Morbi News : અમેરિકા બાદ હવે ઓસ્ટ્રેલિયામાં ગુજરાતી યુવકના મોતની ઘટના બની છે. મોરબીના હળવદના મેરુપરનો યુવાન ઓસ્ટ્રેલિયામાં લાપતા થયા બાદ શંકાસ્પદ હાલતમાં લાશ મળી છે. રાજદીપસિંહ ડોડિયા 1 જુનના રોજ લાપતા થયો હતો અને 6 જુનના રોજ નદી કાંઠેથી તેનો મૃતદેહ મળી આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ હળવદના મેરુપરનો જયદીપસિંહ ડોડીયા (ઉંમર 29 વર્ષ) સાતેક વર્ષથી સિડનીમાં રહી નોકરી કરતો હતો. સ્ટુડન્ટ વિઝા પર ગયા બાદ સિડનીમાં રહી નોકરી કરતો હતો. હજી એક વર્ષ પહેલાં જ જયદીપસિંહ ડોડીયાએ લગ્ન કર્યા હતા. લગ્નના ત્રણ મહિના બાદ પત્નીને પણ ઓસ્ટ્રેલિયા લઇને ગયો હતો. પતિ પત્ની બંને સિડનીમાં રહેતા હતા.
1 જુનના રોજ જયદીપસિંહ ડોડીયા નોકરી પર ગયો હતો, તેના બાદથી ગુમ થયો હતો. તે ઘરે પરત ન ફરતા પત્નીએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં તેના ગાયબ થવાની ફરિયાદ નોંધાવી હતી.
ગાંધીનગરના કાવાદાવા : ગૃહ રાજ્યમંત્રીની ગેરહાજરીમાં IPS અધિકારીએ ખેલ પાડ્યો!
પરંતું 6 જુને નદી કાંઠેથી તેની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. યુવક જ્યાં રહેતો હતો, તેની ઘરની બાજુમાં જ નદી નીકળતી હતી. આ નદીના કાંઠા પરથી જયદીપસિંહ ડોડિયાનો મૃતદેહ મળી આવ્યો હતો. દીકરાના મોતની જાણ થતા મોરબીમાં રહેતા તેના પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
મંગળવારે પીએમ બાદ મૃતદેહને હળવદના મેરુપર અંતિમ સંસ્કાર માટે લઇ આવવામાં આવશે. ભારતીય દુતાવાસ અને સરકાર મામલે કામગીરી હાથ ધરી. દુતાવાસ અને રાજ્ય તથા કેન્દ્ર સરકારને આ મામલે જાણ કરી તેમની મદદથી મૃતદેહને જલ્દીથી વતન લાવવા પ્રયાસ કરી રહ્યા છે. સાથે સિડનીમાં રહેતા ગુજરાતીઓ અને ભારતીયો પણ મદદરૂપ થઈ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
દિલ તૂટ્યાની દર્દનાક પોસ્ટ મૂકીને સુરતની મોડલનો આપઘાત, ‘હું તારા માટે કંઈ નથી...’
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે