પર હવે લોકોનો રોષ જોવા મળી રહ્યો છે. જલારામ બાપા પર ટિપ્પણી કરવા બદલ જ્ઞાન પ્રકાશ સ્વામીને વીરપુર જઈને માફી માંગવી પડી છે. ત્યારે હવે ગુજરાતના જાણીતા કથાકાર મોરારીબાપુનું સનાતન ધર્મ ઉપર થતા પ્રહારને લઈને મોટું નિવેદન સામે આવ્યું છે.
વ્યાસપીઠ પરથી મોરારીબાપુએ કહ્યું કે, સનાતન ધર્મ ઉપર પ્રહારો ઓછા નથી થઈ રહ્યાં. આપણા દેવી દેવતા માતાઓ ઉપર પ્રહારો થઈ રહ્યા છે. સાધુ સંતો જ નહિ, આપણા ગ્રંથો ઉપર પણ પ્રહારો થાય છે. ગણતરીપૂર્વક ખૂબ જ આક્રમણ થઈ રહ્યું છે. વ્યાસગાદી લઇને ફરતો હોવાથી અરજ થાય છે સવિનય જાગૃત કરવા માટે કહું છું બાકી મારે કોઈ લેવા દેવા નથી.
2035માં દુનિયા કેવી હશે? 350 થી વધુ નિષ્ણાતોએ કરી અતિ ચોંકાવનારી ભવિષ્યવાણી
તેમણે કહ્યું કે, સાધુ ચરિત જલારામબાપા પરિવાર સાથે મારે ચાર પેઠીનો સબંધ છે. જલારામબાપાને પણ નીચે દેખડવાના પ્રયાસો થયા છે. કલ્પના તો કરો, અમુક લોકોને શું કરવું છે. વેશના સાધુ થવા કરતા મુક્તિના સાધુ થવું ઉત્તમ. સૌ જે કોઈને માનતા હોય તેને ચિત્રે એમાં કોઈ વાંધો ન હોય. સદનું વ્રત લીધું હોય તેને સદાવ્રતનો ખ્યાલ આવશે. વીરપુર પરિવારનો હું સાક્ષી છું, તે રામ પરિવાર છે. જલારામબાપાએ ભોજલારામ બાપા પાસે જ આશીર્વાદ માંગ્યા હતા, આશીર્વાદ ગુરુ જ આપે. ભોજલારામ બાપાના આશીર્વાદથી અન્નક્ષેત્ર શરૂ કર્યું હતું. જલારામબાપાએ ઠાકોરજીની થાળીમાં વીરબાઈ માને પણ આપી દીધા હતા. આવું કોણ કરી શકે તમે કલ્પના તો કરો.
સનાતાન ધર્મ પર થતા પ્રહારો પર મોરારીબાપુએ તોડ્યું મૌન : ભોજલરામ બાપાનાં આશીર્વાદથી જ અન્નક્ષેત્ર શરૂ થયું હતું, વીરપુર મંદિરમાં એક રૂપિયાનું દાન નથી લેવાતું...#Gujarat #Moraribapu #Virpur #jalarambappa #ZEE24Kalak pic.twitter.com/u7fuHAc2eA
— Zee 24 Kalak (@Zee24Kalak) March 9, 2025
તેમણે વીરપુર વિશે આગળ કહ્યું કે, વીરપુર જલારામબાપાના મંદિરમાં એક પણ રૂપિયાનું દાન નથી લેવાતું. એકાદ જગ્યા તો બતાવો જ્યાં રૂપિયા ન લેવાતા હોય. જલારામબાપાના પરિવારે પણ ટિપ્પણી મુદ્દે નિવેદન આપ્યું તેમાં પણ સચ્ચાઈ છે, ક્યાંય કટુરતા નથી,
આવું સાધુના ઘરને શોભે.
ગમે ત્યારે આવશે વાવાઝોડું! અરબ સમુદ્રમા એવો પલટો આવશે કે ગુજરાત પર મંડરાયો મોટો ખતરો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે