Gujarat Weather 2025: ચોમાસાની ઋતુ શરૂ થતાંની સાથે જ આજે 19 જૂન 2025ના રોજ સવારે 6:00 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ એકંદરે 113.63 મિમિ એટલે કે 12.87 ટકા જેટલો નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના રિપોર્ટ મુજબ છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યના ડાંગ જિલ્લાના ડાંગ-આહવા તાલુકામાં સૌથી વધુ 9.8 ઇંચ અને વલસાડના કપરાડા તાલુકામાં 9.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
એન્જિનમાં ખરાબી, ટેક ઓફમાં સમસ્યા કે બીજું કંઈક...પ્લેન ક્રેશે છોડ્યા આ 6 મોટા સવાલ
રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. સાથે જ અમદાવાદ-ગાંધીનગરમાં મોડીરાતે વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ધોધમાર વરસાદને કારણે અનેક સ્થળોએ પાણી ભરાયા હતા. જે હજી પણ ન ઓસરતાં મનપાની કામગીરીની પોલ છતી થઇ છે.
ભારતમાં ક્યાંય નહીં'ને અ'વાદમાં જ કેમ થયું પ્લેન ક્રેશ? જાણવા જેવી છે અંબાલાલની વાત
આજે નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર-હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની શક્યતાને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યના અન્ય તાલુકાઓમાં, છેલ્લા ૨૪ કલાકમાં ડાંગના વઘઇ અને સુબીર તાલુકામાં ૭ ઇંચથી વધુ તેમજ વલસાડના ધરમપુર અને નવસારીના વાંસદા તાલુકામાં ૬ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.
ખાસ પ્રકારની માટીના કારણે એર ઈન્ડિયા ક્રેશમાં બચી ગયો રમેશ કુમાર વિશ્વાસનો જીવ!
આ ઉપરાંત નવસારીના ખેરગામ અને તાપીના ડોલવણ તાલુકામાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. વધુમાં, ગાંધીનગરના માણસા, દેહગામ અને ગાંધીનગર તાલુકામાં, ગીર સોમનાથના સુત્રાપાડા અને પાટણ-વેરાવળમાં, વલસાડના પારડી અને વાપીમાં, પંચમહાલના ગોધરા તથા નવસારીના ચિખલી તાલુકામાં ૩ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે.
'અમારી કોશિશ રહેશે કે...', અમદાવાદ પ્લેન ક્રેશને લઈને પંતે આપ્યું ભાવુક નિવેદન
તદુપરાંત રાજ્યના ૧૭ તાલુકામાં બે ઇંચથી વધુ, ૩૭ તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, ૮૯ તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કુલ ૨૭ જિલ્લાના ૧૬૦ તાલુકામાં વરસાદ નોંધાયો છે. SEOCના અહેવાલ મુજબ આજે સવારે ૬.૦૦ થી ૧૦:૦૦ કલાક સુધીમાં સુરતના ઓલપાડ, વલસાડના ધરમપૂર તેમજ ભરૂચના હાંસોટ તાલુકામાં ૩ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ભરૂચના વાલીયામાં તેમજ સુરતના ઉમરપાડા તાલુકામાં પણ ૨.૫ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે