Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતને કલંકિત કરતી ઘટના! આંગણવાડીમાં ભૂલકાઓને સડેલા ચણાનો નાસ્તો પીરસાયો, વીડિયો વાયરલ થતા ખળભળાટ

આંગણવાડીઓમાં આવતા બાળકો માટે વિવિધ પ્રોજેક્ટ અંતર્ગત બાળકોને તંદુરસ્તી પ્રદાન કરવા માટે કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. પરંતુ નવસારી જિલ્લામાં આંગણવાડીમાં જતા બાળકોને સડેલા ચણા આપતા વિવાદ વકર્યો છે. 

ગુજરાતને કલંકિત કરતી ઘટના! આંગણવાડીમાં ભૂલકાઓને સડેલા ચણાનો નાસ્તો પીરસાયો, વીડિયો વાયરલ થતા ખળભળાટ

ધવલ પરીખ/નવસારી: કુપોષણ એ ગુજરાત માટે એક કલંકિત શબ્દ બની ગયો છે. ત્યારે આ દૂષણને દૂર કરવા માટે રાજ્ય સરકારે કમર કસી છે. આંગણવાડીઓમાં આવતા બાળકો માટે વિવિધ પ્રોજેક્ટ અંતર્ગત બાળકોને તંદુરસ્તી પ્રદાન કરવા માટે કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. પરંતુ નવસારી જિલ્લામાં આંગણવાડીમાં જતા બાળકોને સડેલા ચણા આપતા વિવાદ વકર્યો છે. 

fallbacks

ગુજરાતના ખેડૂતો થશે માલામાલ! ફેંકી દેવાતા ફળોના છોતરામાંથી ખેડૂતો મેળવી શકે છે આવક

આંગણવાડી એ ગરીબ બાળકો માટે પોષણયુક્ત આહાર મેળવવાનો એક મહત્વનું માધ્યમ બની ગયું છે. પરંતુ નવસારી શહેરના જલાલપોર વિસ્તારમાં આવેલા ઘનશ્યામ નગર સોસાયટીની આંગણવાડીમાં બાળકોને સડેલા ચણા બાફીને નાસ્તામાં આપવામાં આવ્યા હતા. સ્થાનિક આગેવાનો અને વાલીઓને ધ્યાને આવતા સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જેના પગલે આંગણવાડીઓમાં આપવામાં આવતા ખોરાકની પોલ ખુલી છે. આંગણવાડીના ભૂલકાઓને સડેલા ચણા આપતા વાલીઓ ભડક્યા હતા અને આંગણવાડી બહેન સાથે ઉગ્ર ચર્ચાઓ કરી હતી. સમગ્ર ઘટનાની જાણ આઈસીડીએસ અધિકારીને થતા તપાસના આદેશ આપ્યા છે.

ગુજરાતમાં એક નહીં, બે-બે વાવાઝોડાનો ખતરો, 2018 જેટલું હશે ખતરનાક, જાણો ક્યારે આવશે

એક તરફ કુપોષણના કારણે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ પર વારંવાર આંગળીઓ ચીંધવામાં આવે છે. આંગણવાડી વર્કરોને પૂરતા પ્રમાણમાં ભથ્થું ન આપવું તથા ધાત્રી માતાઓને અથવા તો આંગણવાડીના બાળકોને પોષણયુક્ત આહાર માટે યોગ્ય ચુકવણું ન કરવાના કારણે પણ વારંવાર વિવાદો થતા હોય છે. ત્યારે નવસારી જિલ્લામાં સડેલા ચણા આપવાના મુદ્દાને લઈને રાજકારણ પણ ગરમાયું છે.

કુદરત તારા ખજાને ખોટ શું પડી! નવરાત્રિની પ્રેક્ટિસ દરમ્યાન જૂનાગઢમાં યુવાનનું મોત

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More