નિલેશ જોશી/નારગોલ: ગુજરાત રાજ્ય 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે. જોકે અત્યાર સુધી ગુજરાતનો એકમાત્ર શિવરાજપુરનો દરિયા કિનારો જ વિશ્વકક્ષાની સુંદરતા ધરાવતો બ્લુ ફ્લૅગ બીચ તરીકે જાણીતો હતો. અત્યાર સુધી શિવરાજપુર દરિયા કિનારાને જ બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો મળ્યો હતો. જોકે આગામી સમયમાં રાજ્યમાં વધુ એક બ્લુ ફ્લેગ બીચનો ધરાવતો દરિયા કિનારો બનવા જઈ રહ્યો છે. વલસાડ જિલ્લાના નારગોલના દરિયા કિનારાને પણ બ્લ્યુ ફ્લેગ બીચ નો દરજ્જો મળે તે માટે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર અને નારગોલ ગ્રામ પંચાયત સહિત અન્ય સંગઠનો દ્વારા પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
શું આવી રીતે ભણશે ગુજરાત? મદ્રેસાના પતરાવાળા રૂમમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા મજબૂર
એક તરફ ઘુઘવતો અફાટ દરિયો.. અને દરિયા કિનારા પર જ ગાઢ જંગલો..આ અહલાદક દ્રશ્યો કોઈ અન્ય જગ્યાએના નહીં પરંતુ રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાના ઉમરગામના નારગોલ નો દરિયા કિનારો છે. વલસાડ જિલ્લો 70 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે. જોકે અત્યાર સુધી લોકો મોટેભાગે વલસાડના તિથલના દરિયા કિનારાથી જ જાણીતા હતા. અને પર્યટકો તિથલના દરિયા કિનારે જ ફરવા આવતા હતા. જોકે વલસાડના છેવાડે આવેલો નારગોલ નો આ દરિયા કિનારો હવે લોકો માટે જાણીતું અને માનીતું સ્થળ બની રહ્યો છે.
નારગોલ નો દરિયા કિનારો સૌથી સ્વચ્છ અને સુંદર દરિયા કિનારો છે. જ્યાં એક તરફ ઘુઘવતા સાગરને કિનારા પર જ ગાઢ જંગલ આવેલું છે .આથી આવી કાળઝાળ ગરમીમાં પણ અહીં લોકોને શીતળતા મળે છે. આથી મોટા પ્રમાણમાં પર્યટકો નો ઘસારો નારગોલના દરિયા કિનારે જોવા મળે છે. જોકે સુંદર હોવા છતાં અહી અન્ય સુવિધાઓ નહીં હોવાથી પર્યટકો પણ ઓછા આવતા હતા. પરંતુ હવે સરકાર દ્વારા નારગોલ ના આ દરિયા કિનારા પર ઇકો ટુરીઝમ પોઇન્ટ બનાવવામાં આવ્યો છે. જ્યાં પર્યટકો માટે હરવા ફરવા અને બેસવા સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તો કિનારા પર જ બાળકો માટે મનોરંજનના સાધનો પણ મૂકવામાં આવ્યા હોવાથી કાળઝાળ ગરમીમાં પણ આખો દિવસ અહીં લોકોની ભીડ જોવા મળે છે.
જુલાઈ મહિનાની શરૂઆતમાં આ 2 તારીખે થશે મોટી ઉથલપાથલ! આ જિલ્લાઓમાં મેઘો કરશે તોફાની બેટિંગ
આમ પર્યટકોમાં લોકપ્રિય બની રહેલા નારગોલના દરિયા કિનારા ને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો મળે તે માટે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર અને નારગોલ ગ્રામ પંચાયત દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ..બ્લુ ફ્લેગ બીચના દરજ્જા માટે જરૂરી સુવિધાઓ પણ ઉભી કરવા માટેની તૈયારીઓ કરવામાં આવી છે. સાથે જ બ્લુ ફ્લેગ બીચ ની માન્યતા માટે કામ કરતા આંતરરાષ્ટ્રીય સંસ્થા એવા નેધરલેન્ડથી વિશેષ પ્રતિનિધિ મંડળને પણ અહીં બોલાવવાની તૈયારીઓ ચાલી રહી છે. આથી નારગોલ ગ્રામ પંચાયત અને વિશેષ કરી ને વલસાડ જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત નારગોલને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો મળે તે માટે ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે.
નારગોલની બાજુમાં આવેલા સંઘપ્રદેશ દમણ નો દરિયો પણ સુંદર છે. પરંતુ દમણનો દરિયા કિનારો સુંદર હોવા છતાં બપોરના સમયે પર્યટકો માટે ગરમીમાં કિનારા પર બેસવા કે અન્ય કોઈ છાયા ની વ્યવસ્થાઓ નહીં હોવાથી મોટેભાગે પરેડકો દમણના દરિયે સાંજના સમયે જવાનું પસંદ કરે છે. જોકે આ દરિયા કિનારે ગાઢ જંગલ હોવાથી આખો દિવસ અહીં પર્યટકોની ભીડ જામે છે, અને ગરમી અને ઉકળાટના માહોલમાં પણ પર્યટકો અહીં આરામથી સમય વિતાવી શકે છે અને આ સુદંર દરિયા કિનારા પર ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરી આ દરિયા કિનારાની સુંદરતાને કાયમી સંભારણું બનાવી પોતાની સાથે લઈ જાય છે. આથી પર્યટકો પણ નારગોલના દરિયા કિનારા ને બ્લુ ફ્લેગ બીચ નો દરજ્જો મલે અને અહીં તેવી સુવિધાઓ ઉભી કરવામાં આવે તેવી સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે.
અંબાણી કે અદાણી નહીં પણ આ ગુજરાતી વ્યક્તિ પાસે છે ભારતની સૌથી મોંઘી કાર નંબર પ્લેટ?
અહીંના દરિયામાંથી આવતા શીતળ લહેરો અને કિનારા પરજ આવેલા ગાઢ જંગલો ઉનાળામાં કાળજાળ ગરમીમાં પણ શીતળતા બક્ષે છે. આથી આખો દિવસ અહીં આરામથી વિતાવી શકાય છે. આથી આ દરિયા કિનારે દિવસભર ભીડ જામેલી રહે છે. ત્યારે નારગોલના દરિયા કિનારા ને પણ જો બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો મલે તો આ દરિયા કિનારાની સુંદરતામાં વધુ વધારો થઈ શકે છે અને વધુમાં વધુ લોકો અહીં આવતા નારગોલ ઉપરાંત આસપાસના વિસ્તારમાં રોજગારીના નવા અવસરો પણ ઊભા થઈ શકે છે. આથી સરકાર દ્વારા નારગોલના દરિયા કિનારાને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો મળે તે માટે ઝડપી પ્રયાસો કરવા જોઈએ તેવી લોક માંગ ઉઠી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે