Home> Technology
Advertisement
Prev
Next

આ મહિને લોન્ચ થઇ રહી છે શાઓમીની આ શાનદાર ઘડીયાળ, થઇ જશો ફીચર્સના દિવાના

મોબાઇલ ફોન બનાવનાર દુનિયાની સૌથી મોટી કંપનીઓમાંથી એક શાઓમી પોતાની નવી સ્માર્ટવોચને 2020માં લોન્ચ કરવા જઇ રહી છે. શાઓમી પોતાના ગોળ ડાયલવાળી કોલર ત્રણ જાન્યુઆરીના રોજ લોન્ચ કરવા માટે તૈયાર છે. આ સ્માર્ટવોચ ઘણી હદે હુઅમીની અમેજફિટ જીટીઆરની માફક છે, જેમાં ગોળ ડાયલ અને કલરફૂલ વોચ સ્ટ્રેપ પણ હશે.

આ મહિને લોન્ચ થઇ રહી છે શાઓમીની આ શાનદાર ઘડીયાળ, થઇ જશો ફીચર્સના દિવાના

નવી દિલ્હી: મોબાઇલ ફોન બનાવનાર દુનિયાની સૌથી મોટી કંપનીઓમાંથી એક શાઓમી પોતાની નવી સ્માર્ટવોચને 2020માં લોન્ચ કરવા જઇ રહી છે. શાઓમી પોતાના ગોળ ડાયલવાળી કોલર ત્રણ જાન્યુઆરીના રોજ લોન્ચ કરવા માટે તૈયાર છે. આ સ્માર્ટવોચ ઘણી હદે હુઅમીની અમેજફિટ જીટીઆરની માફક છે, જેમાં ગોળ ડાયલ અને કલરફૂલ વોચ સ્ટ્રેપ પણ હશે. શાઓમીના સબ-બ્રાંડ મિજિયાએ પોતાના સત્તાવાર વીબો એકાઉન્ટ પર એક ટીઝર શેર કર્યું, જેમાં આ વાતનો ખુલાસો કર્યો છે. 

fallbacks

નવું ટીઝર પણ કરી દીધું લોન્ચ 
ટીઝર
પરથી આપણને ખબર પડે છે કે શાઓમી વોચ કલર ગોળ ડિસ્પ્લે લઇને આવી રહ્યું છે. જે 1.39 ઇંચ ડેગોનલ અને 454X454 પિક્સલ રિઝોલ્યૂશન સાથે હશે. જીએસએમ એરિનાના સોમવારના અહેવાલ અનુસાર હાર્ટ રેટ સેન્સર, એક્સેલેરોમીટર અને બેરોમીટર સહિત અ તમામ સ્ટેન્ડર ફિટનેસ ટ્રેકિંગ ફીચરને સપોર્ટ કરશે. એવું માનવામાં આવી રહ્યું છે કે તરતી વખતે પણ તેનો ઉપયોગ કરી શકશે. શાઓમી વોચ કોલર સિલ્વર, ગોલ્ડ અને બ્લેક ત્રણ કલરમાં આવશે. 

આ વર્ષે શાઓમીના બીજા ઘણા બધા છે પ્લાન
ઉલ્લેખનીય છે કે શાઓમી આ વર્ષે નવા ફીચર ફોન લાવવા માટે તૈયાર છે. પરંતુ સાથે જ કંપની આ વખતે અન્ય ગેજેટ્સ પર પણ ભાર મુકી રહી છે. કંપની નવા ઇયરબડ્સ સાથે જ ઘરના સામાનને પણ ભારતમાં લોન્ચ કરવાનું વિચારી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More