Home> LifeStyle
Advertisement
Prev
Next

SPF Sunscreen: સનસ્ક્રીનમાં SPF શું હોય ? ઉનાળા દરમિયાન સનસ્ક્રીન લગાડવું શા માટે જરૂરી ?

What is SPF In Sunscreen: ઉનાળા દરમિયાન સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જરૂરી છે. પરંતુ મોટાભાગના લોકો એ વાતને લઈને કંફ્યુઝ હોય છે કે કેટલા એસપીએફનું સનસ્ક્રીન લગાડવું અને સનસ્ક્રીન લગાડવું જરૂરી શા માટે છે? આ આ બંને પ્રશ્નનો જવાબ તમને જણાવી દઈએ.

SPF Sunscreen: સનસ્ક્રીનમાં SPF શું હોય ? ઉનાળા દરમિયાન સનસ્ક્રીન લગાડવું શા માટે જરૂરી ?

What is SPF In Sunscreen: તડકામાં બહાર નીકળતા પહેલા સનસ્ક્રીન લગાડવું જોઈએ. આવી વાત તમે પણ સાંભળી હશે પરંતુ અનેક લોકો એવા છે જેમને સનસ્ક્રીન વિશે યોગ્ય જાણકારી હોતી નથી. તડકામાં નીકળતા પહેલા સનસ્ક્રીન લગાડવું શા માટે જરૂરી છે અને ઉનાળામાં કેટલા એસપીએફનું સનસ્ક્રીન વાપરવું જોઈએ એ વિશે આજે તમને જાણકારી આપીએ. 

fallbacks

આ પણ વાંચો: Home Remedy For Pimple: 5 રુપિયાની વસ્તુ મટાડી દેશે ખીલ, સ્કિન દેખાવા લાગશે હેલ્ધી

સૂર્યના તેજ કિરણોથી સ્કિનને નુકસાન થાય છે આ નુકસાનથી સ્કિનને બચાવવી હોય તો સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ. માર્કેટમાં અલગ અલગ પ્રકારના હોય છે ત્વચાના પ્રકાર અનુસાર સનસ્ક્રીનની પસંદગી કરવી જોઈએ. સનસ્ક્રીનમાં એસપીએફનું પણ ખાસ મહત્વ હોય છે. આ એસપીએફ શું છે આજે તમને જણાવીએ. 

આ પણ વાંચો: Fridge : આ પાવડર ખુલ્લો કરીને રાખી દો ફ્રીજમાં, ફ્રિજમાંથી આવતી વાસ કલાકમાં દુર થશે

સનસ્ક્રીનમાં એસપીએફ શું હોય ?

દરેક સનસ્ક્રીન પર એસપીએફ સાથે એક નંબર લખેલો હોય છે. એસપીએફ નંબર જણાવે છે કે યુવી રેડીએશનથી સ્કિનને કેટલું રક્ષણ આ સનસ્ક્રીન આપશે. 30 એસપીએફ સનસ્ક્રીન એટલે કે તે સનસ્ક્રીન ત્વચાને લગભગ 97% બચાવે છે. 50 એસપીએસ સનસ્ક્રીમ એટલે કે યુવી રેઝથી 98% રક્ષણ મળશે. 

આ પણ વાંચો: 99 ટકા લોકો નથી જાણતા કે આ 5 શાક ખાવાથી ઝડપથી વધે વજન, દરેક ઘરમાં ભરપુર ઉપયોગ થાય

કેટલા એચપીએફનું સનસ્ક્રીન ઉનાળામાં વાપરવું ?

એક રિસર્ચ અનુસાર 30 એસપીએફ કે 50 એસપીએફ સનસ્ક્રીનને સ્કિન ટાઈપ અનુસાર પસંદ કરવા જોઈએ. જે લોકોની સ્કિન વધારે ક્લિયર અને સેન્સેટિવ હોય તેમણે 50 એસપીએફ સનસ્ક્રીન લગાડવું જોઈએ. જેમની સ્કિન નોર્મલ હોય તેવો 30 એસપીએફ સનસ્ક્રીનનો ઉપયોગ કરી શકે છે. 

આ પણ વાંચો: Night Skincare : ચમકદાર અને સુંદર ત્વચા માટે રાત્રે ફોલો કરો આ ખાસ સ્કિન કેર રુટીન

સનસ્ક્રીનમાં રહેલું એસપીએફ ત્વચાનું રક્ષણ યુવી રેઝથી કરે છે.જે લોકો તડકામાં વધારે સમય રહેતા હોય તેમને 50 એસપીએફ સનસ્ક્રીન વાપરવું જોઈએ કારણ કે તે સ્કિનને વધારે પ્રોટેક્શન આપે છે. જે લોકોને તડકામાં રહેવાનું ઓછું થતું હોય તેઓ 30 એસપીએસ અથવા તો 15 એસપીએફ સનસ્ક્રીન પણ લગાવી શકે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More