Home> Gujarat
Advertisement
Prev
Next

કાંતિ અમૃતિયા માટે વટનો સવાલ! 100 સમર્થકો સાથે ગાંધીનગર રાજીનામું આપવા નીકળ્યા

Gopal Italia Vs Kanti Amrutiya : મોરબી ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા આજે સમર્થકો સાથે પહોંચશે ગાંધીનગર... ગોપાલ ઈટાલિયાની સાથે પોતે રાજીનામું આપવાની કરી છે જાહેરાત... રાજીનામા બાદ મોરબીથી ચૂંટણી લડવાની ગોપાલ ઈટાલિયાને આપી છે ચેલેન્જ...

કાંતિ અમૃતિયા માટે વટનો સવાલ! 100 સમર્થકો સાથે ગાંધીનગર રાજીનામું આપવા નીકળ્યા

Gujarat Politics : કાંતિ અમૃતિયા અને ગોપાલ ઈટાલિયા વચ્ચે ચેલેન્જ ગેમ યથાવત છે. કાંતિ અમૃતિયા આજે રાજીનામું આપવા તૈયાર હોવાનો દાવો કરાયો છે. મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા રાજીનામા પોતાના 100 સમર્થકો સાથે ગાંધીનગર જવા રવાના થયા છે. 

fallbacks

ગુજરાતમાં ચેલેન્જ પોલિટિક્સ
મહત્વનું છે કે, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા વચ્ચે છેલ્લા ઘણા દિવસથી પડકાર પોલિટિક્સ ચાલી રહી છે. બે દિવસ પહેલા આમઆદમી પાર્ટીએ સ્પષ્ટતા કરી હતી કે ગોપાલ ઈટાલિયા રાજીનામુ નહીં આપે. જોકે પોતે આપેલી તારીખ મુજબ કાંતિ અમૃતિયા રાજીનામું આપવા તૈયાર હોવાનો દાવો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, ગોપાલ ઈટાલિયા રાજીનામું મૂકીને મોરબી ચૂંટણી લડવા આવે તો હું પણ રાજીનામું મૂકવા તૈયાર છું. 

આ કોઈ પાર્ટીની લડાઈ નથી વ્યક્તિગત લડાઈ છે - કાંતિ અમૃતિયા
કાંતિ અમૃતિયાએ Z 24 કલાક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે, કાંતિ અમૃતિયાએ ચેલેન્જ સ્વીકારી છે અને આજે રાજીનામુ આપવા જઇ રહ્યો છું. આ કોઈ પાર્ટીની લડાઈ નથી વ્યક્તિગત લડાઈ છે. આજે ગોપાલ ઇટાલીયા રાજીનામુ આપવા નહિ આવે તો હું સતત પ્રયત્ન કરીશ કે રાજીનામુ આપવા આવે. સતત ટ્રાય કરીશ કે જ્યારે ગોપાલ રાજીનામુ આપવા આવે તો હું પણ તેની સાથે જ રાજીનામુ આપીશ. મારી મોરબીની જનતાએ મારા પર વિશ્વાસ રાખ્યો છે. ગોપાલ ઈટાલિયા રાજીનામું આપે એટલે હું 1 કલાક પણ નહીં વિચારું અને રાજીનામુ આપી દઈશ. 

ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થયું, બંગાળની ખાડીમાં હલચલ થતા આ જિલ્લાઓમાં આવશે પૂર જેવો વરસાદ

100 ગાડીના કાફલા સાથે કાંતિ અમૃતિયા ગાંધીનગર નીકળ્યા 
તો બીજી તરફ, મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા રાજીનામા સાથે ગાંધીનગર જવા રવાના તયા છે. મોરબીના સર્કિટ હાઉસ ખાતેથી તેના સમર્થકોની 100 ગાડીના કાફલા સાથે રવાના થઈ છે. મોરબીમાં આંદોલન સમયે વારંવાર વિસાવદરવાળી કરવાની ચીમકી આપતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. 

કાંતિ અમૃતિયાએ કહ્યું કે, ગોપાલ ઈટાલિયા રાજીનામું મૂકી મોરબી ચૂંટણી લડવા આવે તો હું પણ રાજીનામું મુકવા તૈયાર છું. વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિસાવદર બેઠક ઉપર જીત થતા મોરબીમાં આમ આદમી પાર્ટીના આગેવાનોએ લોકોને ઉશ્કેરી તંત્રને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. 

ગાંધીનગરના કાવાદાવા : આ નવું આવ્યું.. CM એટલે કમિટેડ મેન! એક IPS નું સપનું રગદોળાયુ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More