નવી દિલ્હીઃ પહાડી વિક્ષોભને કારણે પહાડી રાજ્યોમાં બર્ફવર્ષા અને વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ પ્રમાણે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશમાં નવેમ્બરથી વરસાદ શરૂ થઈ જશે. તો દક્ષિણી રાજ્યોમાં ક્યાંક ભારે તો ક્યાંક હળવા વરસાદની સંભાવના છે. તમિલનાડુમાં આજે ભારે વરસાદ થઈ શકે છે.
ઘટશે તાપમાન, આ રાજ્યોમાં વધી જશે ઠંડી
હવામાન વિભાગ પ્રમાણે ઉત્તર અને પશ્ચિમથી લઈને મધ્ય ભારત સુધી સુકી હવાઓ ચાલી રહી છે. આ હવાઓ પહાડો પર બર્ફવર્ષા બાદ પસાર થશે અને ઉત્તર ભારતના મોટા ભાગમાં ઠંડી વધી જશે. એમઆઈડી પ્રમાણે 6-7 નવેમ્બરથી દેશમાં બે પશ્ચિમી વિક્ષોભને કારણે ઉત્તરથી લઈને મધ્ય સુધી ઠંડીની સાથે તાપમાન ઘટી જશે.
#WATCH | Tamil Nadu: Rainfall lashes Chennai this morning, visuals from Purasaivakkam area.
As per IMD, Chennai to experience a generally cloudy sky with heavy rain today. pic.twitter.com/NwjVxyhAWm
— ANI (@ANI) November 1, 2022
IMD એ પૂર્વાનુમાનમાં જણાવ્યું કે પ્રથમ પશ્ચિમી વિક્ષોભ સોમવારે કાશ્મીરમાં એન્ટ્રી કરશે. ત્યારબાદ નવેમ્બરથી જમ્મુ-કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં બર્ફવર્ષાની સાથે વરસાદની શક્યતા છે. તો બીજો પશ્ચિમી વિક્ષોભ 3 નવેમ્બરે આવશે. તેના કારણે 5થી 6 નવેમ્બર સુધી કાશ્મીરથી હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે બરફ વર્ષા થઈ શકે છે.
8-9 નવેમ્બરથી પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થા,ન મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગણા, ઓડિશા સહિત દેશના ઘણા રાજ્યોમાં તાપમાનમાં ઘટાડો થશે.
આ પણ વાંચોઃ વિદેશમાં PM મોદીનું કેમ થાય છે સન્માન? CM ગેહલોતે જણાવ્યું કારણ
દક્ષિણી રાજ્યોમાં વરસાદની સંભાવના
દક્ષિણી રાજ્યો, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, કેરલ, પુડુચેરી, કરાઈકલ સહિત દેશના ઘણા ભાગમાં ઉત્તર-પૂર્વી મોનસૂનને કારણે વરસાદ થઈ રહ્યો છે. એમઆઈડીએ આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, અંડમાન-નિકોબાર, યમન, કેરલ અને માહે સહિત ઘણી જગ્યાએ આજે વરસાદનું પૂર્વાનુમાન વ્યક્ત કર્યું છે. આ સાથે અસમ, અરૂણાચલ પ્રદેશ અને નાગાલેન્ડમાં પણ વરસાદની શક્યતા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે