Home> Business
Advertisement
Prev
Next

1.56 રૂપિયાના સ્ટોકે કર્યો પૈસાનો વરસાદ, 2 વર્ષમાં 10 હજારના બનાવી દીધા 34 લાખ રૂપિયા

આ મલ્ટિબેગર સ્ટોકે બે વર્ષમાં 10,000 રૂપિયાને 34 લાખ રૂપિયામાં બદલી નાખ્યા છે. શ્રી અધિકારી બ્રધર્સ ટેલિવિઝન નેટવર્કના આ મહાન સ્ટોકની સંપૂર્ણ વાર્તા જાણો, જેણે બે વર્ષમાં 32998 ટકાનું વળતર આપ્યું છે.

 1.56 રૂપિયાના સ્ટોકે કર્યો પૈસાનો વરસાદ, 2 વર્ષમાં 10 હજારના બનાવી દીધા 34 લાખ રૂપિયા

Stock Market News: શેર બજારમાં જો સાચા સમયે શેરની ઓળખ કરવામાં આવે તો ભાગ્ય બદલાતા સમય વાર લાગતી નથી. આવું કંઈક થયું શ્રી અધિકારી બ્રધર્સ ટેલીવિઝન નેટવર્ક (Sri Adhikari Brothers Television Network) ની સાથે, જેણે છેલ્લા બે વર્ષમાં ઈન્વેસ્ટરોને એવું રિટર્ન આપ્યું છે કે માત્ર 10 હજારનું રોકાણ કરનારના ખાતામાં 34 લાખ રૂપિયા આવી ગયા છે.

fallbacks

2 વર્ષમાં 1.56 રૂપિયાનો શેર 540 રૂપિયા પર પહોંચ્યો
આ સ્ટોકે માત્ર 1.56 રૂપિયાથી વધી 539.50 રૂપિયા (7 જૂન 2025) સુધીની સફર કરી છે. એટલે કે જો કોઈ ઈન્વેસ્ટરે 5 જૂન 2023માં તેમાં 10000 રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેની વેલ્યુ 34 લાખ રૂપિયાથી વધુ હોત. એટલું જ નહીં ડિસેમ્બર 2024માં તે 2197.70 રૂપિયાના 52 વીક હાઈ પર પહોંચી ગયો હતો.

શું કામ કરે છે કંપની?
Sri Adhikari Brothers Television Network ટીવી બ્રોડકાસ્ટિંગ અને સોફ્ટવેર પ્રોડક્શન ક્ષેત્રમાં કામ કરે છે. કંપનીનું માર્કેટ કેપ 1368.88 કરોડ રૂપિયા છે અને તેના શેરની કિંમત 600 રૂપિયાથી નીચે છે.

આંકડામાં જુઓ ચોંકાવનારો ગ્રોથ
1 વર્ષમાં રિટર્ન - 195 ટકા
2 વર્ષમાં રિટર્ન-  32,998 ટકા
ત્રણ વર્ષમાં રિટર્ન- 34,932 ટકા

આવા આંકડા શેર બજારમાં ખૂબ ઓછા જોવા મળે છે અને આ કારણે કંપનીનો શેર હજુ પણ ચર્ચામાં છે.

આ પણ વાંચોઃ આ તારીખથી લાગુ થશે નવું પગાર પંચ, પગાર અને પેન્શનમાં કેટલો વધારો થશે? જાણો

2025માં ઘટાડા છતાં આશા યથાવત
પરંતુ 2025ની શરૂઆતથી અત્યાર સુધી શેરની કિંમતમાં 63 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે, છતાં ઈન્વેસ્ટરોની નજર તેના પર છે. હકીકતમાં કંપનીએ હાલમાં જાણકારી આપી કે તેનો રિઝોલ્યુસન પ્લાન, જે NCLT મુંબઈ બેંચ દ્વારા પાસ કરવામાં આવ્યો હતો, તેને 27 મે 2025 સુધી સફળતાપૂર્વક લાગૂ કરી દેવામાં આવ્યો છે અને તે પણ નક્કી સમયના 1 વર્ષ પહેલા. આ પ્લાનમાં સામેલ કંપનીઓ હતી-

Sab Events & Governance Now Media Limited

Marvel Media Private Limited

Ravi Adhikari

Kailasnath Adhikari

ઈન્વેસ્ટરોએ શું કરવું જોઈએ?
શેરની કિંમત ભલે 2025માં નીચે ગઈ હોય પરંતુ જે રીતે તેણે બે વર્ષમાં રિટર્ન આપ્યું છે, તેને જોતા કંપનીના ફન્ડામેન્ટલ મજબૂત છે. પરંતુ ઈન્વેસ્ટરોએ રોકાણ કરતા પહેલા રિસર્ચ કરવું અને બજારની ચાલને સમજવી જરૂરી છે.

(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો) 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More