Home> Gujarat
Advertisement
Prev
Next

BJPના ટોચના ફાયરબ્રાન્ડ નેતાઓ ગુજરાતમાં CAAના સમર્થનમાં પ્રચાર કરશે, લાંબુલચક છે લિસ્ટ

CAA ના સમર્થનમાં ભાજપના જનસંપર્ક અભિયાનનો ગુજરાતમાં પ્રારંભ થયો છે. CAA ના સમર્થનમાં ભાજપ (BJP) ના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતમાં આવશે, અને તેના સમર્થનમાં પ્રચાર કરશે. આજે કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા વડોદરામાં બૌદ્ધિક સંમેલનને સંબોધન કરશે. તો કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલ ભાવનગરમાં બૌદ્ધિક સંમેલનને સંબોધન કરશે. ત્યારે આવતીકાલે મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિજયા રાહતકર જસદણની રેલીમાં જોડાશે.

BJPના ટોચના ફાયરબ્રાન્ડ નેતાઓ ગુજરાતમાં CAAના સમર્થનમાં પ્રચાર કરશે, લાંબુલચક છે લિસ્ટ

બ્રિજેશ દોશી/ગાંધીનગર :CAA ના સમર્થનમાં ભાજપના જનસંપર્ક અભિયાનનો ગુજરાતમાં પ્રારંભ થયો છે. CAA ના સમર્થનમાં ભાજપ (BJP) ના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતમાં આવશે, અને તેના સમર્થનમાં પ્રચાર કરશે. આજે કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા વડોદરામાં બૌદ્ધિક સંમેલનને સંબોધન કરશે. તો કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલ ભાવનગરમાં બૌદ્ધિક સંમેલનને સંબોધન કરશે. ત્યારે આવતીકાલે મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિજયા રાહતકર જસદણની રેલીમાં જોડાશે.

fallbacks

આખા જાન્યુઆરી મહિનામાં Team Indiaનું શિડ્યુલ છે જબરદસ્ત બિઝી, જોઈ લો કેલેન્ડર

રાજ્યમાં 37થી વધુ બુદ્ધિજીવી સંમેલનો યોજાયા 
નાગરિકતા સંશોધન કાયદાને લઈને ભાજપ દસ દિવસ જનસંપર્ક અભિયાનને વેગ આપશે. પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે રાષ્ટ્રિય સહ સંગઠન મંત્રી વી.સતીષની હાજરીમાં મળેલી બેઠકમાં આગામી કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવી. જેમાં રાષ્ટ્રીય નેતાઓ ગુજરાત આવશે અને સંમેલનમાં ભાગ લેશે. આજે કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાત આવશે. વડોદરા એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. સાંજે યુવાનો અને બૌદ્ધિકોના બુદ્ધિજીવી સંમેલનમાં જે.પી.નડ્ડા સંબોધન કરશે. નાગરિકતા સંશોધન કાયદાના હકારાત્મક પાસાઓને લઈને સંબોધન કરશે. નગરિકતા સંશોધન કાયદાને લઈને ફેલાયેલી ગેરસમજો દૂર કરવાનો આ ભાજપનો પ્રયાસ છે. જે અંતર્ગત સમગ્ર રાજ્યમાં 37થી વધુ બુદ્ધિજીવી સંમેલનો યોજાયા છે અને 39 રેલીઓ નાગરિક સમિતિઓ માધ્યમથી યોજાઈ છે. 

અમદાવાદની મિલ્ક બેંક નવજાત બાળકો માટે બની ‘સંજીવની બુટ્ટી’, 200 મહિલાઓએ આપ્યું પોતાનું ધાવણ

કોણ કોણ આવશે ગુજરાતમાં...

  • કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા
  • કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ
  • કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર
  • કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની
  • કેન્દ્રીય મંત્રી પ્રતાપ સારંગી
  • પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ 
  • પૂર્વ પ્રભારી ઓમ માથુર
  • રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા
  • રાષ્ટ્રીય મહામંત્રી અને સાંસદ અરૂણસિંહ 
  • મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિજયા રાહતકર

મંદીમાં પણ સુરત અને રાજકોટ સરકાર માટે દુઝણી ગાય સાબિત થયા, ઈકોનોમિકલ ગ્રોથમાં ટો-10 લિસ્ટમાં પહોંચ્યા 

સમગ્ર દેશમાં CAAને લઈને થયેલા પ્રચંડ વિરોધ બાદ ભાજપ સફાળું જાગ્યું છે અને હવે આ મામલે લોકો સુધી પહોંચવામાં કોઈ કચાશ રાખવા માંગતું નથી. ગુજરાતમાં 12 રાષ્ટ્રીય નેતાઓ આવશે, જેઓ સંમેલન, પ્રેસ કોન્ફરન્સ અને રેલીઓમાં ભાગ લેશે. ભાજપનો આરોપ છે કે, કોંગ્રેસે લોકોની વચ્ચે આ કાયદાને લઈને ગેરસમજ ઊભી કરી છે. જેના કારણે આ સ્થિતિ ઉભી થઈ છે. આ કાયદો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી ભારત આવેલા લઘુમતી સમાજના હિત માટેનો છે અને આ કાયદાથી ભારતના કોઈ પણ નાગરિકની નાગરિકતા છીનવાઈ જવાની નથી. ત્યારે આ કાયદાની સાચી વાત લોકો સુધી પહોંચાડવી જરૂરી છે. 5 જાન્યુઆરીથી ભાજપ વિશેષ જનસંપર્ક અભિયાન યોજશે, જેમાં લોકોના ઘરે જઈને આ કાયદા વિશે માહિતી અપાશે. ભાજપના પ્રદેશ નેતાઓ, મંત્રીઓ, સાંસદો અને તમામ હોદ્દેદારો 250 તાલુકા-નગરોમાં ઘેર-ઘેર જનસંપર્ક કરશે. મહાનગરોમાં પણ જિલ્લા સ્તરના નેતાઓ જનસંપર્ક કરશે. 10 થી 12 જાન્યુઆરી સુધી તમામ જિલ્લા મથકો પર ભાજપનો યુવા મોરચો યુવાનો વચ્ચે જઈને કાયદાનો પ્રચાર પ્રસાર કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More