Home> Gujarat
Advertisement
Prev
Next

સુભાષબ્રિજ બાદ નહેરૂબ્રિજ પણ બંધ, 58 વર્ષથી વપરાશમાં રહેલા બ્રિજનો ઇતિહાસ ખુબ જ રસપ્રદ

  • શહેરનાં કોટ વિસ્તારને પશ્ચિમ સાથે જોડતા મહત્વનાં બ્રિજ પૈકીનો એક બ્રિજ અમદાવાદની ઓળખ સમી પતંગ હોટલ પણ આ જ બ્રિજનાં છેડે આવેલી છે.

સુભાષબ્રિજ બાદ નહેરૂબ્રિજ પણ બંધ, 58 વર્ષથી વપરાશમાં રહેલા બ્રિજનો ઇતિહાસ ખુબ જ રસપ્રદ
  • શહેરનાં કોટ વિસ્તારને પશ્ચિમ સાથે જોડતા મહત્વનાં બ્રિજ પૈકીનો એક બ્રિજ
  • અમદાવાદની ઓળખ સમી પતંગ હોટલ પણ આ જ બ્રિજનાં છેડે આવેલી છે.

અમદાવાદ : અમદાવાદના ધોરીનસ ગણાતા નહેરૂબ્રિજને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 45 દિવસ માટે બંધ કરવાની જાહેરાત કરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બ્રિજ બંધ કરવા માટે એક્સ્પાન્શન અને જોઇન્ટ બદલવાનાં હોવાથી બંધ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. 

fallbacks

અમદાવાદીઓ બહાર નિકળતા પહેલા ખાસ વાંચજો નહી તો ફસાઇ જશો, શહેરનાં હૃદય સમો બ્રિજ બંધ

જવાહરલાલ નેહરૂએ પોતે કર્યું હતું બ્રિજનું ઉદ્ધાટન
અત્રે બીજી મહત્વની બાબત છે કે, નહેરૂબ્રિજ 1960માં બાંધકામ થયું હતું. ત્યારબાદથી આ પહેલીવાર તેનું બેરિંગ અને આ પ્રકારનું મોટુ મેઇન્ટેનન્સ થઇ રહ્યું છે. કોર્પોરેશનનાં ઉચ્ચ અધિકારીઓનાં અનુસાર અમદાવાદનાં તમામ બ્રિજનું સમારકામ તબક્કાવાર કરવામાં આવશે. જેમાં સરદાર બ્રિજ (1940 બંધાયો) અને વર્ષ 2000માં તેને પહોળો કરવામાં આવ્યો. ત્યાર બાદ ચીમનભાઇ પટેલ ફ્લાય ઓવર (1994) દક્ષીણી રેલવે ફ્લાય ઓવર (2009) અને પ્રબોધા રાવલ ફ્લાય ઓવર (2001) નું મેઇન્ટેન્સ કામ પણ કરવામાં આવશે. 

સુરત નજીક નેશનલ હાઇવે પર ફૂલ સ્પીડે દોડતી પીક અપ ટ્રક સાથે અથડાઇને પલટી

તબક્કાવાર તમામ બ્રિજ બંધ થશે?
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ 30 ઓક્ટોબર 2019 માં સુભાષબ્રિજ પણ રિપેરિંગના કારણે 20 દિવસ માટે બંધ કરવામાં આવ્યો હતો. જેના કારણે નાગરિકોને ખુબ જ હાલાકી પડી હતી. જો કે કોર્પોરેશન દ્વારા ત્યારે જ સુભાષબ્રિજ બાદ નહેરૂ બ્રિજનાં રિપેરિંગની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ કોરોનાને કારણે તે કામ અટકી પડ્યું હતું. 

ડાર્ક વેબસાઈટ પરથી ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડના ડેટા ચોરતી ગેંગથી સાવધાન

નહેરૂબ્રિજ વિશે
નહેરૂબ્રિજની સરેરાશ લંબાઇ 950 મીટર છે. તે અમદાવાદનાં કોટ વિસ્તારને પશ્ચિમ વિસ્તાર સાથે જોડે છે. તેનું ઉદ્ધાટન ભારતનાં પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ દ્વારા 1962 કરવામાં આવ્યું હતું. ત્યારથી તેમાં કોઇ પણ મોટુ મેઇન્ટેન્સ કરવામાં આવ્યું નથી. એટલે કે છેલ્લા 58 વર્ષથી તે સતત વપરાશમાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More