Home> Gujarat
Advertisement
Prev
Next

મોરબી હોનારત : પ્રધાનમંત્રીએ સંપૂર્ણ પારદર્શક રીતે તપાસ કરવાનો આપ્યો આદેશ

Morbi Bridge Collapse : થોડીવારમાં પ્રધાનમંત્રી મોદી મોરબી પહોંચ્યા... પીએમ મોદી પહેલાં ઘટના સ્થળની મુલાકાત લીધી... તેના બાદ પીએમ મોદી હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોના ખબર અંતર પુછ્યા હતા

મોરબી હોનારત : પ્રધાનમંત્રીએ સંપૂર્ણ પારદર્શક રીતે તપાસ કરવાનો આપ્યો આદેશ

મોરબી :રવિવારે સાંજે મોરબીમાં સર્જાયેલી પુલ દુર્ઘટનામાં 135 લોકોના મોત નિપજ્યા છે. ત્યારે આજે મંગળવારે પ્રધાનમંત્રી મોદી મોરબી પહોંચ્યા છે. તેમનો કાફલો સૌથી પહેલા મચ્છુ નદીના પટમાં પહોચ્યો હતો, જ્યાં આ દુર્ઘટના સર્જાઈ હતી. તેઓ સૌથી પહેલા દુર્ઘટનાગ્રસ્ત સ્થળ પર પહોંચ્યા છે. પીએમ મોદીએ 15 મિનિટ જેટલો સમય કેબલ બ્રિજના ઉપરના ભાગ તરફ ફાળ્યો હતો, અને તેઓએ અહીથી તમામ માહિતી મેળવી હતી. આ સમયે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ હાજર રહ્યા હતા. ગૃહરાજ્ય મંત્રી દ્વારા પ્રધાનમંત્રીને ઘટનાની તમામ માહિતી આપવામાં આવી હતી. જેના બાદ તેઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. કારમાં સવાર પીએમ મોદી બે હાથ જોડીને બેસેલા જોવા મળ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં તેઓ ઈજાગ્રસ્તો તેમજ પીડિતોના પરિવારજનોને મળ્યા હતા. 

fallbacks

આ બાદ મોરબી ઝૂલતા પુલની દુર્ઘટનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંપૂર્ણ પારદર્શક રીતે તપાસ કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ કોઈ પણ પ્રકારની રાજકીય કે વહીવટી દખલગીરીને ધ્યાનમાં નહીં લેવાની સૂચના આપી. તેેમજ પીડિતોને આજીવન મદદ મળતી રહે તેવી સુવિધા ઊભી કરવાનો આદેશ આપ્યો.

fallbacks

પીએમ મોદી પહેલાં ઘટના સ્થળની મુલાકાત લેશે. સાથે જ પીએમ મોદી હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોના ખબર અંતર પુછશે. તેમજ મૃતકોના પરિવારને મળશે. પીએમ મોદી પીડિત 23 પરિવારોને મળીને તેમને આશ્વાસન આપશે. આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી રાહત પેકેજની પણ જાહેરાત કરી શકે તેવી શક્યતા છે. મોરબીમાં એસપી કચેરી ખાતે ઉચ્ચસ્તરીય બેઠક કરશે. 

fallbacks

આ ઘટનાથી આખું મોરબી શોકમગ્ન બન્યું છે. તેમજ આખા મોરબીમાં આજે બંધ પાળવામાં આવ્યો છે. મોરબીભરમાં આજે માર્કેટની દુકાનો, હોટલો, રેસ્ટોરન્ટ બંધ રાખવામાં આવ્યા છે. તમામ વેપારીઓએ મૃતકોની યાદમાં બંધ પાળીને તેમને શ્રદ્ધાંજલિ આપી છે. 

fallbacks

ઓરેવા કંપનીનું બોર્ડ ઢાંકી દેવાયું 
પીએમ મોદીના મોરબીમાં આગમન પહેલા ત્યાં લગાવેલું ઓરેવા કંપનીના બોર્ડને ઢાંકી દેવામાં આવ્યું છે. ઝુલતા પુલ પાસે ઓરેવા કંપનીના બોર્ડ પર સફેદ ચાદર લગાવી દેવાઈ છે. ત્યારે આ બોર્ડ અનેક સવાલો પેદા કરે છે. શા માટે તંત્રએ ઓરેવા કંપનીના બોર્ડને ઢાંકવામાં આવ્યું. ઓરેવા કંપની જેના દ્વારા જુલતા પુલ શરૂ કરાયેલો હતો, તેના બોર્ડ પર પ્રશાસને વ્હાઇટ પડદો લગાવ્યો. 

મોરબીમાં સેંકડો લોકોને ભરખી જનાર હોનારત બાદ પ્રધાનમંત્રી ખુદ મોરબી જઈને સ્થિતિનો તાગ મેળવવા પહોંચ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોરબી દુર્ઘટના બાદ બચાવ અને રાહત કામગીરી અંગે સમીક્ષા કરશે. સાથે જ ઈજાગ્રસ્તોની મુલાકાત લઈ મૃતકોના પરિવારનજનોને સાંત્વના પાઠવશે. આજે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં પીએમ મોદી મોરબી પહોંચશે અને સૌથી પહેલાં ઘટના સ્થળ પર જશે. જે જગ્યા પર 134 લોકોએ જીવ ગુમાવ્યા છે..તે સ્થળની પીએમ મોદી મુલાકાત લેશે. પછી પીએમ મોદી હોસ્પિટલ જઈને સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્ત લોકો સાથે વાત કરશે.આ ઉપરાંત મોરબી એસપી કચેરી ખાતે ઉચ્ચસ્તરીય બેઠક કરશે. આપને જણાવી દઈએ કે પીએમ મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે. પહેલા નર્મદામાં એક્તા દિવસની ઉજવણી, જે પછી બનાસકાંઠા અને અમદાવાદમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યુ છે. વિવિધ કાર્યક્રમોમાં સંબોધન દરમિયાન મોરબીમાં સર્જાયેલી હોનારતની વાત કરતા ભાવૂક થયા હતા. પીએમ મોદી ગત મોડી સાંજે રિવ્યુ બેઠક પણ યોજી હતી.ત્યારે આજે હવે પીએમ મોદી મોરબીની મુલાકાતે આવશે.

મહત્વનું છે કે મોરબીમાં રવિવારે સાંજે 6:30 કલાકે ઝૂલતો બ્રિજ તૂટી પડ્યો હતો. જેમાં અત્યાર સુધી 134થી વધારે લોકોના મોત થયા છે. જ્યારે સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા છે. મોરબી હોનારતનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ પાસે તપાસ કરાવવાની માગ કરી છે. સુપ્રીમ કોર્ટના વકીલ વિશાલ તિવારીએ PIL દાખલ કરી છે. તેમજ ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે માગણી કરાઈ. સાથે જ તેમણે કહ્યું કે, જૂના પુલ કે ઐતિહાસિક ધરોહરમાં ભેગી થતી ભીડ માટે નિયમ બને.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More