Home> Gujarat
Advertisement
Prev
Next

શું આવી રીતે ભણશે ગુજરાત? મદ્રેસાના પતરાવાળા રૂમમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા મજબૂર

Bhuj News: ભુજ નજીક આવેલ આંબેડકરનગરની પ્રાથમિક શાળાના ભારતનગર પેટા વર્ગમાં કોઈ સુવિધા નથી. વિધાર્થીઓ કોમ્યુનિટી હોલમાં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે.

શું આવી રીતે ભણશે ગુજરાત? મદ્રેસાના પતરાવાળા રૂમમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા મજબૂર

રાજેન્દ્ર ઠક્કર/ભુજ: રાજ્ય સરકાર એક તરફ શિક્ષણને લઈને મોટી મોટી વાતો કરે છે બીજી બાજુ સરહદી કચ્છ જિલ્લામાં શિક્ષણની વરવી વાસ્તવિકતા સામે આવી છે.

fallbacks

જુલાઈની શરૂઆતમાં આ 2 તારીખે થશે મોટી ઉથલપાથલ! આ જિલ્લાઓમાં મેઘો કરશે તોફાની બેટિંગ

સરકાર એક તરફ શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા કાર્યક્રમો યોજી તાયફા કરી રહી છે. તેવામાં સરહદી કચ્છ જિલ્લામાં શિક્ષક અને ઓરડાની ઘટ સતાવી રહી છે. આંબેડકરનગર પ્રાથમિક શાળાના પેટા વર્ગ તરીકે ભારત નગર શાળા કાર્યરત છે. ભારતનગરને સ્વતંત્ર શાળાનો દરજ્જો આપવા માટે અનેકવાર રજુઆત કરી છે. તેમ છતાં સ્વતંત્ર શાળાનો દરજ્જો નહીં મળતા વિધાર્થીઓ કોમ્યુનિટી હોલમાં વિધાર્થી અભ્યાસ કરી રહ્યા છે.

માત્ર 2 લોકો પાસે છે ભારતની આ સૌથી મોંઘી કાર, જાણો ગાડીના ફીચર્સ અને કિંમત

મુખ્ય શાળામાં માત્ર 50 વિધાર્થી અભ્યાસ કરે છે જ્યારે પેટા શાળામાં 150 વિધાર્થી અભ્યાસ કરે છે. પેટા શાળામાં ઓરડાની કોઈ સુવિધા નથી. ગામના જર્જરિત કોમ્યુનિટી હોલમાં બેસીને બાળકો અભ્યાસ કરવા મજબુર બન્યા છે. ભારતનગરના 150 વિધાર્થીઓના શાળામાંથી નામ કમી કરાવાની માંગ સાથે શાળામાં પહોંચ્યા હતા. જેને લઈને ભુજ  તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શાળામાં દોડી ગયા હતા. 

હેરાફેરી-3 માં બાબુ ભૈયાની એન્ટ્રી, સામે આવ્યું અક્ષય કુમાર સાથેના વિવાદનું કારણ

ગ્રામજનોની રજુઆત સાંભળી સ્વતંત્ર શાળા માટે ફરીવાર સરકારને દરખાસ્ત મોકલવામાં આવશે તેવી ખાતરી આપી છે. હાલ શિક્ષણ વિભાગની ખાતરી બાદ મામલો થાળે પડ્યો છે. જોકે આગામી દિવસનો ભારતનગરને અલગ શાળાની માન્યતા નહીં આપવામાં આવેતો ગ્રામજનોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More