Home> Health
Advertisement
Prev
Next

Diabetes: હાઈ બ્લડ શુગરને કંટ્રોલ કરવાના 5 ઘરેલુ નુસખા, પહેલીવાર યુઝ કર્યાની સાથે જ દેખાશે ફાયદો

How To Control High Blood Sugar Level: ડાયાબિટીસની સમસ્યા આજકાલ સામાન્ય થતી જાય છે. ડાયાબિટીસ થવા પર બ્લડ શુગર લેવલ ઝડપથી વધી શકે છે, તેથી તેને કંટ્રોલ કરવું જરૂરી છે. જો તમે બ્લડ શુગર લેવલને મેનેજ કરવા માંગો છો તો આ ઘરેલુ ઉપાયો અજમાવી શકો છો.
 

Diabetes: હાઈ બ્લડ શુગરને કંટ્રોલ કરવાના 5 ઘરેલુ નુસખા, પહેલીવાર યુઝ કર્યાની સાથે જ દેખાશે ફાયદો

How To Control High Blood Sugar Level: ડાયાબિટીસમાં બ્લડ શુગર લેવલ મેનેજ કરવા માટે અહીં દર્શાવેલા ઘરેલુ ઉપાય અપનાવી શકાય છે. આ ઘરેલુ ઉપાયોની મદદથી તમે આસાનીથી બ્લડ શુગર લેવલને કાબુમાં કરી શકો છો. ડાયાબિટીસના દર્દીઓ હોય તેમણે આ ઉપાય અપનાવવા જોઈએ. આ દેશી નુસખાથી કોઈ આડઅસર થતી નથી. તો ચાલો જાણીએ ડાયાબિટીસના દર્દી માટે દવા જેવું કામ કરતા દેશી નુખસા કયા છે ?

fallbacks

ડાયાબિટીસ માટે ઘરેલુ નુસખા

આ પણ વાંચો: ઊંધા ગેસના કારણે માથું દુખે તો પાણીમાં આ વસ્તુ મિક્સ કરી પી લો, દુખાવો તુરંત મટશે

1. મેથી

મેથી દાણાને પાણીમાં ઉકાળી લેવા. ત્યારબાદ તે પાણીને ગાળી અને પી જવું. મેથીનું પાણી પીવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહી શકે છે. 

આ પણ વાંચો: Stomach Cancer: સવારે ઉઠતા વેંત થતી આ 5 સમસ્યા હોય શકે છે પેટમાં કેન્સરની શરુઆત

2. તજ

સ્વાસ્થ્ય માટે તજ પણ લાભકારી છે. તજ એન્ટી વાયરલ, એન્ટી બેક્ટેરીયલ અને એન્ટી ફંગલ ગુણોથી ભરપુર હોય છે. તજનો ઉપયોગ પણ પાણીમાં ઉકાળીને કરવો જોઈએ. તજનું પાણી ડાયાબિટીસમાં ફાયદો કરે છે.

આ પણ વાંચો: આ 5 વસ્તુઓ ખાવાનું શરુ કરી દો, 100 ની સ્પીડ ઘટશે યુરિક એસિડ, શરીર થશે ડિટોક્સ

3. લવિંગ

બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવા માટે લવિંગનું પાણી પણ ફાયદાકારક છે. લવિંગનું પાણી પીવાથી બ્લડ શુગલ લેવલ ઓછું થાય છે. સવારે ખાલી પેટ લવિંગનું પાણી પીવું જોઈએ.

આ પણ વાંચો: ચોમાસામાં તુલસી-મરીનો ઉકાળો પીવાથી થશે લાભ, શરીરની આસપાસ પણ નહીં ફરકે બીમારીઓ

4. જીરું

જીરાનું પાણી પણ ડાયાબિટીસમાં લાભકારી સાબિત થાય છે. જીરું રાત્રે પાણીમાં પલાળી દેવું અને સવારે તે પાણીને ઉકાળી લેવું. ત્યારપછી પાણી હુંફાળુ ગરમ હોય ત્યારે ગાળીને પી લેવું.

આ પણ વાંચો: Iron Rich Food: આયરનની ખામી દુર કરવા ખાવી આ 3 વસ્તુઓ, શરીરમાં ડબલ સ્પીડમાં વધશે લોહી

5. તુલસીના પાન

ડાયાબિટીસમાં તુલસીના પાન પણ લાભ કરે છે. તુલસીના પાન બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તુલસીના પાન ચાવીને ખાઈ શકાય છે અને તેના પાનને પાણીમાં ઉકાળી તે પાણી પીવાથી પણ ફાયદો થાય છે. 

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More